તપાસ એજન્સીઓની કામગીરી ઉપર સવાલ : કોર્ટે કહ્યું, આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી
નવી
દિલ્હી, તા. 31 : 17 વર્ષ અને 323 ગવાહ બાદ એનઆઈની વિશેષ અદાલતે માલેગાંવ બ્લાસ્ટ કેસ
ઉપર ચૂકાદો આપતા પૂર્વ ભાજપ સાંસદ સાધ્વી પ્રજ્ઞા ઠાકુર સહિત 7 આરોપીઓને દોષ મુક્ત
કર્યા છે. પ્રજ્ઞા ઠાકુર ઉપર આરોપ હતો કે બ્લાસ્ટમાં જે બાઈકનો ઉપયોગ થયો તે તેમના
નામે હતી. જો કે સુનાવણીમાં અદાલતે કહ્યંyં હતું કે પ્રજ્ઞા ઠાકુરને બ્લાસ્ટની બાઈક
સાથે કોઈ લિંક નથી. કોર્ટે ચૂકાદામાં કહ્યું હતું કે આતંકવાદનો કોઈ ધર્મ હોતો નથી.
આ સાથે એટીએસ અને એનઆઈએની તપાસમાં ભારે ખામીઓ અને પુરાવા એકત્રિત કરવાની પ્રક્રિયા
ઉપર સુનાવણી દરમિયાન સવાલ ઉઠયા હતા.
માલેગાંવમાં
2008મા થયેલા વિસ્ફોટમાં 6ના મૃત્યુ થયા હતા
અને 100થી વધુને ઈજા પહોંચી હતી. આ કેસમાં સાધ્વી પ્રજ્ઞા સિંહ ઠાકુર, લેફ્ટનન્ટ કર્નલ
પ્રસાદ પુરોહિત, રિટાયર્ડ મેજર રમેશ ઉપાધ્યાય, અજય રાહિરકર, સુધાકર દ્વિવેદી, સુધાકર
ચતુર્વેદી અને સમીર કુલકર્ણી આરોપી બનાવાયા હતા જ્યારે બાઈક સાધ્વી પ્રજ્ઞા ઠાકુરના
નામે હોવાનું કહીને તેને કેસની મુખ્ય કડી તરીકે દાવો રજૂ કરાયો હતો. કેસની સુનાવણી
કરતા જસ્ટિસ લોહાટીએ કહ્યું હતું કે માલેગાંવ બ્લાસ્ટમાં ઉપયોગમાં લેવાયેલું બાઈક પ્રજ્ઞા
ઠાકુરનું હતું તેવા કોઈ પુરાવા મળ્યા નથી. ચેસિસ નંબર ભુંસાયા છે અને એન્જીન નંબર શંકાના
દાયરામાં છે. બાઈકમાં બોમ્બ રાખવાના પણ પુરાવા નથી અને કર્નલ પુરોહિત સામે કોઈ ગવાહ
નથી. જસ્ટિસે કહ્યું હતું કે કેસની તપાસ 3-4 એજન્સી કરી રહી હોવા છતા આરોપીઓ સામે કોઈ
પુરાવા મળી આવ્યા નથી. આવી જ રીતે કાશ્મીરથી આરડીએક્સ આવ્યું, લેફ્ટનન્ટ કર્નલ પુરોહિતે
ઘરે બોમ્બ બનાવ્યો વગેરે આરોપ સાબિત થઈ શક્યા નથી.
માલેગાંવ
બ્લાસ્ટમાં આરોપી સુધાકર ધર ચતુર્વેદીના વકીલ રણજીત સાંગલેએ કહ્યું હતું કે બનાવમાં
ઈજાગ્રસ્તોના સર્ટીફિકેટ પણ ફર્જી હતા. ડીજી એટીએસને નિર્દેશ આપવામાં આવ્યો છે કે ફર્જી
સર્ટિફિકેટની તપાસ કરવામાં આવે. વધુમાં આરડીએક્સની તપાસ કરવા પણ કહેવાયું છે. માલેગાંવ
વિસ્ફોટ કેસમાં સુનાવણી દરમિયાન સાધ્વી પ્રજ્ઞાએ કહ્યું હતું કે, તેઓને 13 દિવસ યાતના
આપવામાં આવી હતી. નેઓ સન્યાસી જીવન જીવી રહ્યા હતા અને આતંકવાદી બનાવી દેવાયા હતા.
તેઓ 17 વર્ષથી સંઘર્ષ કરી રહ્યા છે. ભગવાને કલંકીત કરવાનો પ્રયાસ થયો હતો. આ ભગવાની
જીત છે અને હિંદુત્વની જીત થઈ છે. જે લોકોએ હિંદુ આતંકવાદ કહ્યો, ભગવા આતંકવાદ કહ્યો
તેને દંડ મળશે.
માલેગાંવ
બ્લાસ્ટની ટાઈમલાઈન
19-09-2008
: રમઝાનની રાત્રે માલેગાંવ વિસ્ફોટ
30-09-2008
: કેસમાં પહેલી એફઆઈઆર
21-10-2008
: એટીએસએ મોરચો સંભાળ્યો
20-01-2009
: એટીએસની પહેલી ચાર્જશીટ
13-04-2011
: એનઆઈએની એન્ટ્રી
21-04-2011
: એનઆઈએની સપ્લીમેન્ટ્રી ચાર્જશીટ
13-05-2016
: મકોકા હટયો, નવી ચાર્જશીટ
27-12-2017
: ચાર્જ ફ્રેમિંગની નવી શરૂઆત
30-10-2018
: સાત આરોપી ઉપર આરોપ ઘડાયા
03-12-2018
: પહેલો ગવાહ રનજૂ
04-09-2023
: અંતિમ ગવાહ અને હોસ્ટાઈલ ટેગ
12-08-2024
: આરોપીઓના નિવેદન નોંધાયા
25-07-2024
: અભિયોજન પક્ષની દલીલ શરૂ
30-09-2024
: બચાવ પક્ષની દલીલ શરૂ
04-04-2025
: અભિયોજનની જવાબી દલીલ
31-07-2025
: કોર્ટે આરોપીઓને દોષમુક્ત કર્યા
કૉંગ્રેસનું
ભગવા આતંકવાદનું કાવતરું ધ્વસ્ત : ભાજપ
માલેગાંવ
ચુકાદો : ભાજપ-કોંગ્રેસ વચ્ચે આતંકવાદ મુદ્દે ધમાસાણ
આનંદ
કે. વ્યાસ
નવી
દિલ્હી તા.31 : કોંગ્રેસના સાંસદ રેણુકા ચૌધરીએ વિવાદાસ્પદ ટિપ્પણી કરી છે કે હા, હિન્દુ
આતંકવાદી હોય છે. માલેગાંવ બ્લાસ્ટ મામલે કહ્યું કે આ સરકારમાં આ લોકોએ છૂટવાનું જ
હતું. જોઈએ છીએ આગળ શું થાય છે ? અમોને તો પહેલેથી જ આવું લાગી રહ્યું હતું. જયારે
આપણે મુસ્લિમ આતંકવાદી કહીએ છીએ તો હિન્દુ આતંકવાદી કહેવાની મજબૂરી થઈ જાય છે. નકસલીઓ
કોણ છે ? તેમનો ધર્મ શું છે ? શું તેઓ આતંકવાદી હતા ? તેમને તમે શું માનશો ?
મહારાષ્ટ્રના
મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કહ્યું કે આતંકવાદ ભગવો કયારેય હતો નહીં, ન છે અને ન
કયારેય હશે. ભાજપના રાષ્ટ્રીય પ્રવકતા ગૌરવ ભાટિયાએ કહ્યું કે સત્યમેવ જયતે, હિન્દુ આતંકવાદનો ખોટો પ્રોપેગેન્ડા આજે કોર્ટમાં
ધરાશાયી. હિન્દુ સહિષ્ણુ છે, આતંકવાદી નહીં. ભાજપ સાંસદ મનનકુમાર મિશ્રાએ કહ્યંy કે
કોંગ્રેસે જૂઠનો નેરેટિવ ફેલાવ્યો હતો જેનો આજે પર્દાફાશ થઈ ગયો છે. ભાજપ સાંસદ રવિ
કિશને કહ્યંy કે મને સમજાતું નથી કે ખુશી મનાવું કે દુ:ખ ? તેમના જીવનના 17 વર્ષ કોણ
પાછા આપશે ?
ભાજપના
પ્રવકતા રવિશંકર પ્રસાદે કહ્યંy કે ચિદમ્બરમે ડીજીપી પ્રેસ કોન્ફરન્સમાં ભગવા આતંકવાદની
વાત કહી હતી. તત્કાલીન ગૃહમંત્રી સુશીલકુમાર શિંદેએ પણ આવી વાત કરી હતી. રાહુલ ગાંધીએ
પણ અમેરિકી રાજદૂત સાથે વાતચીતમાં કહ્યંy હતું કે હિન્દુ આતંકવાદ લશ્કરે તોઈબાથી પણ
ખતરનાક છે. હિન્દુ આતંકવાદની આવી થિયરી ફેઈલ થઈ છે.
રવિશંકર
પ્રસાદે કહ્યું હતું કે માલેગાંવ કેસમાં કોર્ટના ચૂકાદાને ભાજપ આવકારે છે. ભગવા આતંકવાદના
કૉંગ્રેસના કાવતરાંને આ ચૂકાદાએ ધ્વસ્ત કર્યો છે. ભગવા આતંકવાદના નામે રાજકારણ બદલ
રાહુલ અને સોનિયા ગાંધીએ માફી માગવી જોઇએ અને ખોટા કેસમાં ફસાવીને આરોપીઓને 17 વર્ષ
સુધી જેલ અને કોર્ટમાં માનસિક-શારીરિક પ્રતાડના બદલ વળતર આપવું જોઇએ.
કોણ
કોણ આરોપી ?
સાધ્વી
પ્રજ્ઞાસિંહ ઠાકુર
લેફ્ટનન્ટ
કર્નલ પ્રસાદ પુરોહિત
રિટાયર્ડ
મેજર રમેશ ઉપાધ્યાય
અજય
રાહિરકર
સુધાકર
દ્વિવેદી
સુધાકર
ચતુર્વેદી
સમીર
કુલકર્ણી