સતત ત્રીજી રાતે પાકિસ્તાની સેનાનું દુ:સાહસ: કચ્છમાં ડ્રોન તોડી પડાયું, બનાસકાંઠામાં ડ્રોનથી રેકી
નવીદિલ્હી,તા.9:
પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારતે પાકિસ્તાન અને પીઓકેમાં આતંકવાદી છાવણીઓને નિશાન બનાવીને
કરેલા ઓપરેશન સિંદૂરને પાકિસ્તાને પોતાનાં દેશ ઉપર હુમલો ગણાવીને ભારત સામે જવાબી કાર્યવાહીનાં
નામે યુદ્ધની ઉશ્કેરણી શરૂ કરી છે. જેમાં આજે સતત ત્રીજી રાત્રે પણ પાકિસ્તાને ભારતની
પશ્ચિમથી ઉત્તરી સીમાએ ડ્રોન હુમલાનાં પ્રયાસો કર્યા હતાં અને સતર્ક ભારતીય દળોએ તેને
સજ્જતાથી વિફળ બનાવી દીધા હતાં. આજે શુક્રવારની રાતે 8 વાગ્યાનાં સુમારે પાકિસ્તાની
સેનાએ ભારતને ઉશ્કેરતા ડ્રોન હુમલામાં ગુજરાતમાં કચ્છ અને બનાસકાંઠા ઉપરાંત પંજાબ,
રાજસ્થાન અને જમ્મુ-કાશ્મીરમાં કુલ 26 જેટલા શહેરો અને સ્થાનોને નિશાન બનાવવાનાં પ્રયાસ
કર્યા હતાં. ભારતીય દળોએ અને અત્યાધુનિક એર ડિફેન્સ સિસ્ટમે આમાં સંખ્યાબંધ ડ્રોન તોડી
પાડયા હતાં.
સમાચાર
માધ્યમોનાં અહેવાલો અનુસાર ગુજરાતમાં કચ્છ સીમાએ આશરે 10 જેટલા ડ્રોનથી હુમલા અને રેકીનાં
પ્રયાસ થયા હતાં. જેમાંથી કેટલાક ડ્રોન તોડી પાડવામાં આવ્યા હતાં. આવી જ રીતે બનાસકાંઠામાં
પણ 10-12 જેટલા ડ્રોનથી રેકીનો પ્રયાસ કરાયો હતો.
જમ્મુ-કાશ્મીરમાં
જમ્મુ, સાંબા, રાજૌરી, અવંતીપુરા, પૂંચ, કુપવાડા, નૌશેરા અને બારામુલ્લામાં ડ્રોન હુમલાનાં
પ્રયાસ થયા હતાં. આવી જ રીતે પંજાબમાં ફિરોઝપુર, અમૃતસર, પઠાણકોટ, ગુરદાસપુર, કરતાપુર
અને ભટિંડામાં પણ ડ્રોન ઝળક્યા હતાં અને કેટલાક તોડી પડાયા હતાં. રાજસ્થાનમાં પોખરણ,
બાડમેર, શ્રીગંગાનગર અને જેસલમેરમાં પણ પાકિસ્તાની ડ્રોનને તોડવામાં અને તગેડી મૂકવામાં
આવ્યા હતાં.
પાકિસ્તાને
ભારત પર હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ હરિયાણા, રાજસ્થાન હાઈએલર્ટ પર છે. નેપાળ
સાથે જોડાયેલા બિહારના 7 જિલ્લામાં વિશેષ કાળજી રાખવામાં આવી રહી છે. બિહારમાં પોલીસ
અને સરકારી કર્મચારીઓની રજા રદ કરી દેવામાં આવી છે. પ્રશાસન ર4 કલાક એલર્ટ મોડમાં છે.
બાંગ્લાદેશ સાથે જોડાયેલી સરહદે ર મહિના માટે રાતે 8 થી સવારે 8 સુધી કફર્યુ લાદવામાં
આવ્યો છે.
અંબાલાથી
70 કિમી દૂર નાપાક ડ્રોન્સ દેખાયાના અહેવાલ છે. અંબાલામાં શુક્રવારે સવારે 10 વાગ્યાથી
સતત 48 મિનિટ સુધી સાયરન વગાડવામાં આવ્યું હતું. રાજસ્થાન પર પાકિસ્તાનના ડ્રોન હુમલા
બાદ જેસલમેરમાં એક જીવતો બોમ્બ મળી આવ્યો હતો. ટ્રેનો તાબડતોબ રોકી દેવામાં આવી હતી.
બીકાનેરમાં હુમલાની આશંકાએ હોસ્ટેલ ખાલી કરાવાઈ હતી. જેસલમેરમાં લગ્ન પ્રસંગ દિવસે
જ રાખવા આદેશ અપાયો છે.
અંબાલાની
તમામ શાળાઓમાં રજા જાહેર કરી દેવામાં આવી છે. અંબાલાના જિલ્લા મેજિસ્ટ્રેટે આજે રાત્રે
8 થી શનિવારે સવારે 6 વાગ્યા સુધી બ્લેકઆઉટનો આદેશ આપ્યો છે. નાગરિકોને ઈમરજન્સીની
સ્થિતીમાં જ ઘરની બહાર નિકળવા સૂચના આપવામાં આવી છે. અંબાલા યુદ્ધના સંજોગમાં સંવેદનશીલ
છે કારણ કે ત્યાં આર્મી કેન્ટ સાથે એરફોર્સ સ્ટેશન પણ છે. જેથી અંબાલામાં એર એટેકની
આશંકા છે. હિસારના મહારાજા અગ્રસેન એરપોર્ટને યુદ્ધ માટે તૈયાર કરતાં સૈન્યએ તેનો કબ્જો
લીધો છે. અહીંથી વિમાન સેવા રદ કરી દેવામાં આવી છે.
પંજાબ
અને ચંડીગઢ પર પાકિસ્તાને હુમલાનો નિષ્ફળ પ્રયાસ કર્યા બાદ હરિયાણામાં એલર્ટ વચ્ચે
ફાયર બ્રિગેડના જવાનો સતર્ક છે. અજાણ્યું ડ્રોન જોવા મળ્યાના અહેવાલો વચ્ચે બપોર બાદ
સ્થિતી સામાન્ય રહી હતી. અંબાલામાં સાંજે 7 વાગ્યા બાદ બજારો બંધ રહેશે. બુધવારે અને
ગુરુવારે રાત્રે પાકિસ્તાન તરફથી પંજાબ અને રાજસ્થાન પર હુમલાનો વારંવાર પ્રયાસ કરાયો
હતો. મોટાભાગના ડ્રોન અને મિસાઈલને હવામાં જ તોડી પડાયા હતા.
બિહાર
સાથે નેપાળની 7ર9 કિમી સરહદ જોડાયેલી છે. અહીં અવરજવર કરતાં દરેકની તલાશી લેવામાં આવી
રહી છે. વાલ્મીકિનગર,પ yર્વ ચંપારણ, સીતામઢી, ભિટઠામોડ, મધુબની, મધવાપુર, લૌકહા તથા
અરરિયા અને કિશનગંજ બોર્ડર પર સાવચેતી વધારાઈ છે. સરહદે સુરક્ષા તપાસમાં આધાર ઉપરાંત
ફિન્ગર પ્રિન્ટ અને આંખના રેટિનાથી પણ તલાશી લેવાઈ રહી છે. તલાશી દરમિયાન નેપાળ સરહદે
4પ વર્ષનો એક તિબેટી શખસ ગેરકાયદે ઘૂસણખોરી કરતાં ઝડપાયો હતો.
કાયર
પાકિસ્તાને નાગરિકોને ઢાલ બનાવ્યા
300-400
ડ્રોનથી પાકિસ્તાને હુમલો કર્યો, વળતા જવાબમાં પાકિસ્તાનને મોટું નુકસાન, ડ્રોન તુર્કીના
: હુમલા સમયે નાગરિક વિમાનોનું સંચાલન બંધ ન કર્યું
નવી
દિલ્હી, તા. 9 : પાકિસ્તાન દ્વારા ગુરૂવારે રાત્રે કરવામાં આવેલા હુમલા અને તેના વળતા
પ્રહાર બાદ શુક્રવારે ફરી એક વખત વિદેશ સચિવ વિક્રમ મિસરી, કર્નલ સોફિયા કુરેશી અને
વિંગ કમાન્ડર વ્યોમિકા સિંહે તમામ જાણકારી આપી હતી. જેમાં કહેવામાં આવ્યું હતું કે
પાકિસ્તાન દ્વારા 300-400 ડ્રોન મારફતે હુમલો કરવામાં આવ્યો હતો. આ ડ્રોન પ્રાથમિક
તપાસમાં તુર્કીના હોવાનું સામે આવ્યું છે. ડ્રોન હુમલાનો હેતુ ગુપ્ત માહિતી એકત્રિત
કરવાનો અને ભારતીય રક્ષા ક્ષમતા જાણવાનો પણ હોય શકે તેવી સંભાવના વ્યક્ત કરી હતી.જ્યારે
વળતા પ્રહારમાં ભારતે પાકિસ્તાનની ચાર એર ડિફેન્સ સિસ્ટમ નિશાને લીધી હતી અને એક સિસ્ટમ
તબાહ કરી હતી. વિક્રમ મિસરીએ જાણકારી આપતા કહ્યું હતું કે પાકિસ્તાન દ્વારા ગુરુદ્વારા,
કોન્વેન્ટ અને મંદિર સહિતના પૂજા સ્થળો
નિશાન
બનાવાયા છે. પાકિસ્તાને સરહદે કરેલા ગોળીબારમાં અમુક જવાનો પ્રભાવિત થયા છે. જ્યારે
ભારતે આપેલા જવાબમાં પાકિસ્તાની સેનાને મોટું નુકસાન થયું છે.
ગુરૂવારની
સાંજે પશ્ચિમી સરહદે લાંબા સમય સુધી ડ્રોન અને મિસાઈલ મારફતે પાકિસ્તાન દ્વારા કરવામાં
આવેલા હુમલા ઉપર આજે વિદેશ મંત્રાલય દ્વારા પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી હતી. જેમાં
સેના તરફથી શુક્રવારે પણ કર્નલ સોફિયા કુરેશી અને વાયુસેનાના વિંગ કમાન્ડર વ્યોમિકા
સિંહે જાણકારી આપી હતી. બન્ને મહિલા સૈન્ય અધિકારી સાથે વિદેશ સચિવ વિક્રમ મિસરી પણ
હાજર રહ્યા હતા. પ્રેસ કોન્ફરન્સમાં કહેવામાં આવ્યું હતું કે ગુરૂવારે પાકિસ્તાને કાયરતાપુર્ણ
હરકત માટે નાગરિક વિમાનોનો ઢાલ તરીકે ઉપયોગ કર્યો હતો. જેથી જવાબી કાર્યવાહી કરવામાં
ભારતને પરેશાની રહે. હુમલા દરમિયાન પણ પાકિસ્તાને પોતાના નાગરિક વિમાનોનું સંચાલન બંધ
કર્યું નહોતું.
કર્નલ
સોફિયા કુરેશીએ કહ્યું હતું કે પાકિસ્તાન તરફથી હુમલો કરવામાં આવ્યો ત્યારે કરાચી અને
લાહોર જેવા મોટા શહેરોમાં પેસેન્જર વિમાનો ઉડાન ભરી રહ્યા હતા. જેમાં સામાન્ય નાગરિકોનો
જીવ જાણીજોઈને જોખમમાં મુકવામાં આવ્યો હતો.
કુરેશીએ
કહ્યું હતું કે, પાકિસ્તાને ગુરૂવારે સાંજે કુલ 36 જગ્યાએ હુમલાની કોશિશ કરી હતી. જેને
સેનાએ નાકામ કરી હતી. આ દરમિયાન 300થી 400 ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. શરૂઆતી
તપાસમાં સામે આવ્યું છે કે પાકિસ્તાને ઉપયોગમાં લીધેલા ડ્રોન તુર્કીના છે. આ ડ્રોન
તુર્કીના આસિસગાર્ડ સોનગર મોડેલ હતા. જેનો ઉપયોગ દેખરેખ અને સટીક હુમલા માટે કરવામાં
આવે છે. ભારતીય વાયુસેનાએ આ હુમલાનો તત્કાળ
જવાબ આપતા એક ડ્રોન કાઉન્ટર એટેક કર્યો હતો. જેમાં પાકિસ્તાનની સર્વેલન્સ રડાર પ્રણાલીને
પુરી રીતે નષ્ટ કરવામાં આવી હતી. કુરેશીએ એમ પણ કહ્યું હતું કે ભારતે કરેલી જવાબી કાર્યવાહી
ખુબ જ સીમિત હતી અને તેમાં પાકિસ્તાની સેનાને ભારે નુકસાન થયું છે.
વિંગ
કમાન્ડર વ્યોમિકા સિંહે કહ્યું હતું કે, 8-9 મેની રાત્રે પાકિસ્તાની સેનાએ પુરા પશ્ચિમી
સરહદ વિસ્તારમાં ભારતીય હવાઈ ક્ષેત્રનું વારંવાર ઉલ્લંઘન કર્યું હતું. વધુમાં એલઓસીએ
ભારે કેલિબર હથિયારથી ગોળીબાર કર્યો હતો. ડ્રોન હુમલાનો હેતુ ભારતીય એર ડિફેન્સ સિસ્ટમની
ક્ષમતા જાણવાનો અને ગુપ્ત માહિતી એકત્રિત કરવાનો હતો. સ્થિતિ અને સમય એ સમયે ગંભીર
બન્યા હતા જ્યારે પાકિસ્તાનનું એક સશત્ર યુએવી ભટિંડાના સૈન્ય સ્ટેશનને નિશાન બનાવવાની
કોશિશ કરી રહ્યું હતું. જો કે સમય રહેતા જ યુએવી નષ્ટ કરી દેવાયું હતું. બાદમાં ભારત
તરફથી ચાર પાકિસ્તાની એર ડિફેન્સ સાઈટસ ઉપર સશત્ર ડ્રોન મોકલવામાં આવ્યા હતા. જેમાંથી
એક ડ્રોને એક એર ડિફેન્સ સિસ્ટમને નષ્ટ કરી દીધી હતી.
વિદેશ
સચિવ વિક્રમ મિસરીએ વધુ જાણકારી આપતા કહ્યું હતુ કે, પાકિસ્તાને ભારત સામે ઉશ્કેરણીજનક
સૈન્ય કાર્યવાહી કરતા કંધાર, ઉરી, પુંચ, રાજૌરી, અખનૂર અને ઉધમપુર જેવા એલઓસી પાસેના
વિસ્તારોમાં ભારે ગોળીબાર કર્યો હતો. ભારતીય સુરક્ષા દળને આ હુમલામાં અમુક નુકસાન થયું
છે. જો કે જવાબી કાર્યવાહીમાં પાકિસ્તાની સેનાને પણ મોટું નુકસાન થયું છે. પાકિસ્તાનો
હુમલો સૈન્ય પ્રતિષ્ઠાન ઉપર કેન્દ્રીત હોવાથી સાથે ભારતીય શહેરો, નાગરિક ઈન્ફ્રાસ્ટ્રચરને
લક્ષ્ય બનાવનારો હતો.
મિસરીના
કહેવા અનુસાર સાતમી મેના રોજ પાકિસ્તાન તરફથી કરવામાં આવેલા ગોળીબારમાં પુંચ જીલ્લાની
એક કોન્વેન્ટ શાળાના બે છાત્રોના મૃત્યુ થયા છે. વધુમાં પાકિસ્તાને ગુરૂદ્વારા સહિત
રહેણાંક વિસ્તારોને નિશાન બનાવ્યા હતા. પાકિસ્તાને ગુરૂદ્વારા, કોન્વેન્ટ અને મંદિરો
સહિત પૂજા સ્થળોને નિશાન બનાવ્યા છે અને ગોળીબાર કર્યો છે.