• શુક્રવાર, 13 માર્ચ, 2026

પીએફ માંથી હવે 90% સુધી ઉપાડની છૂટ

ઈપીએફઓ નિયમોમાં બદલાવ : પહેલા ઘરની ખરીદી માટે વિશેષ જોગવાઈ

નવી દિલ્હી, તા.1પ : કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન (ઈપીએફઓ) એ પીએમ ઉપાડવાના નિયમોમાં થોડો બદલાવ કર્યો છે. આ બદલાવ એ લોકો માટે ફાયદાકારક છે જે પોતાનું ઘર ખરીદવા આયોજન કરી રહયા છે.

નવા નિયમો હેઠળ ઈપીએફ મેમ્બર જે પોતાનું પહેલુ ઘર ખરીદવાનું વિચારી રહયા છે, તેઓ પીએફ એકાઉન્ટમાંથી અગાઉની તુલનાએ વધુ નાણાં ઉપાડી શકશે. નવા નિયમ હેઠળ કર્મચારી હવે પોતાનું પહેલુ ઘર ખરીદવા પોતાના પીએફ એકાઉન્ટમાંથી 90 ટકા સુધી રકમ ઉપાડી શકશે. પહેલા તેમાં અનેક પ્રકારના અવરોધ હતા. પીએફમાંથી નાણાં ઉપાડવા સતત પાંચ વર્ષની નોકરી હોવી

જરૂરી હતી.  આ બદલાવ ઈપીએફ સ્કિમ 19પરની પેટા 68-બીડી હેઠળ કરાયો છે. નવા નિયમો અનુસાર ઈપીએફ મેમ્બર ઘર સાથે જોડાયેલી  જરૂરિયાત માટે પીએફના 90 ટકા સુધી રકમ ઉપાડી શકે છે. તેમાં ડાઉન પેમેન્ટ, નવું ઘર બનાવવું, હોમ લોનનો હપ્તો ચૂકવવા વગેરે સામેલ છે. નવા નિયમ મુજબ મેમ્બર પોતાનું પીએફ એકાઉન્ટ ખોલ્યાના 3 વર્ષ બાદ જ નાણાં ઉપાડી શકે છે. આ પીએફ એડવાન્સ વિડ્રોલનો ઉપયોગ જીવનમાં માત્ર એકવાર જ કરી શકાશે. આ સિવાય ઓનલાઈન કલેમ માટે ચેક અથવા બેંક પાસબુકની ખરાઈ ફોટો કોપો અપલોડ કરવાની જરુરીયાત સમાપ્ત કરવામાં આવી છે. ઓટો સેટલમેન્ટની મર્યાદા જે રુ.1 લાખ સુધી હતી તે વધારીને પાંચ લાખ કરાઈ છે. જેમાં 7ર કલાકમાં નાણાં મળી જશે.

ઇ-પેપરના નવા શુલ્ક