• ગુરુવાર, 19 જૂન, 2025

273 ડ્રોનથી રશિયાનો યુક્રેન પર હુમલો

શાંતિ મંત્રણા પડી ભાંગ્યા બાદ સૌથી મોટો હવાઈ હુમલો : જાનહાની ઓછી, નુકસાન વધુ

કીવ તા.18 : શાંતિ મંત્રણા પડી ભાંગ્યા બાદ રશિયાએ યુક્રેન ઉપર અત્યાર સુધીનો સૌથી મોટો ડ્રોન હુમલો કર્યો છે. રશિયાએ યુક્રેન ઉપર એકસાથે ર73 ડ્રોન દાગ્યા છે. જેને પગલે ચારેબાજુ ભારે તબાહી મચી છે. અનેક ઈમારતોને ભારે નુકસાન થયું છે. આ હુમલામાં જાનહાની ઓછી અને નુકસાન વધુ થયું છે.

યુક્રેની અધિકારીઓ અનુસાર યુદ્ધ શરુ થયા બાદ અત્યાર સુધીમાં રશિયાનો આ સૌથી મોટો હવાઈ હુમલો છે. હુમલામાં અનેક લોકોના મૃત્યુ થયાની તથા અનેક ઈજાગ્રસ્ત થયાની સંભાવના છે. યુક્રેન વાયુસેના અનુસાર રશિયાએ મોટાભાગના હુમલા કીવના કેન્દ્રિય ક્ષેત્ર અને દેશના પુર્વ ભાગ ડનિપ્રોપેત્રોવ્સ્ક તથા ડોનેસ્ક પર કર્યા છે. આ  પહેલા ફેબ્રુઆરીમાં રશિયાએ એક સાથે ર67 ડ્રોનથી હુમલો કર્યો હતો જે એક રેકોર્ડ હતો. બીજીતરફ યુક્રેને 88 ડ્રોનને તોડી પાડયાનો દાવો કર્યો છે. 1ર8 ડ્રોન કોઈ પણ જાતની ટક્કર વિના તૂટી

પડયાનું જણાવાયુ છે. તુર્કીયના ઈસ્તાંબુલમાં રશિયા અને યુક્રેન વચ્ચે શાંતિ મંત્રણા થવાની હતી જે બાદ સીઝફાયરની સંભાવના હતી પરંતુ કથિતરુપે અમેરિકાની દખલ અને બેઠકમાં સામેલ થવાની જીદને પગલે પુતિન નારાજ થયા અને મંત્રણા માટે આવ્યા ન હતા. યુદ્ધવિરામ સમજૂતી પર કોઈ વાત ન થઈ અને રશિયાએ યુક્રેન ઉપર હુમલા એકાએક વધારી દીધા છે.

---------

ગાઝામાં વિનાશ વેરતી ઈઝરાયલની એરસ્ટ્રાઈક : 100થી વધુ મૃત્યુ

નવીદિલ્હી,તા.18: હમાસ સામેની જંગમાં ઈઝરાયલે આજે ફરી એકવાર ગાઝામાં વિનાશ વેરતી એરસ્ટ્રાઈક કરી હતી. ઈઝરાયલે સતત ચોથા દિવસે ગાઝામાં કરેલા આ હુમલામાં 100થી વધુ લોકોનાં મૃત્યુ નીપજ્યા હોવાનું જાણવા મળે છે.

ગાઝા સ્થિત આરોગ્ય કર્મચારીઓએ કહ્યું હતું કે, ઈઝરાયલી સેનાએ શનિવારની રાતથી રવિવાર સુધી એરસ્ટ્રાઈક કરતા ઓછમાં ઓછા 103 લોકોના મોત થયા છે. ઈઝરાયલ સતત પાંચ દિવસથી ગાઝામાં હુમલાઓ કરી રહ્યું છે, જેમાં કુલ 320 લોકોના મોત થયા છે. ઈઝરાયલનાં આવા હુમલાઓમાં સામાન્ય નાગરિકોના મોત થઈ રહ્યાં હોવાનું  કહેવાય છે. હુમલામાં હોસ્પિટલો અને અનેક બિલ્ડીંગોને પણ નુકસાન થયું છે. હોસ્પિટલમાં જે દર્દીઓ સારવાર લઈ રહ્યા છે, તેઓ પહેલેથી જ હુમલાનો શિકાર બનેલા છે અને હવે તેઓ વધુ મુશ્કેલીમાં મૂકાઈ ગયા છે.

સેનાએ ગાઝાના દક્ષિણ શહેર ખાન યુનિસમાં મિસાઈલ એટેક કરતા 18 બાળકો અને 14 મહિલા સહિત 48થી વધુ લોકોના મોત થયા છે. નાસિર હોસ્પિટલે કહ્યું કે, સેનાના અનેક હુમલામાં વિસ્થપિત લોકોની શરણાર્થી શિબિરને પણ ઘણું નુકસાન થયું છે. ગાઝા આરોગ્ય મંત્રાલય અને સ્થાનિક સિવિલ ડિફેન્સ તરફથી મળેલી માહિતી મુજબ કહ્યું કે, નોર્થ ગાઝાના જબાલિયામાં શરણાર્થી શિબિર પર પણ મિસાઈલ ત્રાટકી છે, જેમાં એક જ પરિવારના 9 સભ્યોના મોત થયા છે. આ ઉપરાંત અન્ય એક હુમલામાં સાત બાળકો અને એક મહિલા સહિત 10 લોકોના મોત થયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક