• ગુરુવાર, 19 જૂન, 2025

હૈદરાબાદમાં ચારમિનાર પાસે ઈમારતમાં આગ : 17નાં મૃત્યુ

મૃતકોમાં આઠ બાળકો અને મહિલાઓ પણ સામેલ : મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

હૈદરાબાદ, તા. 18 : હૈદરાબાદની ઐતિહાસિક ચારમીનાર પાસે ગુલઝાર હાઉસની એક ઈમારતમાં રવિવારે ભીષણ આગ લાગતા આઠ બાળકો સહિત 17 લોકોના મૃત્યુ થયા છે. મૃતકોમાં મહિલાઓ પણ સામેલ છે. પોલીસના કહેવા પ્રમાણે ઈમારતમાં વધુ લોકો ફસાયા હોવાની આશંકાના પગલે રેસ્કયુ ઓપરેશન કરવામાં આવી રહ્યું હતું.

ઘટના ઉપર દુ:ખ વ્યક્ત કરતા પીએમ મોદીએ મૃતકોના પરિજનોને બે લાખ રૂપિયા સહાય અને  ઘાયલોને 50 હજાર રૂપિયા આપવાનું એલાન કર્યું છે. સાથે જ તેલંગણના મંત્રી પોન્નમ પ્રભાકરે કહ્યું હતું કે રાજ્ય સરકાર તપાસ બાદ મૃતકોના પરિજનોને 4-4 લાખ રૂપિયાની આર્થિક સહાયતા આપવાની ઘોષણા કરી શકે છે. પોલીસ અનુસાર દુર્ઘટનામાં અમુક મૃત લોકોની ઓળખ અભિષેક મોદી (30), રાજેન્દ્ર કુમાર(67), મુન્નભાઈ (72), સુમિત્રા(65), ઈરાજ(2), આરુષિ જૈન (17), હર્ષાલી ગુપ્તા (7) અને શીતલ જૈન(37)ના રૂપમાં થઈ છે. પોલીસે કહ્યુyં હતું કે 10થી 15 લોકોને સફળતાપૂર્વક રીતે બચાવી લેવામાં આવ્યા છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક