આાજે
ફક્ત 19 તાલુકામાં સામાન્ય વરસાદ પડયો
અમદાવાદ,
તા. 30 :ગુજરાતમાં વરસાદની તીવ્રતા ઓછી થઈ રહી છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં વરસાદ
ખુબ જ ઓછા જિલ્લાઓમાં નોંધાયો છે. દક્ષિણ ગુજરાતના મોટાભાગના સ્થળો અને ઉત્તર ગુજરાતના
છૂટાછવાયા સ્થળોએ વરસાદને બાદ કરતા બાકી તમામ ગુજરાતમાં વરસાદ નોંધાયો જ નહોતો. બીજી
તરફ સૌરાષ્ટ્ર કચ્છમાં હવામાન શુષ્ક રહ્યું હતું ત્યારે હવામાન વિભાગ દ્વારા આગામી
પાંચ દિવસ માટે વરસાદની શક્યતા નહિવત્ છે.
હવામાન
વિભાગના ડાયરેક્ટર, એ. કે. દાસના જણાવ્યા અનુસાર વરસાદનું જોર ધીરે ધીરે ઘટી રહ્યું
છે. આગામી સાત દિવસ સમાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે. ક્યાંય નોંધપાત્ર વરસાદ પડશે
નહીં. થન્ડરસ્ટ્રોમ એક્ટિવિટીના કારણે સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે. દરમિયાનમાં આજે ફક્ત 19 તાલુકાઓમાં
સામાન્ય વરસાદ પડયો હતો. જેમાં સૌથી સુરતના ઉમરપાડામાં 20 એમએમ કે 0.79 ઇંચ વરસાદ પડયો
હતો. બાકીના 18 તાલુકાઓમાં નહીવત વરસાદ પડયો હતો.
31 જુલાઈના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા,
અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત,
ડાંગ, તાપી, નવસારી, વલસાડ જિલ્લામાં ઘણા સ્થળોએ હળવોથી મધ્યમ વરસાદ/ ગાજવીજ સાથે વરસાદ
થઇ શકે છે. તેમજ સૌરાષ્ટ્ર-કચ્છના સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ,
અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ જિલ્લામાં અમુક સ્થળોએ વરસાદ
થવાની શક્યતા છે. 1થી 5 ઓગસ્ટ 2025 દરમિયાન રાજ્યમાં સાર્વત્રિક હળવોથી મધ્યમ વરસાદ
રહી શકે છે.