• બુધવાર, 21 મે, 2025

વિશ્વ મંચ પર પાકિસ્તાને ખોળો પાથર્યો

IMF પાસે નવી લોનની માગ: ભારતનો વિરોધ, મતદાનમાં ગેરહાજર

 

વોશિંગ્ટન તા.9 : વિશ્વમાં કટોરો લઈને ફરતાં પાકિસ્તાનની આર્થિક હાલત વધું કથળી ગઈ છે. પાકિસ્તાનને નવું ઋણ (લોન) આપવી કે નહીં ? તેનો નિર્ણય લેવા માટે આજે વોશિંગ્ટનમાં આંતરરાષ્ટ્રીય મુદ્રા કોષ(આઈએમએફ)ની મહત્વની બેઠક યોજાઈ હતી. જેમાં ભારતે પાકિસ્તાનને કોઈપણ નવા કરજ નહીં આપવાનો આગ્રહ રાખ્યો હતો અને જો તેને કોઈ નવું ઋણ દેવામાં આવે તો તેનો દુરુપયોગ થવાની આશંકા પણ વ્યક્ત કરી હતી. આ સાથે જ ભારત પાક. માટે બેલઆઉટ પેકેજનો નિર્ણય કરવા માટે થયેલા મતદાનમાં પણ ગેરહાજર રહ્યું હતું.

ભારત સામે યુદ્ધમાં ઉતરવાની ગુસ્તાખી કરનાર પાકિસ્તાન પાસે દેશ ચલાવવા નાણાં નથી. પાક.ની આર્થિક શાખાએ ટ્વિટ કરીને વર્લ્ડ બેંક, આઈએમએફ અને મિત્ર દેશો પાસે આર્થિક મદદ માગી છે. ટ્વિટમાં તેણે કહયું કે ભારત સાથે યુદ્ધને કારણે અમારી આર્થિક હાલત બગડી છે અને મદદની જરુર છે. દરમિયાન વોશિંગ્ટનમાં આજે પાકિસ્તાનને નવી લોન અંગે આઈએમએફની બેઠકમાં  નિર્ણય લેવા માટે મહત્વની બેઠક યોજાઈ હતી.

 ભારતે પાકિસ્તાનને લોન સામે વાંધો ઉઠાવતાં કહ્યંy છે કે પાકિસ્તાનને ખુલ્લા હાથે લોન ન આપવી જોઈએ. તે એવો દેશ છે જે આંતકવાદને પોષે છે. તેને આર્થિક મદદનો અર્થ છે આતંકવાદને પ્રોત્સાહન આપવું. પાકિસ્તાન છેલ્લા કેટલાક વર્ષોથી વર્લ્ડ બેંક અને આઈએમએફ પાસેથી એક પછી એક બેલઆઉટ પેકેજ લઈ રહયું છે. ર0ર4માં પાકિસ્તાનનું કુલ દેવું 130 અબજ ડોલરને પાર પહોંચ્યુ હતુ જેમાં ર0 ટકા લેણું એકલા ચીનનું છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલની કોલીથડ ચોકડી પાસે ટ્રેકટર પાછળ બાઈક ઘૂસી જતાં યુવકનું મૃત્યુ May 21, Wed, 2025