• રવિવાર, 13 જુલાઈ, 2025

ગુજરાતમાં 2 સિસ્ટમ સક્રિય, 27મી સુધી સાંબેલાધાર વરસાદ

દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી ટ્રફ અને રાજસ્થાન પર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય : નદીઓમાં પૂરની શક્યતા

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા.21 : ગુજરાતમાં ચોમાસું હવે પૂરા જોશમાં સક્રિય થઈ રહ્યું છે. હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જેમાં ખાસ કરીને આગામી 24 કલાક રાજ્યના અનેક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. હવામાન વિભાગે માછીમારોને આગામી 5 દિવસ સુધી દરિયો ન ખેડવાની સૂચના આપી છે, કારણ કે પવનની ગતિ 40થી 50 કિલોમીટર પ્રતિ કલાક સુધીની રહી શકે છે. ગુજરાતમાં એકસાથે 2 સિસ્ટમ સક્રિય થતા આ વરસાદી માહોલ સર્જાયો છે.

દક્ષિણ ગુજરાતથી બંગાળ સુધી સક્રિય થયેલું ટ્રફ અને બીજું ઉત્તર  પૂર્વ રાજસ્થાન પર સક્રિય થયેલું સાયક્લોનિક સર્ક્યુલેશન,  આ બન્ને સિસ્ટમના કારણે ગુજરાતના અનેક જિલ્લાઓમાં ધોધમાર વરસાદ પડશે. બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરાયું છે. જ્યારે અમદાવાદ અને ગાંધીનગરમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.

અરવલ્લીમાં મેઘરાજાનું આગમન ધનસુરામાં ત્રણ ઈંચ વરસી ગયો

મોડાસા : હવામાન વિભાગની આગાહી મુજબ આજ સવારથી વાદળછાયું વાતાવરણ હતું અને સમગ્ર અરવલ્લી જિલ્લામાં ધોધમાર વરસાદ પડયો હતો. વરસાદથી ક્યાંક ખુશી તો ક્યાંક ગમના દૃશ્યો જોવા મળ્યા હતા. વરસાદના પગલે ખેડૂતો ખુશ થયા હતા તો બીજી તરફ મોડાસાના ચાર રસ્તા, માર્કેટયાર્ડ, ગોધરા શામળાજી સ્ટેટ હાઈવે તથા વિવિધ નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. શામળાજીમાં ડુંગર પરનું પાણી બજારમાં આવતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા હતા. તો મેઘરજમાં પણ રહેણાંક સોસાયટીમાં પાણી ભરાયું હતું. જેનાથી વેપારીઓ, રાહદારી, રહેવાસીઓ મુશ્કેલીમાં મુકાયા હતા.

 ચોમાસું શરૂ થતાં ચાલુ વર્ષે મોડાસામાં 120 મિમિ, મેઘરજમાં 61મિમિ, ભિલોડામાં 39 મિમિ, માલપુરમાં 44 મિમિ, બાયડમાં 63 મિમિ, ધનસુરામાં 73 મિમિ સાથે કુલ સરેરાશ 400 મિમિ વરસાદ જિલ્લામાં વરસ્યો છે. જેના પગલે માજૂમ ડેમમાં 1470 ક્યુસેક અને વાત્રક ડેમમાં 1000 ક્યુસેક નવા નીરની આવક શરૂ થઈ છે.

આજે-કાલે રાજકોટ, મોરબી, જામનગરમાં યલો એલર્ટ

અરબ સાગરમાં સક્રિય થયેલ સાયક્લોનિક સર્ક્યુલેશનના પરિણામે, આવતીકાલે 22 જૂને કચ્છ, બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, નવસારી, વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે અતિભારે વરસાદનું ઓરેન્જ ઍલર્ટ અને તાપી, ડાંગ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, મોરબી, જામનગર, ખેડા, પંચમહાલ, આણંદ, રાજકોટ જિલ્લામાં ભારે વરસાદની આગાહીને પગલે યેલો એલર્ટ આપવામાં આવ્યું છે.  જ્યારે 23 જૂને બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, નવસારી અને વલસાડ જિલ્લામાં અતિભારે અને કચ્છ, સાબરકાંઠા, અરવલ્લી, તાપી, સુરત, ડાંગ, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, મહીસાગર, દાહોદ, મોરબી, જામનગર, બોટાદ, ખેડા, પંચમહાલ, આણંદ, રાજકોટ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદને લઈને યલો એલર્ટ જાહેર કર્યુ છે.  24 જૂને બનાસકાંઠા, અમરેલી, ભાવનગર, રાજકોટ, જૂનાગઢ, નવસારી, વલસાડ, સુરત, તાપી, ડાંગ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદને લઈને હવામાન વિભાગે ઍલર્ટ જાહેર કર્યું છે. 

25-26 જૂનના રોજ અમરેલી, ભાવનગર, બોટાદ, જૂનાગઢ, ગીર સોમનાથ, રાજકોટ, સાબરકાંઠા, અરવલ્લી, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, આણંદ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, ભરુચ, નર્મદા, તાપી, સુરત, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં ગાજવીજ સાથે ભારેથી અતિભારે વરસાદની આગાહી છે.

ર7મીએ ર3 જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી

27 જૂને 23 જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જેમાં દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, મોરબી, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, ખેડા, પંચમહાલ, દાહોદ, મહીસાગર, અરવલ્લી, મહેસાણા, બનાસકાંઠા, પાટણ, સાબરકાંઠા, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં યલો એલર્ટ જાહેર કર્યું છે. 

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025