• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

અલ કાયદાના ચાર આતંકીની આકા શમા પરવીન પકડાઈ

ગુજરાત એટીએસે બેંગાલુરુથી શમા પરવીનને ઉઠાવી અલ કાયદાના ટેરર મોડયુલનો પર્દાફાશ : પાકિસ્તાન કનેક્શન ખુલ્યું

અમદાવાદ, તા. 30: ગુજરાત એન્ટિ ટેરરિસ્ટ સ્ક્વોડ (અઝજ)એ આતંકવાદ વિરુદ્ધની લડાઈમાં વધુ એક મોટી સફળતા મેળવી છે. અઝજએ અલ કાયદા સાથે સંકળાયેલી 30 વર્ષીય મહિલા શમા પરવીનની બેંગલુરુથી ધરપકડ કરી છે. ગત 23 જુલાઈ 2025ના રોજ ગુજરાત અઝજએ અમદાવાદ અને મોડાસાના 2 સહિત અલકાયદાના ચાર આતંકીની ધરપકડ કરી હતી. જેમાં મોહમ્મદ ફૈક મોહમ્મદ રિઝવાન (રહે. ફરાસખાના, દિલ્હી), મોહમ્મદ ફરદીન મોહમ્મદ રઈસ (રહે. ફતેહવાડી, અમદાવાદ), સેફુલ્લા કુરેશી (જુઓ પાનું 10)

મહમદ રફીક (રહે. ભોઇવાડા, મોડાસા) અને ઝીશાન અલી આસિફ અલી (રહે. સેક્ટર 63, નોઈડા)નો સમાવેશ થાય છે. હવે આ ચાર આતંકીનાં જૂથની માસ્ટરમાઇન્ડ એવી બેંગલુરુની શમા પરવીનની અઝજએ ધરપકડ કરી છે.

 શમા પરવીન પર ઓનલાઈન પ્લેટફોર્મ્સ પર જેહાદી ષડયંત્ર રચવાનો અને દેશવિરોધી વીડિયો અપલોડ કરીને યુવાનોને જેહાદી કૃત્ય માટે ઉશ્કેરવાનો આરોપ છે. તેને અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં આજે રજૂ કરતાં કોર્ટે તેના 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

અઝજ ડીઆઈજી સુનિલ જોષીએ જણાવ્યું હતું કે શમા પરવીન દ્વારા ઉપયોગમાં લેવાતા ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ જાrિંફક્ષલયર્તીંગફાશિંજ્ઞક્ષ02 અને ફેસબુક પેજ જાrિંફક્ષલયતિ જ્ઞર ઝવય ગફાશિંજ્ઞક્ષ અને જાrિંફક્ષલયતિ જ્ઞર ઝવય ગફાશિંજ્ઞક્ષ 2 મારફતે પ્રતિબંધિત આતંકવાદી સંગઠન અચઈંજના લીડર મૌલાના આસિમ ઉમર દ્વારા આપેલા જિહાદી ભાષણો પ્રસારિત કર્યા છે જેમાં ભારતીય સરકાર અને હથિયારબંદ વિપ્લવ, ગઝવા-એ-હિન્દ, ધર્મ આધારે હિંસા અને આતંકવાદી હુમલાઓ માટે આહ્વાન કરવામાં આવ્યું છે.

આ ઉપરાંત ઉપરોક્ત સોશિયલ મીડિયા એકાઉન્ટથી અલ કાયદાના ઇમામ અન્વર અલ-આવલાકીના જેહાદી પ્રવચન પ્રસારિત કર્યા છે જેમાં ભારતીય મુસ્લિમ યુવાનોને ધર્મના આધારે હુમલા કરવા માટે ઉશ્કેરવામાં આવ્યા છે. આ સહિતના પુરાવાના આધારે ગુજરાત અઝજ દ્વારા 27 જુલાઇ 2025ના રોજ શમા પરવીનની બેંગલુરુ ખાતેથી અટકાયત કરી ટ્રાંઝિટ રિમાન્ડ મેળવી કાયદેસરની કાર્યવાહી અર્થે અઝજની કચેરીમાં લાવવામાં આવી હતી.

શમા પરવીનના વિદેશી તથા પાકિસ્તાની ઊક્ષાશાંશિંયત સાથે સંપર્ક મળી આવેલ છે. તેના મહત્ત્વપૂર્ણ પાકિસ્તાની સંપર્ક પણ અલગ અલગ ડિવાઈસથી મળ્યા છે.

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ શમાની ધરપકડને મળી સફળતા ગણાવતા જણાવ્યું કે તેનું પાકિસ્તાન કનેક્શન સામે આવ્યું છે. એક મહિલા જે બેંગલોરમાંથી છે, તે કટ્ટર આતંકી છે. ઓનલાઈન ટેરર મોડયુલ પર કામ કરે છે.

ઇ-પેપરના નવા શુલ્ક