• શુક્રવાર, 13 માર્ચ, 2026

કેન્સર, ડાયાબિટીસ, ઈન્ફેક્શન સહિત 71 દવામાં ભાવબાંધણું

ગંભીર બીમારીઓમાં મોંઘી દવાનો બોજો હવે હળવો

નવી દિલ્હી તા.1પ : ગંભીર બીમારીઓની સારવારમાં હવે મોંઘીદાટ દવાઓ બોજારુપ બની બને કારણ કે કેન્દ્ર સરકારે કેન્સર, ડાયાબિટીસ, ઈન્ફેક્શન સહિત 71 દવાના ભાવ નક્કી કર્યા છે.

સરકારના આ ર્ન્ણિયથી દર્દીઓને રાહત મળશે કારણ કે ગંભીર બીમારીઓમાં ઉપયોગમાં લેવાતી દવાઓના ભાવ ઘટી જશે. મેટાસ્ટેટિક બ્રેસ્ટ કેન્સર, એલર્જી, ડાયાબિટીસ જેવી દવાઓમાં ભાવ બાંધણાથી દર્દીઓનો આર્થિક બોજો ઘટી જશે. રાષ્ટ્રીય ફાર્માસ્યુટિકલ મૂલ્ય નિર્ધારણ પ્રાધિકરણ અનુસાર હવે માત્ર એ સ્થિતિમાં જ જીએસટી  જોડી શકાશે જયારે તે સરકારને ચૂકવવામાં આવ્યું હોય. આ દવાઓમાં રિલાયન્સ લાઈફ સાયન્સની ટ્રાસ્ટુજુમૈબ પણ સામેલ છે. જેનો ઉપયોગ કેન્સરની સારવારમાં કરવામાં આવે છે. તેની કિંમત હવે રૂ.11966 પ્રતિ વાયલ નક્કી કરવામાં આવી છે. રપ એન્ટિ ડાયાબિટીક દવાઓમાં પણ સરકારે કિંમત નક્કી કરી આપી છે. સંક્રમણની દવામાં કિંમત 6ર6 કરવામાં આવી છે તથા કોમ્બીપેકનો ભાવ પ1પ રહેશે.

ઇ-પેપરના નવા શુલ્ક