• રવિવાર, 13 જુલાઈ, 2025

‘મે ડે’: પાયલટે આપ્યો મેસેજ : વધુ એક વિમાન દુર્ઘટના થતાં બચી

ગુવાહાટી-ચેન્નઈ ફલાઈટ ઓછા ઈંધણના કારણે જોખમાઈ : બેંગલોરમાં થયું ઈમર્જન્સી લેન્ડિંગ

નવી દિલ્હી, તા. 21 : અમદાવાદ વિમાન દુર્ઘટના બાદ વધુ એક બનાવ બનતા રહી ગયો હતો. ઈન્ડિગોની ગુવાહાટી-ચેન્નઈ ફલાઈટનું બેંગલોરમાં ઈમર્જન્સી લેન્ડિંગ થયું હતું. સૂત્રો અનુસાર ઈંધણ ઓછું હોવાના કારણે ફલાઈટના પાયલટે મેડેનો મેસેજ મોકલ્યો હતો. જો કે રાહતની વાત એ રહી હતી કે કોઈપણ પરેશાની વિના વિમાન બેંગ્લોરમાં લેન્ડ કરી શકયું હતું. આ ઘટના ગુરૂવારની છે પણ મોડી સામે આવી હતી. ઉલ્લેખનીય છે કે અમદાવાદમાં એર ઈન્ડિયાનું વિમાન ક્રેશ થયા પહેલા પણ પાયલટે મેડેનો મેસેજ મોકલ્યો હતો.

ઈન્ડિગો વિમાનના ઈમર્જન્સી લેન્ડિંગ અને મેડે મેસેજ બાદ પાયલટ્સને પદ ઉપરથી હટાવી દેવામાં આવ્યા છે. મેડે મેસેજ  વિમાનના પાયલટ એવા સમયે જ મોકલે છે જયારે પુરી રીતે ઈમર્જન્સી હોય છે અને બીજો કોઈ રસ્તો હોતો નથી. તેવામાં એટીસીને મેસેજ મોકલીને વિમાનમાં આવેલી ઈમર્જન્સીથી અવગત કરાવવામાં આવે છે. 12મી જૂને એર ઈન્ડિયા વિમાન દુર્ઘટના સમયે પાયલટ્સે મેડેનો મોકલ્યો હતો. બાદમાં એટીસીએ સંપર્ક કરવાની કોશિશ કરી હતી પણ જવાબ મળ્યો નહોતો. આ બનાવમાં વિમાનમાં સવાર 241 લોકોના મૃત્યુ થયા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025