• શનિવાર, 17 જાન્યુઆરી, 2026

વિવેકાધીન ન્યાય હવે કૃત્રિમ મેઘા આધીન!

-હવે ભારતમાં AI માય લોર્ડ ! એસ્ટોનિયા, ચીન બાદ ભારતમાં રોબો જજ ા ન્યાયાધીશો માટે તાલીમ કાર્યક્રમ શરૂ

 

નવી દિલ્હી, તા.ર : આર્ટિફિશિયલ ઈન્ટેલીજન્સ (એઆઈ) નો સતત વધી રહેલો વ્યાપ જોતાં આગામી દિવસોમાં ન્યાયતંત્રમાં મોટા બદલાવમાં એઆઈ માય લોર્ડ બની શકે છે, જે તારીખ પર તારીખ નહીં સીધો જ ફેંસલો સંભળાવશે !

રોબો જજ ટેકનિકને સમજવા અને તેનો ઉપયોગ કરવા સરકારે જિલ્લા અને સત્ર ન્યાયાલયલમાં જજો માટે તાલીમ કાર્યક્રમ શરૂ કર્યો છે. તે માટે જજોને વિદેશ પણ મોકલવામાં આવશે. જયાં એઆઈ ટેકનોલોજીનો ન્યાયતંત્રમાં ઉપયોગ શરૂ થઈ ચૂક્યો છે. વિદેશ જઈને જજો જોશે કે કેવી રીતે એઆઈના ઉપયોગથી કેસમાં મદદ મળે છે અને તેના ઉપયોગથી તંત્રને કેવી રીતે અ ઁડવાન્સ અને ઝડપી બનાવી શકાય છે. રોબો જજનો સૌપહેલા કોન્સેપ્ટ એસ્ટોનિયામાં શરુ થયો હતો. જ્યાં 7000 યુરોથી ઓછાના વિવાદોમાં એઆઈની મદદથી ચુકાદો આપવામાં આવે છે. ચીનમાં પણ આવી ટેકનીકનો ઉપયોગ શરૂ થઈ ચૂક્યો છે. હવે ભારત આ કોન્સેપ્ટને અપનાવવાની તૈયારીમાં છે.

મીડિયા અહેવાલમાં દાવો કરાયો છે કે એઆઈની મદદથી કચેરીઓમાં કામકાજ સરળ બની જશે. એટલું જ નહીં કોર્ટ પણ તેની મદદથી કામ કરશે. ભારતમાં પણ ન્યાયપાલિકા હવે એઆઈનો ઉપયોગ કરવા જઈ રહી છે. જેનો સૌથી મોટો ફાયદો એવા લોકોને મળશે જેઓ તુરંત ચુકાદો ઈચ્છે છે. એક કહેવત છે કે ન્યાયમાં મોડું થવું એ ન્યાયથી વંચિત રહેવા સમાન છે. પરંતુ એઆઈની મદદથી નાના મોટા કેસ જેવા કે ટ્રાફિક નિયમ તોડવાથી માંડી જમીનને લગતાં વિવાદોનો ઉકેલ ફટાફટ આવી જશે. એક રીતે કહી શકાય કે એઆઈ માય લોર્ડની ભૂમિકામાં આવી જશે.

રોબો જજ એવું સાંભળીને એવું ન માની લેતાં કે રોબોટ ન્યાયીધીશની ખુરશી પર બેસી જશે પરંતુ ન્યાયપાલિકામાં એઆઈનો ઉપયોગ દરેક પ્રક્રિયાને સરળ બનાવશે. આ એક ટેકનીક છે જેમાં કેસની લગતી માહિતી એકઠી કરવાથી માંડી પૂર્વ ચુકાદા, પૃષ્ઠભૂમિ, ડેટા એનાલિસીસી ઝડપી થશે. 

 

ઇ-પેપરના નવા શુલ્ક