• રવિવાર, 13 જુલાઈ, 2025

દેશમાં ચોમાસાએ પકડી રફતાર

બિહારના એક મોટા હિસ્સામાં ચોમાસું વરસાદ શરૂ : ઉત્તરપ્રદેશ અને રાજસ્થાનમાં ચોમાસાની એન્ટ્રી

નવી દિલ્હી, તા. 18 : ચોમાસુ ચાલુ વર્ષે ભારે ઝડપે આગળ વધ્યું છે. 18મી જૂને  ઉત્તર પ્રદેશના અમુક હિસ્સામાં ચોમાસુ પહોંચી ચૂક્યું હતું. આ સાથે જ ચોમાસાએ લગભગ પૂરા મધ્ય પ્રદેશને આવરી લીધું છે. ગુજરાત અને ઝારખંડ પણ નેઋઍત્યના ચોમાસાના દાયરામાં આવી ગયા છે જ્યારે બિહારના એક મોટા હિસ્સામાં ચોમાસાનો વરસાદ થઈ રહ્યો છે.

દક્ષિણ રાજસ્થાનમાં ચોમાસું આગળ વધી ગયું છે. ચાલુ વર્ષે રાજસ્થાનમાં ચોમાસાની શરૂઆત સામાન્યથી 17  દિવસ પહેલા થઈ છે. હવામાન વિભાગે અન્ય રાજ્યો માટે અપડેટ જારી કર્યું છે. આગાહી અનુસાર હિમાલયી ક્ષેત્રમાં ટૂંક સમયમાં ચોમાસું શરૂ થવાનું છે. આઈએમડીએ કહ્યું છે કે આગમી બે ત્રણ દિવસમાં ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરના અમુક હિસ્સામાં ચોમાસું પહોંચી જશે.

 નવી દિલ્હીમાં પ્રિમોન્સુન વરસાદ શરૂ થઈ ચૂક્યો છે. દિલ્હીમાં ચોમાસું બેસવાની સામાન્ય તારીખ 30 જૂન છે. જો કે આ વખતે રફતાર તેજ છે. અંદામાન નિકોબારમાં મોન્સુનની એન્ટ્રીની સામાન્ય તારીખ 22 મે છે, બંગાળમાં  26 મે, કેરળ, તમિલનાડુમાં 1  જુન, કર્ણાટક, આંધ્રપ્રદેશ અને આસામના અમુક હિસ્સામાં 5 જૂન, મહારાષ્ટ્ર, તેલંગણ અને આંધ્રપ્રદેશના ઉપરી હિસ્સા અને પશ્ચિમ બંગાળમાં 10 જૂન તારીખ છે. ગુજરાત અને મધ્યપ્રદેશની સરહદ, છત્તીસગઢ, ઝારખંડ, ઓરિસ્સા વગેરેમાં ચોમાસું 15 જૂને પહોંચે છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025