વોશિંગ્ટન, તા. 14 : બ્લૂ ઓરિજિનના ન્યુ શેપડ સબઓર્બિટલ વ્હીકલ (એનએસ-31)નું 31મી મિશન સફળતાપુર્વક પાર પડયું છે. જેમાં પોપ સિંગર કેટી પેરી સહિત કુલ 6 મહિલાએ 14 એપ્રિલ 2025ના અંતરિક્ષ યાત્રા કરી હતી. આ પહેલા 1963મા વાલેન્ટિના ટેરેશકોવા પહેલી ઓલ ફીમેલ સ્પેસ ક્રૂ બની હતી. આ મિશન દરમિયાન અંતરીક્ષ યાત્રી અમુક મિનિટ માટે શુન્યાવકાશનો અનુભવ કર્યો હતો અને અંતરીક્ષમાંથી પૃથ્વીના દૃશ્ય નિહાળ્યા હતા.
બ્લૂ
ઓરિજિનના ક્રુમાં પોપ સ્ટાર કેટી પેરી, સીબીએસ મોર્નિંગ્સની સહ હોસ્ટ ગેલ કિંગ, લેખિકા
અને બાયોએસ્ટ્રોનોટિક્સ શોધકર્તા અમાન્ડા ગુયેન, સ્ટેમબોર્ડ સીઈઓ અને પૂર્વ નાસા રોકેટ
વૈજ્ઞાનિક આયશા બોવે, ફિલ્મ નિર્માતા કેરિયન ફિલન તેમજ મિશન લીડર લોરેન સાંચેઝ સામેલ
હતા. લોરેન સાંચેઝ બ્લુ ઓરિજિનના સંસ્થાપક જેફ બેઝોસની પાર્ટનર છે. ઉડાન લગભગ 14 મિનિટ
સુધી ચાલી હતી. એનએસ-31 ક્રુ કેપ્સુલ ટેક્સાસના રણમાં સુરક્ષિત ઉતારવામાં આવ્યું હતું.