• ગુરુવાર, 19 જૂન, 2025

રાજકોટમાં કોરોનાથી પ્રથમ મૃત્યુ 55 વર્ષીય આધેડે જીવ ગુમાવ્યો

-રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ પાંચ મૃત્યુ : એક્ટિવ કેસનો આંકડો 1200ને પાર

-અમદાવાદમાં એક દી’માં નવા 175 કેસ : જામનગરમાં 11, ગિર સોમનાથમાં પાંચ, ભાવનગરમાં 3 કેસ નોંધાયાં

 

અમદાવાદ, તા.10 : રાજ્યમાં કોરોનાના કેસો દિન પ્રતિદિન તેજીથી વધી રહ્યા છે. છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં 223 કોરોનાના કેસો નોંધાતા કોરોનાના કુલ કેસો 1332 થયા છે જેમાંથી 1207 કોરોનાના એક્ટિવ કેસો છે. જેમાં 23 દર્દી હોસ્પિટલમાં અને 1204 કોરોનાના દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. સરકારી ચોપડે આજે કોરોનાથી એક પણ મૃત્યુ નોંધાયું નથી પરંતુ રાજકોટમાં કોરોનાથી પ્રથમ મૃત્યુની ઘટના સામે આવી છે. આ સાથે જ સમગ્ર રાજ્યમાં અત્યાર સુધી કોરોનાથી કુલ પાંચ મૃત્યુ થયા છે

અમદાવાદમાં છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના નવા 175 કેસો નોંધાવવા પામ્યા છે. જેને લીધે કોરોનાના કુલ કેસો માત્ર અમદાવાદમાં 1,091 કેસ થયા છે. જેમાંથી હાલ 761 એક્ટિવ કેસ છે, જ્યારે 325 કોરોના દર્દી ડિસ્ચાર્જ થયા છે. માત્ર અમદાવાદમાં કોરોનાથી 3 મૃત્યુ નોંધાયા છે.

રાજકોટ : રાજકોટ શહેરની વાત કરીએ તો  આજે કોરોનાથી પ્રથમ મૃત્યુની ઘટના સામે આવી છે. શહેરના ગાંધીગ્રામ વિસ્તારમાં રહેતા 55 વર્ષીય વૃદ્ધને ડાયાબિટીસ, બીપી સહિતની બીમારીઓને લીધે પ્રથમ ખાનગી અને બાદમાં સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતાં જ્યાં તેમનું ગત રાત્રે મૃત્યુ નિપજ્યું હતું. શહેરમાં નવા 9 કેસ નોંધાયા છે જેમાં કાલાવાડ રોડ ઉપર પુરુષ, મયુરનગરમાં પુરુષ, નરસિંહ પાર્કમાં પુરુષ, વર્ધમાન નગરમાં પુરુષ, આકાશદિપ સોસાયટીમાં મહિલા, કેવડાવાડીમાં મહિલા, રાજલક્ષ્મી સોસાયટીમાં વૃદ્ધ તેમજ હેમુ ગઢવી હોલ પાછળ એક મહિલાનો સમાવેશ થાય છે. આ સાથે શહેરમાં કોરોનાના કુલ 114 કેસ થયાં છે જેમાં 53 દર્દીઓ હોમ આઇસોલેશન હેઠળ છે જ્યારે 61 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

ભાવનગર : ભાવનગર શહેરમાં આજે કોરોના વાયરસના વધુ ત્રણ કેસો નોંધાયા છે.  શહેરના સુભાષનગર વિસ્તારમાંથી 33 વર્ષીય મહિલા, આંબાવાડી વિસ્તારમાંથી 34 વર્ષીય યુવાન અને ઘોઘારોડ વિસ્તારમાંથી 44 વર્ષીય પુરૂષનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

જ્યારે આજે ત્રણ દર્દીઓ કોરોના મુક્ત થયા છે. ભાવનગરમાં હવે કોરોના પોઝિટિવના કુલ 25 દર્દીઓ હોમ આઇસોલેશનમાં છે.

આ ઉપરાંત ગીર સોમનાથમાં આજે 5 કોરોનાના દર્દી નોંધાવા પામ્યા છે. જ્યારે મોરબીમાં આજે 4 નવા કોરોનાના કેસ નોંધાતા હાલ 7 કોરોના દર્દી હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. ભાવનગરમાં વધુ 4 દર્દીઓ કોરોનાગ્રસ્ત તથા ભાવનગરમાં કુલ 25 કરોડનાના એક્ટિવ કેસ નોંધાયા છે.

જામનગરમાં કોરોનાના આજે નવા 11 કેસ નોંધાતા હાલ 55 કોરોનાના દર્દી હોમ આઇસોલેશન હેઠળ સારવાર લઈ રહ્યા છે. જ્યારે મહેસાણામાં 49, વડોદરામાં 25 અને કચ્છમાં 20 કોરોનાના દર્દી સારવાર હેઠળ છે.કે રાજ્ય સરકારનો આરોગ્ય વિભાગ હજુ પણ કોરોનાના કેસોના આંકડા અને મૃત્યુના આંક છુપાવી રહ્યા હોય તેમ જણાઈ રહયું છે .બીજી બાજુ સરકાર હાલ ઉત્સવો અને ચૂંટણીમાં પડી હોવાથી કોરોના સંદર્ભે હાલ ગંભીર નહિ હોવાનું ચિત્ર ઉપસ્યું છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક