• ગુરુવાર, 19 જૂન, 2025

બંધારણીય ભંગના પુરાવા પછી જ દખલ : સુપ્રીમ

-નવા વકફ કાયદાને પડકારતી અરજીઓ પર સુનાવણી : ખજુરાહો મંદિરનો ઉલ્લેખ

નવી દિલ્હી તા.ર0 : નવા વકફ કાયદાને પડકારતી વિવિધ અરજીઓ પર સુનાવણી કરતાં સુપ્રીમ કોર્ટે સ્પષ્ટ કહ્યું છે કે બંધારણનો ભંગ થયાના ઠોસ પુરાવા રજૂ થયા બાદ જ કોર્ટ તેમાં હસ્તક્ષેપ (દખલ) કરશે. સુપ્રીમ કોર્ટે મંગળવારે વકફ સંશોધન અધિનિયમ ર0રપની બંધારણીય કાયદેસરતાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરી હતી.

ચીફ જસિટસ ઓફ ઈન્ડિયા ભૂષણ રામકૃષ્ણ ગવઈની આગેવાની હેઠળની બે સદસ્યની ખંડપીઠે બંન્ને પક્ષકારોની દલીલો સાંભળી હતી. સુનાવણી દરમિયાન કોર્ટે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલા કાયદાઓની બંધારણિય કાયદેસરતા અંગે મહત્વની ટિપ્પણી કરી હતી. કોર્ટે કહ્યું કે સંસદ દ્વારા પસાર કરવામાં આવેલાકાયદાઓમાં બંધારણની ધારણાં હોય છે અને કોઈ કાયદો બંધારણીય ત્યારે નથી જયાં સુધી કોઈ ઠોસ મામલો સામે ન આવે, અદાલતો ત્યાં સુધી તેમાં હસ્તક્ષેપ ન કરી શકે.

કેન્દ્ર સરકાર તરફથી સોલિસીટર જનરલ તુષાર મેહતાએ દલીલો રજૂ કરી હતી. અરજદારો તરફથી કપિલ સિબ્બલ અને અભિષેક મનુ સિંઘવી હાજર હતા. સુનાવણી શરુ થતાં સુપ્રીમે ત્રણ મુખ્ય મુદ્દા સીમિત કર્યા અને કહયું કે  હાલ વકફ બાય યૂઝર, વકફ પરિષદ અને રાજય વકફ બોર્ડોમાં બિન મુસ્લિમોની નિયુક્તિ તથા વકફ હેઠળ સરકારી જમીનની ઓળખ સુધી જ સુનાવણીને કેન્દ્રિત રાખવામાં આવે. વચગાળાના આદેશ પહેલા મુદ્દાઓ નિર્ધારિત કરવાના કેન્દ્રના આગ્રહ  પર અરજદારો તરફથી દલીલ રજૂ કરાઈ કે આ ત્રણ મુદા સિવાય અન્ય મુદાઓ પર પણ સુનાવણી કરવામાં આવે. આ મહત્વના કાયદા પર ટૂકડાઓમાં સુનાવણી ન થઈ  શકે. અરજદાર પક્ષ તરફથી કપિલ સિબ્બલે આરોપ લગાવ્યો કે કેન્દ્ર સરકાર આ કાયદા દ્વારા વકફની સંપત્તિઓ પર કબ્જો કરવા ઈચ્છે છે. સુનાવણીમાં ઐતિહાસિક સ્મારકોનો મુદ્દો ચર્ચાયો ત્યારે જસ્ટિસ ગવઈએ કહયું કે એવું નથી કે સરકારી નિયંત્રણમાં જવાથી અધિકાર પ્રભાવિત થશે. ખજુરાહો હાલ સંરક્ષિત સ્મારક છે તેમ છતાં ત્યાંના મંદિરોમાં સામાન્ય લોકો પૂજા કરી શકે છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક