-રાજકોટમાં પધારેલા મહંત ઇન્દ્રભારતી બાપુનું નવરાત્રિ સંદર્ભે નિવેદન
રાજકોટ,
તા.2: આવનારા દિવસોમાં નવરાત્રિ આવી રહી છે. મા જગદંબાની આરાધના કરવા ગુજરાતભરમાં ઠેર-ઠેર
પ્રાચીન ગરબા અને અર્વાચીન દાંડિયા રાસનું આયોજન થતું હોય છે. ત્યારે નવરાત્રિ પહેલાં
જ અર્વાચીન દાંડિયામાં વિધર્મીઓના પ્રવેશને લઈ વિરોધ અને વિવાદ શરૂ ચૂક્યો છે. જૂનાગઢના
મહંત ઈન્દ્રભારતી બાપુએ રાજકોટ ખાતે આ સંદર્ભે એક નિવેદન આપ્યું છે. બાપુએ યુનિવર્સિટી
રોડ પર ભગત સિંહ ગાર્ડન પાસે જેકે ચોક ખાતે
શિવશક્તિ યુવા ગ્રુપ દ્વારા આયોજિત જે.કે. ચોક કા રાજા ગણપતિ મહોત્સવમાં દર્શન કર્યા
હતા અને આ દરમિયાન તેમણે નવરાત્રિ તહેવારને લઇ ઉપસ્થિત લોકોને સંબોધન કરતા કહ્યું હતું
કે, દાંડિયા ઓછા રમજો અને નવરાત્રિમાં બહેનો-દીકરીઓનું ધ્યાન રાખજો. નવરાત્રિ સમયે
વિધર્મીઓ ચાંદલા અને ટેટૂ કરી ગરબા ગ્રાઉન્ડમાં ઘૂસી યુવતીઓને ટાર્ગેટ કરતા હોવાનો
આક્ષેપ કર્યો છે. બાપુની રાજકોટ મુલાકાત દરમિયાન રાજકોટનાં ધારાસભ્ય ડો. દર્શિતાબેન
શાહ અને રાજકોટ યુવા ભાજપના કેટલાક નેતાઓ સાથે જોવા મળ્યા હતા. બાપુએ રાજકોટમાં અલગ
અલગ ગણેશ પંડાલ ખાતે આરતી પણ કરી હતી.