• રવિવાર, 13 જુલાઈ, 2025

અમદાવાદ વિમાન દુર્ઘટના : 247 મૃતકના DNA મેચ : 232 પરિવારજનોને સોંપાયા

247 મૃતકમાં 175 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 52 બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ 12 નોન પેસેન્જરનો સમાવેશ

(ફૂલછાબ ન્યુઝ)

અમદાવાદ, તા.21 : અમદાવાદ વિમાન દુર્ઘટનામાં 247 મૃતકોના ડીએનએ સેમ્પલ મેચ થયાં છે. અત્યાર સુધીમાં કૂલ 232 પાર્થિવ દેહ પરિવારજનોને સોંપાવામાં આવ્યાં હોવાનું સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડેન્ટ ડો.રાકેશ જોશીએ જણાવ્યું હતું.

વધુ વિગતો આપતા ડો.રાકેશ જોશીએ ઉમેર્યું હતું કે, 15 પરિવારને તેમના સ્વજનોના પાર્થિવ દેહ ઝડપથી સોંપવા વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગ પરિવારો સાથે સંપર્કમાં છે. તેમણે વધુમાં ઉમેર્યું કે, 247 મૃતકમાં 175 ભારતના નાગરિક, 7 પોર્ટુગલના, 52 બ્રિટિશ નાગરિક, એક કેનેડિયન તેમજ 12 નોન પેસેન્જરનો સમાવેશ થાય છે. 209 પાર્થિવ દેહોને સડક માર્ગે તથા 23 પાર્થિવ દેહોને હવાઈ માર્ગે તેમના નિવાસસ્થાને પહોચાડવામાં આવ્યાં છે .

ડો.રાકેશ જોશીએ જિલ્લા અથવા સ્થળ વાર સોંપવામાં આવેલા મૃતદેહોની વિગતો આપી હતી. જે મુજબ ઉદયપુર 7, વડોદરા 22, ખેડા 11, અમદાવાદ 66, મહેસાણા 7, બોટાદ 1, જોધપુર 1, અરવલ્લી 2, આણંદ 26, ભરૂચ 7, સુરત 12, પાલનપુર 1, ગાંધીનગર 7, મહારાષ્ટ્ર 2, દીવ 14, જૂનાગઢ 1, અમરેલી 2, ગીર સોમનાથ 5, મહીસાગર 1, ભાવનગર 1, લંડન 8, પટના 1, રાજકોટ 3, રાજસ્થાન 1, મુંબઈ 10, નડિયાદ 1 , જામનગર 2, પાટણ 2, દ્વારકા 2 તેમજ સાબરકાંઠાના 1, નાગાલેન્ડ 1, મોડાસા 1, ખંભાત 2 અને પુણે 1ના પાર્થિવ દેહો સ્વજનોને સોંપવામાં આવ્યાં હતાં. 

તેમણે વધુમાં ઉમેર્યું કે, પરિવારજનોને તેમના સ્વજનોના પાર્થિવ દેહો ઝડપથી સોંપવા માટે ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી અને તેની સાથે સંકળાયેલી અન્ય સંસ્થાઓ, સ્થાનિક વહીવટી તંત્ર સહિત રાજ્ય સરકારના આરોગ્ય અને અન્ય વિભાગો તથા વિવિધ એજન્સીઓએ દુર્ઘટના ઘટી એ દિવસથી લઈને આજ સુધી ખડેપગે કામગીરી કરી છે.

ઇ-પેપરના નવા શુલ્ક

Crime

ગોંડલમાં 11 કેવી લાઇન નાખતી વેળાએ વીજ કરન્ટ લાગતા બે હંગામી કર્મચારીના મૃત્યુ કોટેડ લાઇનનો અપાર કંપનીને કોન્ટ્રાકટર અપાયો હતો July 12, Sat, 2025