• ગુરુવાર, 19 જૂન, 2025

રાજકોટમાં 38 ગુનેગારોએ ખડકેલી 65 મિલકતો ઉપર બુલડોઝર ફર્યું

રૈયાધાર વિસ્તારમાં મેગા ડિમોલિશન : 6.52 કરોડની જમીન ખુલ્લી કરાઈ, 110 જેટલા જવાનોનો ચુસ્ત બંદોબસ્ત

(ફૂલછાબ ન્યૂઝ)

રાજકોટ, તા.19: સમગ્ર ગુજરાતના ગુનેગારોના ખડકાયેલા ગેરકાયદે બાંધકામ પર પોલીસ કાર્યવાહી કરી રહી છે ત્યારે રાજકોટ પોલીસે પણ 38 જેટલા ગુનેગારોની ગેરકાયદે ખડકાયેલી 65 મિલકતો પર બુલડોઝર ફેરવી આકરી કાર્યવાહી કરી છે. જેમાં રાજકોટના રૈયાધાર વિસ્તારમાં રૂ.6.52 કરોડની જમીન ખુલ્લી કરાવાઈ છે. આજે સોમવારે હાથ ધરાયેલા આ સમગ્ર ઓપરેશનમાં પોલીસ તંત્ર, મનપા અને પીજીવીસીએલ સહિતનો સ્ટાફ જોડાયો હતો.  

ગઈકાલ વહેલી સવારથી જ ડીસીપી જગદીશ બાંગરવા, એસીપી રાધીકા ભારાઈ, યુની. પોલીસ મથકના પીઆઈ એચ.એન.પટેલ અને ટીમ તંત્રને સાથે રાખી આરોપીઓ હજુ આરામમાં હતાં ત્યાં જ બુલડોઝર લઈ રૈયાગામ સહિતના વિસ્તારોમાં પહોંચી ગયાં હતાં અને વહેલી સવારમાં જ બુલડોઝરની ધણધણાટી બોલી ગઈ હતી. પોલીસની યાદી મુજબ, હત્યાના ગુનામાં સંડોવાયેલા ખુશાલ હમીર મેરિયા, હમીર મનજી મેરિયા (રહે. પરશુરામ ચોકડી, પાસે), તોસિફ બસીર ખાંડું (રહે. શાંતિનગરના ગેટ પાસે, રૈયાધાર), રાજેશ બીજલ ભોણીયા (રહે. રૈયાધાર) અને શહેજાદ ઉર્ફે નવાઝ સુલતાન જલવાણી (રહે. રૈયાગામ) સહિત ધાડ, લૂંટ, રાયાટિંગ, દારૂ, જુગાર, ઘરફોડ ચોરી સહિતના ગુનામાં સંડોવાયેલ 20 મહિલા સહિત 38 આરોપીના ગેરકાયદે ખડકેલ બાંધકામ પર બુલડોઝર ફરી વળતાં ગુનેગારોમાં સોપો પડી ગયો હતો. પોલીસે કરેલ ડીમોલેશનમાં કુલ ગુનેગારોએ દબાવેલી 2610 ચોરસ મીટર રૂ.6.52 કરોડની કિંમતની જગ્યા ખુલ્લી કરી હતી. શહેરના સૌથી મોટા ડીમોલેશનની કામગીરીમાં શહેરના અલગ-અલગ 7 પોલીસ મથકના 110 થી વધુ પોલીસ સ્ટાફ બંદોબસ્તમાં હાજર રહી આ કામગીરી સંભાળી હતી. 456 ગુનાના આરોપીના ગેરકાયદે મકાન પાડવા ઉઈઙ જગદીશ બાંગરવા વ્હેલી સવારે 6 વાગ્યાથી ખડેપગે રહ્યાં હતા. રાજકોટના રૈયા ધાર, રૈયાગામ અને પરશુરામ ચોકડી પાસે આવેલી હત્યાના ગુનામાં સંડોવાયેલ ચાર આરોપી સહિત 38 અસામાજિક તત્વોના ગેરકાયદેસર રીતે ખડકાયેલી 65 મિલકત પર પોલીસે બુલડોઝર ફેરવી દઈ રૂ.6.52 કરોડની જગ્યા ખાલી કરાવાઈ છે. રાજ્ય પોલીસ વડા વિકાસ સહાય દ્વારા 100 કલાકના એજન્ડા દ્વારા રાજ્ય ભરના આરોપીઓની યાદી તૈયાર કરાઈ હતી. જેમાં શહેર પોલીસ કમિશનર બ્રજેશ કુમાર ઝા, એડી. સીપી મહેન્દ્ર બગડીયાની સૂચનાથી શહેર પોલીસે શહેરના 700 થી વધુ ગુનેગારોનું લિસ્ટ તૈયાર કરી એક બાદ એક આરોપીઓના ગેરકાયદેસર ખડકેલ બાંધકામ પર બુલડોઝર ફરી રહ્યાં છે.

ગેરકાયદે બાંધકામ કરનાર ગુનેગારોના નામ

રૈયાગામ સહિતના વિસ્તારોમાં નામચીન ગુનેગારોએ ગેરકાયદેસર બાંધકામ ખડકી દીધા હતા. જેમના પર પોલીસનું બુલડોઝર ફરી વળ્યું છે. જેમાં ખુશાલ હમીર મેરિયા 8, વાલજી ઉર્ફે સાડમિયા 18, તોફિક ખાંડું 21, રાજેશ ભોણીયા 11, પિયુષ ડાભી 12, આનંદ ઉર્ફે બાબુ પરમાર 10, પ્રકાશ જાદવ 11, ભૂપત ચૌહાણ 11, કિરણ પરમાર 8, રુપલ મકવાણા 21, ચંદા મુખરજી 12, જયા સાડમિયા 16, ગુલાબ સાડમિયા 20, નિમુ વઢવણીયા 10, વસંત સાડમિયા 8, વસંત વાજેલીયા 10, રાયાસિંગ વાજેલીયા 8, વિક્રમ વાજેલીયા 9, કંકુ વાજેલીયા 5, ચંપા વાજેલીયા 13, જાનુ વાજેલીયા 27, શહેજાદ ઉર્ફે નવાજ જલવાણી 9, રાહ્નલ ચૌહાણ 11, ઉષા વાઘેલા 7, કૌશલ મકવાણા 6, નાથી ચાણકીયા 9, રાજુ વઢવણીયા 5, ગીતા મકવાણ 12, મનસુખ વાજેલીયા 8, ડિમ્પલ સાડમિયા 10, મુનિ અલ્તાફ પરમાર 15, સાયરા મુનશી 15, લાલા ભોણીયા 12, હસમુખ મકવાણા 14, ભીખા અધારિયા 16, નયના જખાનીયા 14, કંચન પરમાર 8, કાજલ સાડમિયા પર 13 ગુના નોંધાયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક