ચોમેર તારાજી: તાલિબાન સરકારની મદદની આજીજી બાદ ભારતે આગળ ધર્યો મદદનો હાથ
કાબુલ,
તા.2 : અફઘાનિસ્તાનમાં ગઈકાલે આવેલા 6.0ની તીવ્રતાના શક્તિશાળી ભૂકંપમાં મૃતકોની સંખ્યા
અત્યાર સુધીમાં 1400 થઈ છે. આ કુદરતી હોનારતમાં 3250થી વધુ લોકો ઘાયલ થયા હતા. તાલિબાન સરકારે દુનિયાની મદદ માગતાં ભારતે પણ
15 ટન ખાદ્ય સામાન અને એક હજાર તંબૂ મોકલ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કણસતાં અફઘાનિસ્તાનના
ભૂકંપ અંગે દુ:ખ વ્યક્ત કર્યું હતું.
ભયાવહ
વિનાશકતાનો સામનો કરી રહેલા અફઘાનિસ્તાનમાં દુનિયાભરથી મદદનો પ્રવાહ શરૂ થયો છે. આ
પહેલાં તાલિબાન સરકારના સ્વાસ્થ્ય મંત્રાલયના પ્રવક્તા શરાફત જમાને કહ્યું હતું કે
અમને મદદની જરૂર છે. ભૂકંપમાં અનેક લોકોનાં મોત થયાં છે. અનેક મકાનો ધ્વસ્ત થયાં છે.
આ તારાજીએ અફઘાનિસ્તાનની મુશ્કેલી વધારી છે. અહીં અગાઉથી જ વિદેશી મદદ મળી રહી નથી.
જેનાથી દેશમાં આર્થિક સંકટ છે.
ભારતે
અફઘાનિસ્તાનમાં મદદ માટે 1000 તંબૂ કાબૂલ મોક્લ્યા છે. 15 ટન ખાદ્ય સામાન પણ રવાના
કરવામાં આવ્યો છે. વિદેશમંત્રી એસે જયશંકરે એક્સ પર જણાવ્યું કે હજુ પણ ભારત મદદ મોકલશે.
ઉલ્લેખનીય
છે કે 2021માં તાલિબાન સરકાર બન્યા બાદ અફઘાનિસ્તાનને અંતરરાષ્ટ્રીય સંસ્થાઓએ માનવીય
સહાયતા રોકી દીધી છે.
ભારતની
મદદ બાદ બ્રિટને પણ ભૂકંપ પ્રભાવિત પરિવારો માટે મદદ માટે 10 લાખ પાઉન્ડના તાકીદના
ભંડોળની જાહેરાત કરી હતી. ચીને પણ મદદની ઘોષણા કરી છે.