ચુરાચાંદપુરમાં તલાશી અભિયાન દરમિયાન ગોળીબાર : ખેડૂતને ગોળી વાગતા હોસ્પિટલે ખસેડાયો
ઈમ્ફાલ,
તા. 20 : મણિપુરના ચુરાચાંદપુર જિલ્લામાં શુક્રવારે ફરી હિંસા ભડકી હતી. પહાડી વિસ્તારમાં
તલાશી અભિયાન દરમિયાન એક મહિલાનું મૃત્યુ થયું હતું અને એક કિસાનને ગોળી વાગી હતી.
આ ઘટના એવા સમયે બની હતી જ્યારે સુરક્ષા દળોએ સંદિગ્ધ અસામાજીક તત્વો સામે અભિયાન શરૂ
કર્યું હતું.
બપોરે
બે વાગ્યા આસપાસ ફુબાલા માનિંગ લેઈકાઈ ગામમાં ખેડૂત નિંગથૌજમ બીરેન સિંહ ખેતરે કામ કરી રહ્યો હતો ત્યારે અજ્ઞાત હથિયારધારી
વ્યક્તિએ તેને ગોળી મારી દીધી હતી. બાદમાં ખેડૂતને તાકીદે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો
હતો જ્યાં તેની હાલત સ્થિર છે. હુમલા બાદ વિસ્તારમાં તલાશી અભિયાન શરૂ કરવામાં આવ્યું
હતું. આ દરમિયાન ચુરાચાંદપુરમાં ગોળીબાર થતા એક મહિલાએ જીવ ગુમાવ્યો હતો. મણિપુર પોલીસના
કહેવા પ્રમાણે પહાડી વિસ્તારમાં તલાશી દરમિયાન અમુક સંદિગ્ધોએ ગોળીબાર કરી દીધો હતો.
જવાબી કાર્યવાહીમાં મહિલા ગોળીબારની ચપેટમાં આવી હતી અને મૃત્યુ થયું હતું.