• રવિવાર, 13 જુલાઈ, 2025

હવે ફાસ્ટેગનો વાર્ષિક પાસ મળશે

નવી દિલ્હી, તા.18: સમગ્ર દેશ માટે એક નવી ટોલનીતિની ચર્ચા લાંબા સમયથી ચાલી રહી હતી. જેમાં ટોલનાકાઓને મુસાફરો માટે વધુ સુવિધાજનક બનાવવાની યોજનાઓ લાગુ થશે. આ દરમિયાન કેન્દ્રીય સડક પરિવહન મંત્રી નીતિન ગડકરીએ આજે એક મોટું એલાન કરતાં તમામ અટકળો ઉપર પૂર્ણવિરામ લગાવી દીધું હતું. ગડકરીએ ફાસ્ટેગનાં વાર્ષિક પાસ જારી કરવાની જાહેરાત કરી છે. આ વાર્ષિક પાસની કિંમત 3000 રૂપિયા રહેશે અને તેની શરૂઆત 1પ ઓગસ્ટથી કરવામાં આવશે.

નીતિન ગડકરીએ આજે સોશિયલ મીડિયાનાં માધ્યમથી આ વાર્ષિક પાસની જાહેરાત કરી હતી. આ પાસ માટે વર્ષમાં ફક્ત એકવાર 3 હજાર રૂપિયા ખર્ચ કરવાનાં થશે. આ પાસ એક્ટિવ થયા બાદ 1 વર્ષ અથવા તો 200 યાત્રા સુધી માન્ય રહેશે. એટલે કે જો વર્ષ પૂરું થયા પહેલા જ વાહનની 200 યાત્રા થઈ જાય તો તેને ફરીથી રિન્યૂ કરાવવાનો રહેશે.

ગડકરીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં લખ્યું હતું કે, આ એક ઐતિહાસિક પહેલ છે. આગામી 1પ ઓગસ્ટ 2025થી 3000 રૂપિયાની કિંમતવાળા વાર્ષિક ફાસ્ટેગ શરૂ કરવામાં આવશે. આ પાસ વિશેષરૂપે ફક્ત બિનવ્યવસાયિક ખાનગી વાહનો માટે શરૂ કરવામાં આવી રહ્યાં છે. જે દેશભરનાં રાષ્ટ્રીય રાજમાર્ગો ઉપર માન્ય રહેશે. આમાં વ્યવસાયિક વાહનોને પાસની સુવિધા મળશે નહીં.

આ વાર્ષિક પાસેને સરળતાથી ઉપલબ્ધ કરાવવા માટે સરકારનાં સ્તરે ઝડપથી કામ ચાલી રહ્યું છે. આ પાસને એક્ટિવ કે રિન્યૂ કરાવવા માટે એનએએઆઈ-મોર્થની વેબસાઈટ અને એપ ઉપર એક અલગ લિંક ઉપલબ્ધ કરાવવામાં આવશે. જેનાં માધ્યમથી વાહનચાલકો વાર્ષિક પાસ ખરીદી શકશે.

એવી આશા રાખવામાં આવે છે કે, આ વાર્ષિક પાસથી નેશનલ હાઈવે ઉપર ટોલનાકાઓ ઉપર વાહનચાલકોનાં વિલંબનાં સમયમાં ઘટાડો થશે. આનાથી ટોલનાકે ભીડ પણ ઘટશે. આ સીવાય વારંવાર ફાસ્ટેગ રિચાર્જ કરવાની ઝંઝટમાંથી પણ વાહનચાલકોને છૂટકારો મળશે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025