• રવિવાર, 20 જુલાઈ, 2025

સૌરાષ્ટ્રમાં અનેક સ્થળે ઝાપટાંથી ત્રણ ઈંચ સુધી મેઘમહેર

ક્ષ          ઉપલેટામાં ત્રણ, ધોરાજી-મોરબીમાં બે, કલ્યાણપુરમાં પોણા બે ઈંચ વરસાદ

રાજકોટ, તા. 19: સૌરાષ્ટ્ર પંથકમાં મેઘરાજાએ ફરી એક વખત વ્યાપક ક્ષેત્રમાં મેઘમહેર કરતા ધરતી ભીંજાઈ ગઈ હતી અને ખેડુતો આનંદવિભોર થઈ ગયા હતા. આજે ઉપલેટામાં ત્રણ, ધોરાજી-મોરબીમાં બે, કલ્પાણપુરમાં પોણા બે ઈંચ વરસાદ થયો હતો. સોરઠ પંથકમાં પણ મેઘકૃપા ઉતરી હતી.

ઉપલેટા : છેલ્લા 15 થી 20 દિવસ ના વરસાદી આરામ બાદ આજે બપોરના ત્રણ કલાકથી વરસાદ શરૂ થયો હતો જે જોત જોતા માં પાંચ વાગ્યા સુધીમાં લગભગ 3 ઇંચ જેવું જળ વરસી ગયું હતું.ઁ ત્રણ ઇંચ વરસાદના પગલે શહેરના રાજમાર્ગો અને મુખ્ય રસ્તાઓ પર અડધો ફૂટ જેવા પાણી ભરાયા હતા. ભીમ અગિયારસના દિવસે ખેડૂતોએ પોતાના ખેતરોમાં વાવણી કરી દીધેલી હોય આ અંગે ભીમ અગિયારસને પણ આજે 20 દિવસ જેવો સમય તેમજ જુલાઈનો એન્ડ નીકળી જવા પામ્યો છે ત્યારે ઉપલેટા પંથકમાં સરેરાશ વરસાદ ઓછો હોવાનું ખેડૂતોએ અનુમાન લગાવેલ હતું પરંતુ હવે આગામી દિવસો દરમિયાન ચોમાસુ સત્ર ખેડૂતો માટે કેવું રહે છે તે જોવાનું રહ્યું.

ધોરાજી : ધોરાજીમાં છેલ્લા ઘણા લાંબા સમયથી મેઘરાજાએ વિરામ લીધો હતો વાવણીના સપ્તાહ બાદ આજરોજ શનિવારે બપોરે 03:00 વાગે ધીમીધારે વરસાદ શરૂ થતા સાંજના છ વાગ્યા સુધીમાં બે ઇંચ જેવો વરસાદ નોંધાયો હતો. સિઝનનો કુલ વરસાદ 12 ઇંચ જેવો નોંધાયો છે આ સાથે મોટાભાગના ચેક ડેમો પણ ઓવર ફ્લો થઈ ગયા છે અને નવા વાવેતર કરેલા ખેડૂતોને ખૂબ જ મોટી રાહત જોવા મળી છે

મોરબી :  મોરબીમાં મોટો વિરામ લીધા બાદ આજે ફરી મેઘરાજાની સવારી આવી પહોંચી હતી સવારે 10 વાગ્યા બાદ ધોધમાર વરસાદ વરસવાનું શરુ થયું હતું અને ધોધમાર વરસાદને પગલે શહેરના રસ્તાઓ પાણી પાણી થયા હતા તો છેલ્લા બે ત્રણ દિવસથી અતિ ગરમી અને ઉકળાટમાંથી લોકોને રાહત મળી હતી બપોરે 12 વાગ્યા સુધીમાં મોરબી તાલુકામાં 50 મીમી એટલે કે બે ઇંચ વરસાદ નોંધાયો હતો. આજે વરસાદ વરસતા જ શહેરના મુખ્ય માર્ગ પર પાણીના તલાવડા જોવા મળ્યા હતા. ટંકારામાં ઝાપટા નોંધાયા છે.

દ્વારકા : દ્વારકા જિલ્લામાં એકાદ સપ્તાહના વિરામ બાદ ત્રણ તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં દ્વારકા તાલુકામાં પા ઈંચ, ભાણવડમાં અડધો, કલ્યાણપુરમાં પોણા બે ઈંચ વરસાદ નોંધાયો હતો. ખંભાળીયા તાલુકામાં વરસાદ વરસ્યો ન હતો.

જામકંડોરણા : જામકંડોરણામાં હળવા ઝાપટાં પડયા હતા.

માધવપુર ઘેડ : માધવપુર ઘેડમાં એક અઠવાડીયાથી સૂર્યનારાયણના દર્શન થતા હતા. સાંજે વાતાવરણ બદલાતા એક ઈંચથી વધારે વરસાદ વરસી ગયો હતો. જેનાથી ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી.

જુનાગઢ : જૂનાગઢ જિલ્લામાં પાંચ દિ’ની વરાપ બાદ આજે મેઘરાજાએ પુન: પધરામણી કરી માણાવદરમાં એક વિસાવદર, વંથલીમાં પોણો ઈંચ, જ્યારે જૂનાગઢ, કેશોદમાં અડધો ઈંચ વરસાદ પડતા જગતાતમાં ખુશી છવાઈ ગઈ છે. સોરઠમાં વરસાદની રાહ જોવાઈ રહી હતી ત્યાં આજે ઢળતી સાંજે મેઘરાજાની પધરામણી થઈ હતી. વિસાવદર અને વંથલીમાં પોણો ઈંચ તેમજ જૂનાગઢ અને કેશોદમાં અડધો ઈંચ પાણી પડતા માર્ગો ઉપર પાણી વહેવા લાગ્યા હતા. આ વરસાદ મોલાતો માટે કાચા સોના સમાન ગણાવાય છે.

માણાવદર : માણાવદરમાં ઘણા દિવસો પછી આજે એક ઈંચ જેટલો વરસાદ વરસતા ખેડૂતોમાં આનંદ વ્યાપી ગયો હતો.

ઢાંક :  ઉપલેટા તાલુકાના ઢાંક ગામે માત્ર ચાર કલાકમાં 3ાા ઈંચ વરસાદ પડયો છે.

આમરણ : આમરણ ચોવીસી પંથકમાં આજે સવારે ત્રણ કલાકમાં અઢી ઈંચ કાચા સોનાં જેવો વરસાદ વરસી  ગયો હતો.

ફલ્લા : જામનગરના તાલુકાના ફલ્લા ગામે અગીયાર દિવસના વિરામ બાદ અડધી કલાકમાં એક ઈંચ વરસાદ વરસી ગયો હતો.

 

 

 

ઇ-પેપરના નવા શુલ્ક