ભારત,
બ્રાઝીલને વખાણી રાષ્ટ્રપતિ ટ્રમ્પનો ચૂંટણી સુધારનો આદેશ : મતદારોએ સાબિત કરવી પડશે
નાગરિકતા, બાયોમેટ્રિક ડેટાબેઝ ઉભો કરાશે : કરોડો લોકો બનશે અસરગ્રસ્ત
વોશિંગ્ટન,
તા.ર6 : અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વોટર લિસ્ટવાળી ભારતની ચૂંટણી પ્રક્રિયાના
વખાણ કરી દેશની કેન્દ્રીય ચૂંટણી પ્રક્રિયાને બદલવાના એક કાર્યકારી આદેશ પર હસ્તાક્ષર
કર્યા છે. ટ્રમ્પે અમેરિકામાં ચૂંટણી સુધારની એક મોટી પહેલ કરી છે. વ્હાઈટ હાઉસે ચૂંટણી
સહાયતા આયોગને જારી કરેલા આદેશમાં ટ્રમ્પને ટાંકી કહ્યું કે અમેરિકા ચૂંટણી સુરક્ષા
મામલે ભારત અને બ્રાઝીલ જેવા દેશો કરતાં પાછળ છે જે બાયોમેટ્રિક ડેટાબેઝના માધ્યમથી
મતદાર ઓળખને સુનિશ્ચિત કરે છે.
રાષ્ટ્રપતિ
ટ્રમ્પે આદેશમાં ભારત અને બ્રાઝીલની ચૂંટણી વ્યવસ્થાને ટાંકી પોતાને ત્યાં ચૂંટણી પ્રક્રિયા
મજબૂત બનાવવા પર ભાર મૂક્યો છે. તેમણે આદેશમાં કહ્યંy કે આ દેશોએ મતદાર ઓળખને બાયોમેટ્રિક
ડેટાબેઝ સાથે જોડવાની દિશામાં પગલાં ઉઠાવ્યા છે. ટ્રમ્પ ઈચ્છે છે કે અમેરિકાની ચૂંટણી
પ્રક્રિયા પારદર્શિતા અને નિષ્પક્ષતા સુનિશ્ચિત થવા સાથે છેતરપિંડી અટકાવી શકાય. તેમણે
પ્રશાસનને નવા પગલાં ઉઠાવવા આહ્વાન કર્યુ છે. ટ્રમ્પના આદેશ બાદ અમેરિકામાં ચૂંટણી
પ્રક્રિયામાં નવા સુધારા થશે જે મુજબ મતદારોએ તેઓ અમેરિકાના નાગરિક હોવાની સાબિતી આપવી
પડશે. અમેરિકી નાગરિકતાના દસ્તાવેજી પુરાવા બતાવ્યા બાદ જ મતદાન કરી શકાશે. જે સાથે
ડેટાને આધારે બિન અમેરિકીઓની ઓળખ મેળવાશે. ટ્રમ્પના આવા આદેશથી અનેક લોકોનો મતાધિકાર
છીનવાઈ જાય તેવી સંભાવનાને પગલે દેશમાં ભારે વિરોધ ઉઠી શકે છે.
એક
અહેવાલ મુજબ અમેરિકામાં 9 ટકા નાગરિકો એટલે કે ર.13 કરોડ લોકો પાસે સરકાર દ્વારા આપવામાં
આવતું નાગરિકતાનું પ્રમાણપત્ર નથી. બીજીતરફ લગ્ન બાદ નામ બદલી નાંખતી મહિલાઓને પણ મતદાનમાં
મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. નોંધાયેલું
નામ લગ્ન પહેલાનું હોય અને લગ્ન પછી બદલ્યું હશે તો મુશ્કેલી થશે. આ સિવાય ચૂંટણીના
દિવસે જ મતદાન અને ઈમેઈલ બેલેટ પણ ચૂંટણીના દિવસ સુધી જ માન્ય રાખવા પર ભાર મૂકાયો
છે. મતગણના અંગેના નિયમ અને પ્રક્રિયામાં પણ બદલાવ કરવામાં આવશે.