• શનિવાર, 15 ફેબ્રુઆરી, 2025

બિહારમાં શિક્ષણાધિકારીના ઘરેથી મળ્યો રોકડનો ખજાનો

નવી દિલ્હી, તા. 23 : બિહારના બેતિયા જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારીને ત્યાંથી કુબેરનો ખજાનો મળી આવ્યો છે. વિજિલન્સની ટીમે ગુરુવારે દરોડા પાડતા જ અધિકારીના ઘરેથી મોટાપાયે રોકડ મળી આવી હતી. આ રકમ એટલી મોટી હતી અને પલંગ ઉપર નોટના બંડલ પાથરવા પડયા હતા અને રકમની ગણતરી માટે મશિન મગાવવા પડયા હતા. અધિકારી રજનીકાંત પ્રવીણના ઘરે દરોડો પડયો ત્યારે તેઓ પૂજા કરી રહ્યા હતા.

ટીમે અધિકારીના ઘરની સાથે સમસ્તીપુરમાં તેના સાસરા અને  દરભંગામાં પણ તપાસ શરૂ કરી હતી. 2012મા સમસ્તીપુર ડીઈઓની જવાબદારી પણ રજનીકાંત સંભાળી ચૂક્યા છે. ડીઈઓ રજનીકાંત ઉપરાંત તેની પત્ની સુષ્મા અંગે પણ વિવાદાસ્પદ જાણકારી મળી છે. હકીકતમાં સુષ્મા તિરહુત એકેડમી પ્લસ ટૂ શાળામાં શિક્ષિકા છે પણ ત્યાંથી રજા લઈને દરભંગામાં એક મોટી ખાનગી શાળાનું સંચાલન કરે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

National

ટ્રમ્પની ભારતના 11 લાખ કરોડના ઓઈલ ઈમ્પોર્ટ પર નજર February 15, Sat, 2025

Sports

ચેમ્પિયન્સ ટ્રોફી અગાઉ ઓસ્ટ્રેલિયાના 2-0થી સૂપડા સાફ કરતું શ્રીલંકા બીજા વન ડેમાં 174 રને મહાવિજય : કાંગારૂ ટીમનો 107 રનમાં ધબડકો February 15, Sat, 2025

Crime

જસદણમાં બહેન સાથે દુષ્કર્મ આચરનાર કૌટુંબિક ભાઈની ધરપકડ ફોટા બતાવી બ્લેક મેઈલીંગ કરી કૃત્ય આચરતો’તો February 15, Sat, 2025