• ગુરુવાર, 19 જૂન, 2025

‘ભારતને પરેશાન કરી અમેરિકા મહાન નહીં બને’

- અમેરિકાના અખબાર વોલ સ્ટ્રીટ જર્નલની ટ્રમ્પ સરકારને ચેતવણી : નીતિ અને ભારત વિરોધી નિર્ણયો અંગે અરીસો બતાવ્યો

 

વોશિંગ્ટન, તા.10 : અગ્રણી અમેરિકી અખબાર વોલ સ્ટ્રીટ જર્નલે વિસ્તૃત લેખમાં ચેતવણી આપતાં લખ્યું છે કે ભારતીય જનમત પર પ્રભાવ ઓછો કરવામાં ખુબ સાવધાની રાખવી જોઈએ. કાશ્મીર સંઘર્ષથી માંડી છાત્ર વીઝા ના મુદે, નીતિ તૈયાર કરવામાં અને જાહેર કરવામાં ભારતીય સંવેદનશીલતાનો પણ વિચાર કરવો જોઈએ. ટ્રમ્પની ટીમ ભારત અંગે વધુ સારું કરી શકે છે. દુનિયાની મહત્ત્વની શક્તિને અળગી કરવી એ ટ્રમ્પ પ્રશાસન અને અમેરિકાના હિતમાં નથી. એક મહત્ત્વના આંતરરાષ્ટ્રીય ભાગીદારને બિનજરૂરી રીતે પરેશાન કરવાથી અમેરિકા ફરીથી મહાન નહીં બની જાય.

અમેરિકાના રાષ્ટ્રપતિ પદે ડોનાલ્ડ ટ્રમ્પની વાપસી ભારતે આવકારી હતી પરંતુ આશાવાદનો પરપોટો માત્ર પાંચ માસમાં જ ફૂટી ગયો કારણ કે ટ્રમ્પનો બીજો કાર્યકાળ ભારત માટે અપેક્ષિત રહ્યો નથી. ઉલટાનું ભારત અને અમેરિકાના સંબંધ હવે પહેલા જેવા રહયા નથી. દરમિયાન વોલ સ્ટ્રીટ જર્નલે પોતાના એક લેખમાં શું ડોનાલ્ડ ટ્રમ્પ ભારતને ગુમાવશે ? શિર્ષક હેઠળ લખ્યું છે કે ટ્રમ્પના પાંચ મહિનાના કાર્યકાળને જોઈને ભારતનો ભરોસો શંકામાં બદલાઈ ગયો છે. તેમના સમર્થકો હવે વિચારી રહયા છે કે શું ટ્રમ્પનું સમર્થન કરીને  તેમણે કોઈ ભૂલ કરી છે ? અખબારે ચેતવણી આપી છે કે ભારતને કારોબારથી લઈને કેટલીક મુશ્કેલીઓની જરૂર આશંકા હતી પરંતુ ભારતને ભરોસો હતો કે ટ્રમ્પ પ્રશાસન સાથે અન્ય મુદ્દાઓ પર સારા સંબંધથી કારોબારી પરેશાનીઓ દૂર થઈ જશે. રાષ્ટ્રપતિ પદની ચૂંટણી વખતે ભારત વિશે ટ્રમ્પના જે સૂર હતા તે રાષ્ટ્રપતિ બન્યા બાદ બદલાઈ

ગયા છે. ભારતને જે અનુભવ થયો છે તે ખુબ ખરાબ રહ્યો છે.

વોલ સ્ટ્રીટ જર્નલે લેખમાં ટાંક્યું કે ટ્રમ્પના બીજા કાર્યકાળમાં ગેરકાયદે પ્રવાસી ભારતીયોને જે રીતે હાથકડી પહેરાવીને દેશનિકાલ કરાયો, ભારતીયો સાથે આકરો વ્યવહાર કરાયો તેથી ભારતમાં રાજકીય મુદ્દો બન્યો. વિપક્ષી નેતાઓએ વિદેશમાં રહેતાં ભારતીયોના સમર્થનમાં ઉભા ન રહેવા બદલ વડાપ્રધાન મોદીની નિંદા કરી. પછી અમેરિકામાં અભ્યાસ કરી રહેલા ભારતીયોનો મુદ્દો છે. આઈફોન બનાવતી કંપની એપલને ભારતમાં કારોબાર વિસ્તારવાથી રોકવામાં આવી. એપલને ધમાકાવવામાં આવી પરંતુ પહલગામમાં આતંકવાદી હુમલા બાદ અમેરિકાની પ્રતિક્રિયાને કારણે ભારત અને  અમેરિકા વચ્ચેના સંબંધ ખુબ મુશ્કેલ બન્યા છે. ભારતના રાજનેતાઓ સાથે જનતાનો એક મોટો વર્ગ અમેરિકાથી નારાજ છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક