દેશમાં ચારેય દિશામાં હવામાનનો હાલ અલગ મિજાજ
નવી
દિલ્હી, તા.1પ : આગામી ચોમાસા અંગે ભારતીય હવામાન વિભાગે આગાહી કરી છે કે આ વર્ષે ચોમાસુ
દેશભરમાં સામાન્યથી વધુ એટલે કે 10પ ટકા રહી શકે છે. આ વર્ષે ચોમાસા આડે અલ નીનોનો
ખતરો નથી. સામાન્યથી વધુ વરસાદ કૃષિ માટે મહત્વપુર્ણ બની રહેશે.
વિવિધ
રાજયમાં હાલ હવામાનનો મિજાજ અલગ અલગ છે. કયાંક કાળઝાળ ગરમી, કયાંક આંધી-તોફાન તો કયાંક
વરસાદી માહોલ છે. આઈએમડી અનુસાર પશ્ચિમ રાજસ્થાનથી હિમાલયના ક્ષેત્રો અને દક્ષિણ ભારતથી
પૂર્વોતર સુધી હવામાનની અલગ અલગ ગતિવિધિ જોવા મળી રહી છે.
પશ્ચિમ
અને પૂર્વ રાજસ્થાનમાં 1પથી 18 એપ્રિલ વચ્ચે લૂનો પ્રકોપ જોવા મળશે. ગુજરાતમાં 17મી
સુધી ગરમીમાં કોઈ રાહત મળશે નહીં. દેશમાં હાલ સૌથી વધુ તાપમાન રાજસ્થાનના બાડમેરમાં
4પ.4 ડિગ્રી સે.નોંધાયું છે. જમ્મુ-કાશ્મીર, લદાખ, હિમાચલ અને ઉત્તરાખંડમાં વેસ્ટર્ન
ડિર્સ્ટબન્સની અસરને કારણે વરસાદ, કરા પડવા તથા ઝડપી પવન ફૂંકાઈ શકે છે. દિલ્હી-એનસીઆરમાં
ગરમી, લૂનું જોર યથાવત છે. દિલ્હીમાં તાપમાન 41 ડિગ્રી સે.ને આંબી ગયું છે.
પંજાબ,
હરિયાણા, દિલ્હી અને યુપીમાં 18થી ર0 એપ્રિલ દરમિયાન આંધી-તોફાન તથા વીજળીના કડાકા-ભડાકા
થવાની સંભાવના છે. પૂર્વોતરમાં આસામ, મેઘાલય, મણિપુર, મિઝરોમ, નાગાલેન્ડમાં ઝડપી પવન
સાથે ગાજવીજથી વરસાદ પડી શકે છે. બિહાર, ઝારખંડ, ઓડિશામાં વરસાદ સાથે કરા પડવાની સંભાવના
છે. દક્ષિણમાં કેરળ, તમિલનાડુ, કર્ણાટક અને આંધ્રમાં 17મી સુધીમાં હળવાથી મધ્યમ વરસાદ
વરસી શકે છે.