અમિત ખૂંટ અપઘાત કેસમાં સગીરાનું જજ સમક્ષ નિવેદન: અનિરૂધ્ધસિંહ -રાજદિપસિંહને ઓળખતી નથી
જયરાજસિંહ
જાડેજા અને તેના માણસોએ નિવેદન આપવા દબાણ કર્યાનો આક્ષેપ
રાજકોટ,
તા.9: રાજકોટના યુવાન અમિત ખૂંટ આત્મહત્યા કેસમાં નવો વળાંક સામે આવ્યો છે, જેમાં દુષ્કર્મનો
ભોગ બનનારી સગીરા દ્વારા આજરોજ કોર્ટમાં મેજિસ્ટ્રેટ સમક્ષ નિવેદન આપ્યું છે કે પોલીસ
સહિતનાએ મને ખોટી રીતે ફસાવી છે. તેમજ પૂર્વ ધારાસભ્ય જયરાજાસિંહ જાડેજા અને તેના માણસો દ્વારા નિવેદન આપવા દબાણ કર્યાનો
આક્ષેપ કર્યો છે.
સમગ્ર
બનાવ મુજબ, 3 મે ના રોજ રાજકોટ શહેરમાં મોડાલિંગક્ષેત્રે કાર્યરત 17 વર્ષીય સગીરાએ
અમિત ખૂંટ નામના યુવાન સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. ત્યાર બાદ 5 મે, 2025એ
દુષ્કર્મના આરોપી એવા અમિત ખૂંટે રીબડા ગામમાં ગળાફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
ઘટનાસ્થળેથી મૃતકની સુસાઈડ નોટ મળી હતી, જેમાં તેણે લખ્યું છે કે મને મારવા પાછળ અનિરુદ્ધાસિંહ
રીબડાનો હાથ છે. રાજદીપ ત્રાસ આપતો, પૈસા આપી ખોટી ફરિયાદ કરાવી હતી. આ મામલે અનિરુદ્ધાસિંહ
અને તેમના દીકરા રાજદીપાસિંહ સામે પોલીસ ફરિયાદ નોંધાઈ હતી. ત્યાર બાદ અનિરુદ્ધાસિંહે
એક વીડિયો રિલીઝ કરી કહ્યું હતું કે આ જયરાજાસિંહનું કાવતરું છે. ત્યારે આ મામલે ભોગ
બનેલી સગીરાએ કોર્ટ સમક્ષ નિવેદન આપતાં જણાવ્યું હતું કે, અમિત ખૂંટ દ્વારા મારા ઉપર દુષ્કર્મ આચરવામાં આવ્યું છે અને પછી પોતે આપઘાત
કરી લીધો છે અને તેની પાસેથી મળેલી સુસાઇડ નોટમાં લગાવવામાં આવેલા હનીટ્રેપના આરોપ
તદ્દન ખોટા છે. પૂર્વ ધારાસભ્ય જયરાજાસિંહ જાડેજા અને તેમના માણસો દ્વારા મને 6 લોકોનાં
નામ આપી દેવા માટે કહેવામાં આવ્યું હતું, જોકે અનિરુદ્ધાસિંહ કે રાજદીપાસિંહ જાડેજાને
હું ઓળખતી પણ નથી. આજે મારી અને મારા પરિવારની જાનને જોખમ છે, અમને સુરક્ષા મળે એવી
મારી માગ છે. મેં સમગ્ર હકીકત આજે કોર્ટ સમક્ષ જણાવી છે.
પીડિતાના
વકીલ ભૂમિકા પટેલે જણાવ્યું હતું કે, પૂજા રાજગોર દ્વારા ગેરકાયદે અટકાયત સહિતની બાબતો અંગે ફરિયાદ કરવામાં આવી છે. અન્ય સહઆરોપી અને કાયદાના સંઘર્ષમાં આવેલી બાળ કિશોરી
દ્વારા ઉંખBિઍની કોર્ટમાં નિવેદન આપવામાં આવ્યું છે. જયરાજાસિંહ જાડેજા, ગણેશ જાડેજા, ગોંડલ ડિવિઝનના ડીવાયએસપી કિશોરાસિંહ ઝાલા, પીઆઇ
એ. ડી. પરમાર, રાજકોટ શહેરના ઉઈઙ ઝોન 2 જગદીશ
બાંગરવા અને એ ડિવિઝનના પોલીસ અધિકારી સહિતના
વિરુદ્ધ અલગથી ફરિયાદ દાખલ કરાવવામાં આવશે. જેમાં ગેરકાયદે અટકાયત, અપહરણ, ધાક ધમકી સહિતની કલમ હેઠળ ગુનો નોંધવામાં
આવશે.