કેશોદના
આજક ગામે દુર્ઘટના, સદનસીબે જાનહાની ટળી
(ફૂલછાબ
ન્યુઝ)
જૂનાગઢ,
તા. 15: વડોદરામાં ગંભીરા બ્રિજ તુટયા બાદ પુલની મજબુતાઈ મામલે તંત્ર સફાળું જાગ્યું
છે, અને જર્જરીત પુલ હટાવવા અથવા સમારકામ કરવાના પગલાં ભરી રહ્યંy છે. આવી જ કામગીરી
દરમિયાન કેશોદના આજક ગામે જર્જરીત પુલ તોડતી વખતે છેવાડાનો ભાગ બેસી જતા પુલ પર રહેલા
છ યુવાનો મશીન સહિત નીચે ખાબક્યા હતા. સદભાગ્યે આ અકસ્માતમાં જાનહાની ટળી હતી.
આંત્રોલીથી કેશોદ તરફ જવાના રસ્તા વચ્ચે આજક ગામનો
પુલ છેલ્લા ત્રણ વર્ષથી વધુ સમયથી જર્જરિત હતો.
ગામ
લોકો દ્વારા આ અંગે જવાબદાર વિભાગ અધિકારીઓ અને ધારાસભ્ય સમક્ષ અનેક વખત રજૂઆત પણ કરાઈ
હતી, છતાં આ પુલનું સમારકામ કરાયું ન હતું.
વડોદરાના પુલની દુર્ઘટના બાદ રાજ્ય સરકારના કડક
વલણને લઈ જવાબદાર વિભાગ સફાળું જાગ્યું અને આ પુલનું સમારકામ હાથ ધર્યું હતું. તે દરમિયાન
સોમવાર સાંજના સાત વાગ્યા આસપાસ આ દુર્ઘટના બની હતી પરંતુ સોશિયલ મીડિયામાં પૂલ તૂટ્યાની
ખબર વહેતી થતા મંગળવાર સવારે જવાબદાર અધિકારીઓ દોડતા થયા હતા અને ઘટના સ્થળનું નિરીક્ષણ
કર્યું હતું.
પૂલ
ધરાશાયી થયાની જાણ થતાં જિલ્લા કલેકટર અનિલ રાણાવસિયા ઘટના સ્થળે દોડી ગયા હતા. તેમણે
જણાવ્યું હતું કે પુલ તૂટ્યો નથી પરંતુ તોડવામાં
આવ્યો હતો. જજૅરિત પુલ તોડતી વખતે ચેતવણીના બોડૅ લગાડવામાં આવ્યા હોવાનો તેમણે દાવો
કર્યો હતો. પરંતુ આવા ચેતવણીના બોડૅ ન હોવાનું ગામના સરપંચે જણાવ્યું હતું. એટલું જ
નહીં પૂલ તોડવાની કામગીરી વખતે લોકોની અવર જવર બંધ કરવાની પણ તંત્ર એ દરકાર કરી ન હતી.
જોકે વાહન પ્રવેશબંધી હોવાથી જાનહાની ટળી હતી.
પુલ
બેસી ગયો ત્યારે હું બ્રિજ પર હાજર હતો
આ અંગે
આજક ગામના સરપંચ રમેશ વાજાએ જણાવ્યું હતું કે જ્યારે આ દુર્ઘટના બની ત્યારે હું પણ
પુલ પર હાજર હતો. પુલને તોડવામાં આવતો હતો ત્યારે એક છેડાનો ભાગ આપમેળે બેસી જતા હિટાચી
મશીન સહિત કેટલાક લોકો પુલ નીચે પડયા હતા. ગામ લોકો દ્વારા કેશોદના ધારાસભ્ય સમક્ષ
આ અંગે રજૂઆતો કરાઈ હતી પરંતુ કોઇ કાર્યવાહી કરવામાં આવી ન હતી.