• ગુરુવાર, 19 જૂન, 2025

નડિયાદમાંથી પાકિસ્તાનને સંવેદનશીલ વિગતો મોકલતા બે ઝડપાયા

-દેશની સુરક્ષા એજન્સી, વિમાની સેવાની એજન્સીની વેબ સાઈટ પર સાયબર એટેક કરી એના ફોટાના ક્રીન  શોટ લઇ ટેલિગ્રામ ચેનલથી પાકિસ્તાન મોકલતા હતા : એટીએસે ઝડપી લીધા

 

 

-ભાર્ગવ પરીખ 

અમદાવાદ, તા. 20: પાકિસ્તાન સામે ઓપરેશન સિંદૂર શરુ થતાની સાથે જ નડિયાદના મજૂરગામમાં રહેતા એક કોલેજીયન અને એક કિશોર સહિત બે છોકરાએ ઘરે બેસીને સાયબર ટેરર ફેલાવવાનો પ્રયાસ કર્યો હતો. તેઓ દેશની સુરક્ષા એજન્સી, વિમાની સેવાની એજન્સી ,અને શહેરી વિકાસ એજન્સીની વેબ સાઈટ પર સાયબર એટેક કરી એના ફોટાના ક્રીન  શોટ લઇ ટેલિગ્રામ ચેનલથી પાકિસ્તાન મોકલતા હતા. જેને આજે એટીએસે પકડી વધુ તપાસ હાથ ધરી છે . 

 નડિયાદમાં ગેરેજ ચલાવતા અને મજૂરગામમાં નાનકડા ઘરમાં  શાહનવાઝ અન્સારી નો દીકરો જસીમ કોલેજમાં ભણે છે અને એની સાથે એક કિશોર વયનો એનો દોસ્ત દિવસભર કોમ્પયુટર પર બેસી રહેતા હતા.  આ લોકો એ યુટ્યુબ પરથી સૌથી પહેલા સાયબર એટેક કેવી રીતે એ શીખ્યા હતા. જેમાં પયડોરોઇડ ટૂલ, ટર્મ્યુક્સ ટૂલ શીખી ગિથબ નામની વેબસાઈટ પરથી સાયબર એટેક કરવાના ટૂલ મેળવી એને પયડોરોઇડ ટૂલ , ટર્મ્યુક્સ ટૂલને ક્લોન કરી દેશની સંવેદનશીલ 50 વેબસાઈટ પર એટેક

કર્યો હતો.

એટીએસના અધિકારીના જણાવ્યા અનુસાર આ બંને ટૂલને ક્લોન કરવામાં આવે અને સારવાર જમ્પ કરીને સાયબર એટેક કરવામાં આવે તો એને પકડવો મુશ્કેલ બને છે. આ લોકોએ એક સાથે 50 સાઈટ પર એટેક કર્યો હતો જેમાં ડિફેન્સ , ફાયનાન્સ , વિમાની સેવા અને શહેરી વિકાસની સાઈટ પર ડિસ્ટ્રિબ્યુટેડ ડિનાયલ -ઓફ- સર્વિસીસ એટેકથી  ડીડીઓએસ ા] વેબસાઈટ હેક કરવાનો પ્રયાસ કર્યો હતો. ડીડીઓએસ ના ફ્રી મળતાં હાઈઓર્બીટ અયાન કેનનથી હુમલો કર્યો હતો જેમાં માલવેરમાં ઝોમ્બી એજન્ટ નાખી સિસ્ટમ ખોરવી નાખે અને બોટનેટની મદદથી એમાં વાયરસ નાખે એટલે સિસ્ટમ નો ડિફેન્સ , ફાયનાન્સ અને વિમાની સેવાના ડેટાનો ઉપયોગ ના થઇ શકે. આ સાથે તેમણે કેટલાક સંવેદનશીલ ડેટાના ફોટા પડી એમને ટેલિગ્રામ ચેનલથી પાકિસ્તાન મોકલ્યા હતા.

  એટીએસ આ કિશોર અને જસીમ અન્સારી સાથે બીજા કેટલા લોકો જોડાયા છે , એની તપાસ કરી રહી છે હાલમાં એના સંપર્કમાં સૌરાષ્ટ્રના દરિયાકાંઠા, બનસકાંઠા પાટણ અને  કચ્છના સરહદી વિસ્તારના લોકોના ફોન નંબર મળ્યા છે એની તપાસ ચાલી રહી છે .

 

 

ઇ-પેપરના નવા શુલ્ક