શાળાનાં જ હુમલાખોર છાત્રે કર્યો આપઘાત, હુમલામાં 28ને ઈજા
વિયેના
તા.10 : ઓસ્ટ્રિયાની એક શાળામાં અંધાધૂંધ ગોળીબાર કરવામાં આવતાં 11 છાત્રના મૃત્યુ
થયા છે. સ્થળ પરથી શંકાસ્પદ છાત્રનો મૃતદેહ મળી આવ્યો છે.
ઓસ્ટ્રિયાના
બીજા સૌથી મોટા શહેર ગ્રાજમાં મંગળવારે સવારે એક હાઈસ્કૂલમાં શૂટ આઉટનો બનાવ બન્યો
હતો. જેમાં છેલ્લી સ્થિતીએ 11ના મૃત્યુ થયા છે અને ર8ને ઈજા પહોંચી છે. ચારની હાલત
ગંભીર છે. કેટલાક લોકોને માથામાં ગોળી વાગી હતી. પોલિસે સમગ્ર વિસ્તાર ઘેરી લઈને રેસ્ક્યૂ
ઓપરેશન હાથ ધર્યુ હતું. ઓસ્ટ્રિયાઈ મીડિયા અનુસાર સવારે 10 વાગ્યે બોર્ગ ડ્રેયર્સચુટજેનગેસ
હાઈસ્કૂલની અંદર અંધાધૂંધ ગોળીબારનો અવાજ સંભળાયો હતો. પ્રાથમિક તપાસ મુજબ હુમલાખોર
તે જ સ્કૂલનો છાત્ર હતો. હુમલા બાદ તેણે કથિતરુપે ખૂદને ગોળી મારી આપઘાત કર્યો હતો.
શાળાના બાથરુમમાંથી તેનો મૃતદેહ મળ્યો હતો.
ઈજાગ્રસ્તોને
એર એમ્બ્યુલન્સની મદદથી સારવારમાટે હોસ્પિટલ લઈ જવાયા હતા. બનાવની જાણ થતાં જ પોલિસની
ટૂકડીઓ ગણતરીની મિનિટોમાં હેલિકોપ્ટરમાં બનાવ સ્થળે પહોંચી હતી. ઓસ્ટ્રિયાની સરકારઅનુસાર
બનાવની તપાસ ચાલી રહી છે. કારણ હજુ સ્પષ્ટ નથી.