• ગુરુવાર, 19 જૂન, 2025

ચોમાસું પૂરપાટ : 4-5 દિવસમાં જ આગમનના એંધાણ

 -હવામાન વિભાગની આગાહી : કેરળમાં 27મેના પૂર્વાનુમાન કરતાં પણ વહેલું, કેરળ, કર્ણાટકમાં ભારે વરસાદનું એલર્ટ

નવી દિલ્હી, તા.ર0 : કાળઝાળ ગરમીમાં જેની આતુરતાથી રાહ જોવાઈ રહી છે તે દક્ષિણ પશ્ચિમ નૈઋઍત્ય ચોમાસું પૂરપાટ આગળ વધી રહ્યું છે અને કેરળમાં નિર્ધારિત સમય કરતાં વહેલા ટકોરા મારી શકે છે.

ભારતીય હવામાન વિભાગે મંગળવારે દેશવાસીઓને ગૂડ ન્યૂઝ આપ્યા કે આગામી ચાર થી પાંચ દિવસમાં જ ચોમાસું કેરળમાં પ્રવેશી શકે છે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂને કેરળ પહોંચે છે પરંતુ આ વર્ષે તે વહેલું આગમન કરે તેવી સંભાવના છે. આ પહેલા ચોમાસાની ર7 મે આસપાસ આગમનની આગાહી કરાઈ હતી. જો આ વર્ષે ર7 મે પહેલા ચોમાસું કેરળમાં આવી પહોંચ્યું તો વર્ષ ર009 બાદ સૌથી વહેલા આવી પહોંચેલું ચોમાસું હશે. ર009માં તે ર3મી મે ના રોજ  કેરળમાં પ્રવેશ્યું હતું.

હવામાન વિભાગ અનુસાર ર1 મે આસપાસ અરબ સાગરમાં કર્ણાટકના કિનારા આસપાસ ઉપરી હવાનું ચક્રવાતી સકર્યુલેશન બની રહ્યું છે જે રર મે સુધીમાં લો પ્રેસરમાં બદલાઈ શકે છે. જેને પગલે બિહારથી કેરળ સુધી ભારે વરસાદ  અને ઝડપી પવન ફૂંકાવાનું એલર્ટ અપાયુ છે. કેરળ અને કર્ણાટકમાં ભારે વરસાદની સંભાવના છે.

મંગળવારે બપોરે આઈએમડીએ ચોમાસા અંગે નવી અપડેટ આપી હતી. જેમાં જણાવાયું કે આગામી 4-પ દિવસમાં ચોમાસાના કેરળમાં આગમનના અનુકૂળ સંજોગ સર્જાયા છે. વર્ષ ર0ર4માં 8 જૂને ચોમાસાનું આગમન થયું હતું. ર0ર1માં 3 જૂન અને ર019માં 8 જૂન તથા ર018માં ર9 મે ના રોજ આગમન થયું હતું. આઈએમડીએ અગાઉ પુર્વાનુમાન કર્યુ હતુકે આ વર્ષે ચોમાસામાં સામાન્યથી વધુ વરસાદ પડી શકે છે. આ વર્ષે અલ નીનોનો કોઈ અવરોધ નડે તેમ નથી. અલ નીનો એ હવામાનને લગતી એવી સ્થિતિ છે જે ભારતમાં ચોમાસાના વરસાદના ઘટાડાનું કારણ બને છે.

આઈએમડીના સરેરાશ આંક ધ્યાને લઈએ તો છેલ્લા પ0 વર્ષથી 87 સેમી કે 96 ટકા અને 104 ટકા વચ્ચે વરસાદને સામાન્ય માનવામાં અ ાવે છે. લાંબા સમયગાળામાં 90 ટકાથી ઓછાને ઓછો વરસાદ માનવામાં આવે છે. 90 થી 9પ ટકા વચ્ચેને સામાન્યથીઓછો વરસાદ મનાય છે. 10પથી 110 ટકા વચ્ચેને સામાન્યથી વધુ અને 110 ટકાથી વધુને   વધુ વરસાદ માનવામાં આવે છે

ઇ-પેપરના નવા શુલ્ક