• રવિવાર, 20 જુલાઈ, 2025

પહલગામ ઈફેકટ: ઝછને આતંકી જૂથ જાહેર કરતું ઞજ

અમેરિકાએ ભારતની વાત માની પાક.ને આપ્યો ઝટકો : પહલગામ હુમલો કરનારા સમૂહને વૈશ્વિક આતંકી સંગઠનની યાદીમાં સામેલ કર્યું

 

જયશંકરે કહ્યું, આતંકવાદ સામે ઝીરો ટોલરન્સ: પાકિસ્તાન ટીઆરએફનું નામ બદલાવે તેવી શંકા

નવી દિલ્હી, તા. 18 : અમેરિકાએ આતંકવાદી સમૂહ લશ્કર એ તૈયબાથી જોડાયેલા સંગઠન ટીઆરએફ એટલે કે ધ રેજિસ્ટેન્સ ફ્રન્ટને આતંકવાદી સંગઠન ઘોષિત કર્યું છે. અમેરિકી વિદેશ વિભાગે આ દરમિયાન જમ્મુ કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો. પહલગામમાં 26 લોકો ઉપર ગોળીબારની જવાબદારી ટીઆરએફએ જ લીધી હતી ત્યારબાદ ભારતે ઓપરેશન સિંદૂર મારફતે પાકિસ્તાનમાં આતંકવાદી છાવણીઓને નિશાન બનાવી હતી. ટીઆરએફ મુદ્દે અમેરિકી સરકારની કાર્યવાહીનું ભારતે સ્વાગત કર્યું હતું. વિદેશ મંત્રી એસ જયશંકરે ટ્વિટમાં લખ્યું હતું કે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ. જોકે ભારતે ટીઆરએફનું નામ બદલીને તેની આંતકી પ્રવૃતિ ચાલુ રહે તેવી શંકા પણ દર્શાવી છે.  અમેરિકાના વિદેશ વિભાગ દ્વારા ટીઆરએફને એફટીઓ એટલે કે એક વિદેશી આતંકવાદી સંગઠન અને વિશેષ નામિત વૈશ્વિક આતંકી (એસડીજીટી)ની યાદીમાં સામેલ કર્યું છે. વિદેશ વિભાગે કહ્યું હતું કે આ નિર્ણય ટ્રમ્પ પ્રશાસનના ‘અમેરિકાની રાષ્ટ્રીય સુરક્ષા પ્રત્યે પ્રતિબદ્ધતા અને આતંકવાદ સામે જવાબી કાર્યવાહી તેમજ પહલગામ આતંકી હુમલા બાદ રાષ્ટ્રપતિ ટ્રમ્પના ન્યાયના આહ્વાન’ને લાગુ કરતું બતાવે છે. સરકારી નિવેદન અનુસાર ઈમિગ્રેશન અને રાષ્ટ્રીય કાનૂનની ધારા 219 અને એક્ઝિક્યુટિવ ઓર્ડર 13224 હેઠળ ટીઆરએફ અને અન્ય સંબંધિતોને એઈટીના એફટીઓ તેમજ એસડીજીટી તરીકે સામેલ કરવામાં આવ્યું છે.

ટીઆરએફને આતંકી સંગઠનોની યાદીમાં સામેલ કરવાના અમેરિકાના નિર્ણયની ભારતે સરાહના કરી છે. વિદેશ મંત્રાલયે નિર્ણયને ભારત-અમેરિકા વચ્ચે મજબૂત બનતા આતંકવાદ વિરોધી સહયોગનો સ્પષ્ટ સંકેત બતાવ્યો હતો અને કહ્યું હતું કે ભારત આતંકવાદ સામે વૈશ્વિક સહયોગ અને આતંકી માળખાને નષ્ટ કરવાની જરૂરિયાત ઉપર હંમેશાં ભાર મૂકે છે.

વિદેશ મંત્રી એસ જયશંકરે નિર્ણયની સરાહના કરતા કહ્યું હતું કે, આ ભારત-અમેરિકા આતંકવાદ વિરોધી સહયોગનું સશક્ત પ્રમાણ છે. જયશંકરે ટ્વિટમાં આગળ લખ્યું હતું કે, લશ્કર એ તૈયબાના એક અંગ ટીઆરએફને વિદેશી આતંકવાદી સંગઠન અને વિશેષ રૂપથી નામિત આતંકી સંગઠન ઘોષિત કરવા માટે વિદેશ મંત્રી રુબિયો અને અમેરિકી સરકારના વિદેશ વિભાગની સરાહના કરે છે. ટીઆરએફએ પહલગામ હુમલાની જવાબદારી લીધી હતી અને આ નિર્ણય આતંકવાદ પ્રત્યે ઝીરો ટોલરન્સની નીતિ છે.

 

મસૂદ POKમાં! તૈયબાનું વડુંમથક પાકિસ્તાન ખસેડવાની તૈયારીમાં

 

આતંકી સંગઠનના મથકને મુરીદકેથી ખસેડી બહાવલપુર લઈ જવા તૈયારી: મસૂદ ગિલગિટ બાલતિસ્તાનમાં જોવા મળ્યાના અહેવાલ

 

નવી દિલ્હી, તા.18 : ઓપરેશન સિંદૂરથી ધ્રૂજી ઊઠેલુ પાકિસ્તાન હજુ પણ ભયભીત છે.  તે એટલી હદે ડરેલું છે કે લશ્કર-એ-તૈયબાના આતંકી વડામથકને મુરીદકેથી હટાવીને બહાવલપુર ખસેડવાની તૈયારીમાં છે એમ સૂત્રોને ટાંકીને અહેવાલોમાં જણાવવામાં આવ્યું હતું. બીજી બાજુ ભારતના ‘મોસ્ટ વોંટેડ’ આતંકવાદી મસૂદ અઝહર પર મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતમાં પઠાણકોટ અને પુલવામા સહિત અનેક આતંકવાદી હુમલાનો સૂત્રધાર મસૂદ પીઓકેમાં જ છૂપાયો છે. પાકિસ્તાન પોતાના કરતૂતો છોડવા તૈયાર જ નથી. પાકિસ્તાનની સેના હવે લશ્કર-એ-તૈયબા અને તેનાથી જોડાયેલી ‘ધ રેજિસ્ટેંટ ફોર્સ’નામની આતંકવાદી સંસ્થાને સમર્થન આપી રહી છે. સૂત્રો અનુસાર તોયબા પોતાના મુખ્યાલયને મુરીદકેથી હટાવીને બહાવલપુર ખસેડવા તૈયારી કરી રહ્યું છે.

ભારતીય ગુપ્તચર એજન્સીઓ આ ઘટનાક્રમ પર નજર રાખી રહી છે. એજન્સીઓને શંકા છે કે પાકિસ્તાની સેનાને એવી ઈચ્છા છે કે તોયબા અને ધ રેજિસ્ટેંટ ફોર્સ બંનેના મુખ્ય મથક બહાવલપુરમાં હોય જેથી બંને સંગઠનોને સંભાળી શકાય અને તેમની વચ્ચેના સંકલનને વધારી શકાય.

એક અહેવાલ અનુસાર, મસૂદ બહાવલાપુરના તેના ગઢથી ઘણા કિલોમીટર દૂર પાક કબજાગ્રસ્ત કાશ્મીર  (પીઓકે)માં દેખાયો હતો.

અઝહર પાકિસ્તાનના કબજાવાળા ગિલગિટ બાલતિસ્તાનમાં જોવા મળ્યો હતો. એ સિવાય તાજેતરમાં જ સ્કર્દુમાં ખાસ કરીને  સદપારા રોડ વિસ્તારમાં મસૂદ દેખાયો હતો.

ખાસ ઉલ્લેખનીય છે કે, પાકના પૂર્વ વિદેશમંત્રી અને સત્તારૂઢ પાકિસ્તાન પીપલ્સ, પાર્ટીના અધ્યક્ષ બિલાવલ ભુટ્ટોએ તાજેતરમાં જ દાવો કર્યો હતો કે, મસૂદ અઝહર અફઘાનિસ્તાનમાં જ હોઇ શકે છે.

‘ખોટા બોલું’ પાકિસ્તાન આતંકવાદીઓને આશ્રય આપવા માટે જાણીતું છે. અઝહર સિવાય હિઝબુલ મુજાહિદ્દીનનો વડો સૈયદ સલાહુદ્દીન પણ પાકમાંથી જ સક્રિય છે.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક