પ્રાથમિક તપાસમાં બહાર આવી રહેલી વિગતો : બ્લેક બોક્સ તપાસાર્થે અમેરિકા મોકલાય તેવી સંભાવના : ઈંધણમાં ખરાબી સહિતની દિશામાં આગળ વધતી તપાસ
નવી
દિલ્હી, તા.20: અમદાવાદમાં એર ઇન્ડિયાની ફ્લાઇટ એઆઈ-171 લંડનની ઉડાન ભર્યાને થોડી જ
ક્ષણોમાં તૂટી પડયા બાદથી દેશ અને દુનિયામાં સતત એક જ સવાલ ચર્ચાઈ રહ્યો છે કે, ક્યાં
કારણે બોઈંગ ડ્રીમલાઈનર જેવાં અત્યાધુનિક વિમાનનાં બન્ને એન્જિન ઓચિંતા એકસાથે બંધ
થઈ ગયા? આ ભયાનક દુર્ઘટનાની તપાસ સાથે સંકળાયેલા અધિકારીનાં હવાલેથી પ્રસાર માધ્યમોમાં
આવતા અહેવાલો અનુસાર ઉડાન બાદ તરત જ વિમાનમાં અચાનક પાવર ફેલ-વીજળી ગુલ થઈ હતી. પાવર
ફેલ્યોરનાં કારણે બોઇંગ-787 ડ્રીમલાઇનર અચાનક તેની તાકાત ગુમાવી બેઠું અને નીચે પડવા
લાગ્યું હતું.
આ અકસ્માત
પછી બ્લેક બોક્સ પણ મળી આવ્યું છે. જેની તપાસ પછી જ અકસ્માતનું સાચું કારણ બહાર આવશે.
અત્યાર સુધીની પ્રારંભિક તપાસમાં બહાર આવ્યું છે કે, વિમાનનું મુખ્ય એન્જિન ઉડાન ભરતાની
સાથે જ બંધ થઈ ગયું હતું. આ કારણે, વિમાન પૂરતી ઊંચાઈ મેળવી શક્યું નહીં. જેનાં હિસાબે
પાયલટ પણ ઇમરજન્સી ઉતરાણ અથવા સલામત પરત ફરવાનો કોઈ પ્રયાસ કરી શક્યા નહીં. 625 ફૂટની
ઊંચાઈએ પહોંચ્યા પછી વિમાન સીધું નીચે પડી ગયું. બોઇંગ 787 માં એર ટર્બાઇન (રેટ) નામની
બેકઅપ સિસ્ટમ હોય છે, જે આવી પરિસ્થિતિમાં કેટલીક મહત્ત્વપૂર્ણ સિસ્ટમોને પાવર પૂરી
પાડે છે, પરંતુ તે ત્યારે જ કામ કરે છે જ્યારે વિમાન વધુ ઊંચાઈએ પહોંચે છે. તેથી રેટ
સક્રિય થઈ ગયા છતાં તેનાંથી વિમાનને હવામાં ટકાવી રાખવામાં કોઈ મદદ મળી શકી નહોતી.
અમદાવાદ
વિમાન દુર્ઘટનાના 28 કલાક પછી બ્લેક બોક્સ મળી આવ્યું હતું. ભારતમાં જ તેની તપાસ ચાલી
રહી હતી, પરંતુ હવે સમાચાર આવી રહ્યાં છે કે, આ બ્લેક બોક્સને વિસ્ફોટ સાથે આગ લાગવાથી
ઘણું નુકસાન થયું છે. આ કારણે, (જુઓ પાનું
10)
હવે
બ્લેક બોક્સ તપાસ માટે અમેરિકા મોકલવામાં આવશે. તેનો ડેટા અમેરિકામાં જ મળી શકશે. અમેરિકામાં
તેની તપાસ વખતે એક ભારતીય ટીમ પણ ત્યાં મોજૂદ રહીને કામગીરીનું નિરીક્ષણ કરશે. આવી
સ્થિતિમાં, અમદાવાદ વિમાન દુર્ઘટનાનું સાચું કારણ શું છે, તે બ્લેક બોક્સની તપાસ પછી
જ બહાર આવશે. જો કે બ્લેક બોક્સ અમેરિકા મોકલવાના સમાચાર વચ્ચે, નાગરિક ઉડ્ડયન મંત્રાલયનું
નિવેદન બહાર આવ્યું છે. મંત્રાલયનું કહેવું છે કે બ્લેક બોક્સ અમેરિકા મોકલવા અંગે
હજુ સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.
સૂત્રોના
જણાવ્યા અનુસાર, અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલના વીડિયો ફૂટેજ અને નિવેદનો, જેમણે ટેકઓફ
માટે લીલી ઝંડી આપી હતી અને કાટમાળની પ્રારંભિક તપાસ કરી હતી, તે દર્શાવે છે કે વિમાન
ઉડાન ભર્યાના થોડીક સેકન્ડ પછી મુખ્ય પાવર સપ્લાય સિસ્ટમ નિષ્ફળ ગઈ હતી. જોકે, અકસ્માતનું
ચોક્કસ કારણ બ્લેક બોક્સના ડેટા પરથી જ જાણી શકાશે.
તપાસકર્તાઓ
હવે એ પણ તપાસી રહ્યા છે કે બળતણમાં, ખાસ કરીને પાણીમાં કોઈ અશુદ્ધિ હતી કે નહીં કારણ
કે આવી તકલીફ ફલાઇટ દરમિયાન પાવર સિસ્ટમની નિષ્ફળતા અથવા એન્જિન બંધ થવા જેવી ઘટનાઓ
તરફ દોરી શકે છે. જો કોઈ યાંત્રિક અથવા વિદ્યુત ખામીનું કોઈ સીધું કારણ ન મળે, તો બળતણ
ભેળસેળના આ સિદ્ધાંતને પ્રબળ માનવામાં આવશે.