• બુધવાર, 21 મે, 2025

હજુ કમોસમી વરસાદનો કહેર યથાવત્ : ત્રણ દિવસ વરસાદની આગાહી, જગતાત ચિંતામાં

તાલાલા-ખાંભા બે અને વિસાવદર-બગસરામાં અડધો ઇંચ વરસાદ, તાલાલા મધ્યમાંથી પસાર થતી હિરણ નદીમાં પૂર

સતત ત્રીજા દિવસે આકાશમાંથી માવઠારુપી આફત વરસતા કેરી સહિતના ખેતી પાકને ભારે નુકસાન

રાજકોટ તા.8:સૌરાષ્ટ્ર સહિત ગુજરાતમાં છેલ્લાં ત્રણ દિવસથી મેઘરાજાએ કહેર વરસાવ્યો છે. વરસાદના કારણે ખેડૂતોને ઘણું નુકસાન થયું છે. જોકે, હજુ માવઠારુપી આ આફત ખમૈયા કરવાના મૂડમાં નથી. હવામાન વિભાગ દ્વારા સાયકલોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થવાને કારણે હજુ આગામી ત્રણ દિવસની વરસાદની આગાહી કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતોની ચિંતામાં વધારો થયો છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, આવતીકાલે ગુજરાતના તમામ જિલ્લામાં છૂટાછવાયા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ વરસવાની સંભાવના છે. આ સિવાય શનિવારે રાજ્યના તમામ જિલ્લામાં ગાજવીજ સાથે અમુક સ્થળોએ હળવાથી મધ્યમ વરસાદ વરસવાની આશંકા છે. તેમજ રવિવારે પણ રાજ્યના દરેક જિલ્લામાં ગાજવીજ સાથે અમુક જગ્યાએ હળવાથી મધ્યમ સ્તરે વરસાદ પડવાની સંભાવના છે.  વરસાદ દરમિયાન 52 થી 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ શક્યતા છે. આગામી 24 કલાક બાદ રાજ્યના તાપમાનમાં 2 થી 4 ડિગ્રી સેલ્સિયસનો વધારો થઈ શકે છે.

તાલાલા: બીજા દિવસે પણ બપોર બાદ વરસાદ ખાબક્યો હતો. આજે તાલાલા શહેરમાં બે ઈંચ તથા ગ્રામ્ય વિસ્તારોમાં અડધાથી એક ઈંચ જેટલો વરસાદ પડ્યો છે. અવિરત કમોસમી વરસાદ ચાલુ રહેતા કેસર કેરી સહિત ઉનાળું પાકનાં ભવિષ્ય સામે જોખમ ઉભું થતાં ખેડૂતો ચિંતામાં મુકાઈ ગયા છે. આ ઉપરાંત બે દિવસથી પડી રહેલ આફતરૂપ કમોસમી વરસાદથી કેસર કેરીના બગીચા તથા ખેડૂતોના ખેતરો પાણીથી તરબોળ થઈ ગયા છે. શહેરમાં અને ઉપવારના સારા વરસાદના કારણે શહેરની મધ્યમાંથી પસાર થતી હિરણ નદીમાં પૂર ન્વ્યું હતું.

બગસરા: આજે સતત ત્રીજા દિવસે વરસાદ પડતા જગતનો તાત મુશકેલીમાં મુપકાઇ ગયો છે. આજે વરસાદ પડતાની સાથે જ વીજ પુરવઠો બંધ થઇ ગયો હતો. 11 મીમી વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી.

ડંડાણ: ખાંભા તાલુકાના ત્રાકુડા, માલકનેસ સહિતના ગામમાં બપોરે મીની વાવાઝોડા સાથે બે ઇંચ જેટલો વરસાદ વરસતા રસ્તાઓ પર પાણી વહેતા થયા હતા. તેમજ ખેતી પાકને નુકશાન થયું છે.

જૂનાગઢ: બીજા દિવસે સવારથી જ વરસાદી માહોલ વચ્ચે બપોર બાદ વિસાવદરમાં અડધો ઇંચ કમોસમી વરસાદ વરસ્યો  હતો.

ગીરગઢડા: છેલ્લા ક્ષણ દિવસમાં સવા ત્રણ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. સતત વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાની જવાની ભીતી સેવાઇ રહી છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલની કોલીથડ ચોકડી પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું મૃત્યુ May 21, Wed, 2025