ભૂપેન્દ્રભાઈ પટેલાના અધ્યક્ષ સ્થાને 7 વિભાગોના રૂ.1.74 લાખ કરોડના વિકાસલક્ષી 32 હાઈ પ્રાયોરિટી પ્રોજેક્ટ્સની કામગીરીની કરાઈ સર્વગ્રાહી સમીક્ષા: કચ્છના ખાવડામાં 30 ગીગાવોટના હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્કની 64 ટકા કામગીરી પૂર્ણ
અમદાવાદ,
તા.31 : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ
સ્થાને યોજાયેલી રાજ્યના હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટની સમીક્ષા બેઠકના ત્રીજા ઉપક્રમમાં
રાજ્ય સરકારના વિવિધ 7 વિભાગોના કુલ 1.74 લાખ કરોડના 32 પ્રોજેક્ટ્સમાં થયેલી કામગીરીની
પ્રગતિની સમીક્ષા કરાઈ હતી. જેમાં મુખ્યત્વે મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટ
માટે જમીન સંપાદન પ્રક્રિયા, ખાવડાનો રિન્યુએબલ
એનર્જી પાર્ક, સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટના (1 થી 6 ફેઈઝની પ્રગતિ, સુરતના ડ્રીમ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર સહિતના ડેવલપમેન્ટ
માટે સબમિટ કરાયેલા માસ્ટર પ્લાન, કૌશલ્યા-ધ સ્કિલ યુનિવર્સિટી જેવા પ્રોજેક્ટની કામગીરીની
પ્રગતિ અંગે વિગતે ચર્ચા-પરામર્શ કરાયો હતો.
બેઠકમાં
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે, આ તમામ પ્રોજેક્ટ નિશ્ચિત સમય મર્યાદામાં અને ગુણવતાયુક્ત
કામો સાથે થાય એટલુ જ નહીં પરંતુ આ પ્રોજેક્ટથી થતાં વિલંબથી નાણાકિય ભારણ ન વધે તેવું
ભારપૂર્વક જણાવ્યું હતું સાથોસાથ મુંબઈ-અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટમાં જમીન સંપાદનનું
વળતર ખેડૂતોને ચૂકવવાની કામગીરી ઓગસ્ટ-2025 સુધીમાં પૂર્ણ કરવા અંગે નિર્દેશ આપ્યો
હતો. એવી જ રીતે, કચ્છના ખાવડામાં આકાર લઈ રહેલા 30 ગીગાવોટના હાઈબ્રિડ રિન્યુએબલ એનર્જી
પાર્કની 64 ટકા કામગીરી પૂર્ણ થઈ છે અને 6862 મેગાવૉટના રિન્યુએબલ એનર્જી પ્રોજેક્ટ
કાર્યરત થયા છે. હવે, ડિસેમ્બર-2026 સુધીમાં રિન્યુએબલ એનર્જી (છઊ) પાર્ક પૂર્ણ કરવાનું
આયોજન છે.
લોથલમાં
ભારત સરકાર દ્વારા નિર્માણાધીન નેશનલ મેરિટમ હેરિટેજ કોમ્પ્લેક્સની પ્રગતિ સંદર્ભમાં
વિભાગે જણાવ્યું હતું કે, રાજ્ય સરકારે 400 એકર જમીન ફાળવણી, પાણી પુરવઠાની પાઇપલાઇન,
વીજ પુરવઠાની ટ્રાન્સમિશન લાઈન અને સરગવાડાથી પ્રોજેક્ટ સાઈટ સુધીનો રસ્તો ચાર-માર્ગીય
કરવાની કાર્યવાહી પૂર્ણ કરી છે. બેઠકમાં સંબંધિત વિભાગના વરિષ્ઠ સચિવોએ તેમના વિભાગોના
હાઈ ઇમ્પેક્ટ પ્રોજેક્ટમાં અત્યાર સુધી થયેલી કાર્યવાહી અને આગામી આયોજનની વિસ્તૃત
વિગતો આપી હતી.
બેઠકમાં
અન્ય ક્યા પ્રોજેક્ટ્સ અંગે કરાઈ ચર્ચા ?
ઁ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, બસ મથક, પોલીસ
સ્ટેશન, સ્ટેટ પેવેલિયનની કામગીરી પ્રગતિમાં છે, ટુરિઝમ સરકીટનું આયોજન પ્રારંભિક તબક્કે
છે.
ઁ સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ પ્રોજેક્ટના
ફેઈઝ 1 થી 6 અન્વયે વાસણા બેરેજથી લઈને ગાંધીનગર થર્મલ પાવર સ્ટેશન સુધીની કામગીરી
તબક્કાવાર હાથ ધરાઈ રહી છે.
ઁ આ કામગીરીની વિગતો સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ
કોર્પોરેશનના અધ્યક્ષ આઈ.પી. ગૌતમે આપી હતી.
ઁ રાજ્ય સરકાર સમક્ષ રજૂ કરાયેલા સુરતના નિર્માણાધીન
ડ્રીમ સિટીના ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ સહિતનો માસ્ટર પ્લાન પર ચર્ચા-પરામર્શ કરવામાં
આવ્યાં હતાં.
ઁ શ્રમ-રોજગાર વિભાગના પ્રોજેક્ટની સમીક્ષા
દરમિયાન કૌશલ્ય-ધ સ્કિલ યુનિવર્સિટીના બાંધકામ અને તેને સંલગ્ન બાબતોની સમગ્ર કામગીરી
ત્વરાએ પૂર્ણ કરી દેવા સૂચન કરાયું હતું.