-15 વર્ષમાં થશે 100 અબજ અમેરિકી ડોલરનું રોકાણ, 10 લાખ પ્રત્યક્ષ નોકરી ઉભી થશે
EFTAમાં આઈસલેન્ડ, લિકટેંસ્ટીન, નોર્વે
અને સ્વિટ્ઝર્લેન્ડ સામેલ
નવી
દિલ્હી, તા. 19 : અમેરિકા સાથે ટેરિફને લઈને ચાલી રહેલી વાતચીત વચ્ચે ભારત અને યુરોપીય
મુક્ત વ્યાપાર સંઘ (ઈએફટીએ) વચ્ચે ટ્રેડ એગ્રીમેન્ટ ફાઈનલ થયું છે. ભારત અને ઈએફટીએ
વચ્ચે ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ પહેલી ઓક્ટોબરથી લાગુ કરવામાં આવશે. બન્ને પક્ષે 10 માર્ચ
2024ના વ્યાપાર અને આર્થિક ભાગીદારી સમજૂતી ઉપર હસ્તાક્ષર કર્યા હતા. વાણિજ્ય અને ઉદ્યોગ
મંત્રી પીયૂષ ગોયલે શનિવારે જાણકારી આપી હતી કે મુક્ત વ્યાપાર સમજૂતી પહેલી ઓક્ટોબરથી
અમલમાં આવશે.
ફ્રી
ટ્રેડ એગ્રીમેન્ટ હેઠળ ભારતને આઈસલેન્ડ, લિકટેંસ્ટીન, નોર્વે અને સ્વિટ્ઝર્લેન્ડ સહિત
ઈએફટીએ ગ્રુપ પાસે 15 વર્ષમાં 100 અબજ અમેરિકી ડોલરના રોકાણની ડીલ મળી છે. આ એગ્રીમેન્ટ
હેઠળ સ્વિસ વોચ, ચોકલેટ અને પોલિશ કરેલા હીરા જેવા અલગ અલગ ઉત્પાદનો ઉપર ઓછામાં ઓછા
અથવા તો શૂન્ય શુલ્ક ઉપર ભારતમાં એન્ટ્રીની અનુમતિ મળે છે. એટલે કે ભારતમાં હવે આ વસ્તુઓની
કિંમત પહેલાથી ઘટી જશે.
એગ્રીમેન્ટ
હેઠળ ભારતમાં 100 અબજ ડોલરના રોકાણની યોજના છે. તેવામાં 10 વર્ષમાં 50 અબજ ડોલર અને
પછી બીજા પાંચ વર્ષમાં 50 અબજ ડોલરનું રોકાણ આવશે. આ રોકાણથી ભારતમાં 10 લાખ લોકોને
પ્રત્યક્ષ રોજગાર મળવાની આશા છે અને આ ભારત દ્વારા અત્યારસુધીની સૌથી સારી ડીલ માનવામાં
આવે છે કારણ કે ભારતે કોઈ અન્ય સાથે આવી સમજૂતિ કરી નથી.
કેન્દ્રીય
મંત્રી પીયૂષ ગોયલે કહ્યું હતું કે, આ સમજૂતીને પૂરી થવામાં લગભગ 16 વર્ષ લાગ્યા છે
અને આ ભારત માટે મહત્ત્વપૂર્ણ છે કારણ કે તેનાથી ઈએફટીએ દેશોના ઘણા ઉત્પાદો માટે બજાર
ખુલી ગઈ છે. આ ગ્રુપમાં સ્વીટ્ઝર્લેન્ડ ભારતનું સૌથી મોટું વ્યાપારીક ભાગીદાર છે જ્યારે
બાકીના ત્રણ દેશ સાથે વ્યાપારની માત્રા ઓછી છે.
ભારત
ઈએફટીએ તરફથી આવતી વસ્તુઓ ઉપર 82.7 ટકા સુધી ટેરિફ લાદે છે. જેમાં 80 ટકાથી વધારે સોનાની
આયાત સામેલ છે. હવે આ ડીલથી ભારતીય ગ્રાહકોને
ઘડિયાળ, ચોકલેટ, બિસ્કિટ સહિત ઉચ્ચ ગુણવત્તાના સ્વિસ ઉત્પાદનો ઓછી કિંમતમાં મળી રહેશે
કારણ કે આ વસ્તુઓ ઉપર ડયુટી 10 વર્ષમાં સમાપ્ત કરવામાં આવી છે.
સર્વિસ
સેક્ટરની વાત કરવામાં આવે તો ભારતે ઈએફટીએને વ્યવસાયિક સર્વિસ, કોમ્યુટર સર્વિસ, વિતરણ
અને હેલ્થ સહિત 105 સબ સેક્ટર્સમાં રોકાણનો પ્રસ્તાવ આપ્યો છે. ભારતે સ્વિટ્ઝર્લેન્ડને
128 સબ સેક્ટર્સ, નોર્વેને 114, લિકટેંસ્ટીનને 107 અને આઈઈલેન્ડને 110 સબ સેક્ટર્સ
માટે પ્રતિબદ્ધતા મેળવી છે. જે સેક્ટર્સને લાભ મળશે તેમાં કાનૂની, રિસર્ચ એન્ડ ડેવલોપમેન્ટ,
કોમ્યુટર, એકાઉન્ટિંગ અને ઓડિટ સર્વિસ સામેલ છે.