• મંગળવાર, 12 મે, 2026

નેપાળમાં Gen-Z પછી ફ્રાન્સમાં ‘બ્લોક એવરીથીંગ’

નેપાળ બાદ ફ્રાન્સમાં એક લાખ લોકો રસ્તા પર

બજેટ ગરીબો વિરોધી હોવાના આરોપ અને રાષ્ટ્રપતિ મેક્રોંના રાજીનામાંની માંગ સાથે દેશભરમાં આગ: 80 હજાર પોલીસ જવાન તૈનાન, 200ની ધરપકડ

પેરિસ, તા. 10 : નેપાળ બાદ હવે ફ્રાન્સમાં પણ સરકારના વિરોધમાં ઉગ્ર પ્રદર્શન શરૂ થઈ ગયું છે. બજેટમાં કાપ વિરુદ્ધ અને રાષ્ટ્રપતિ ઈમૈનુઅલ મેક્રાંઁના રાજીનામાંની માંગ સાથે એક લાખથી વધુ લોકો બુધવારે રસ્તા પર ઊતરી પડયા હતા.

રેષે ભરાયેલ પ્રદર્શનકારીઓએ અનેક જગ્યાએ આગ ચાંપી હતી, તોડફોડ કરી હતી, સુરક્ષા દળો સાથે ઘર્ષણ થયા હતા. સરકારે 80 હજાર પોલીસ જવાનો તૈનાત કરી દીધા હતા. 200થી વધુ ઉપદ્રવી તત્ત્વોની ધરપકડ કરાઈ હતી.

ફ્રાન્સની રાજનીતિમાં બજેટ હંમેશાંથી ટકરાવનું મોટું કારણ રહ્યંy છે. દર વર્ષે આ સંઘર્ષના માધ્યમથી જ નક્કી થાય છે કે, સરકાર ક્યાં ક્ષેત્રો પર ખર્ચ વધારશે અને ક્યાં ઘટાડશે.

મેક્રાંઁની નીતિઓથી નારાજ દેખાવકારોએ અનેક જગ્યાએ પોલીસ જવાનો પર પથ્થરમારો પણ કર્યો હતો. સોશિયલ મીડિયા પર ‘બ્લોક એવરીથિંગ’ એટલે કે, ‘બધુ બંધ કરી નાખો’ના આહ્વાન સાથે આંદોલનની શરૂઆત થઈ અને હવે લોકો સંગઠિત થઈને રસ્તા પર ઊતરી આવ્યા હતા.

રાજધાની પેરિસ સહિત દેશના વિવિધ ભાગોમાં વિરોધ પ્રદર્શન કરી રહેલા લોકોએ આરોપ મૂક્યો હતો કે, મેક્રાંઁ સરકારે લોકોનું જીવનસ્તર સુધારવા માટે કોઈ પ્રયાસ નથી કર્યા, તેમની સરકારનો આર્થિક વહીવટ બહુ ખરાબ છે.

આખા ફ્રાન્સમાં ફેલાઈ ચૂકેલા વિરોધ દેખાવો ભારે આકરા બન્યા હતા, ટ્રાફિકજામ કરી દેવા સહિતના રોષભર્યા પગલાંઓએ દેશની વિવિધ ગતિવિધિઓને થંભાવી દીધી હતી.

ડાબેરી પક્ષોએ આરોપ મૂક્યો હતો કે, મેક્રોં સરકારે લોકોનું જીવનસ્તર સુધારવા માટે કોઈ પ્રયાસ નથી કર્યા. તેમની સરકારનો આર્થિક વહીવટ બહુ ખરાબ છે.

આખા ફ્રાન્સમાં ફેલાઈ ચૂકેલા વિરોધ દેખાવો ભારે આકરા બન્યા હતા. ટ્રાફિકજામ કરી દેવા સહિતના રોષભર્યા પગલાંઓએ દેશની વિવિધ ગતિવિધિઓને થંભાવી દીધી હતી.

ડાબેરી પક્ષોએ આરોપ મૂકયો હતો કે, મેક્રાંઁ સરકારનું બજેટ ગરબી અને સામાન્ય જનતાની વિરુદ્ધ છે. બીજીતરફ દક્ષિણપંથી પક્ષોએ રાવ ઊઠાવી છે કે વેરા અને  આર્થિક નીતિઓ જનતાના હિતોને હાનિ કરે છે.

સામાન્ય રીતે એકબીજાના કટ્ટર વિરોધી રહેલા ડાબેરી અને દક્ષિણપંથી પક્ષો સરકાર વિરુદ્ધ એકજૂટ થઈ ગયા છે.

 

ઇ-પેપરના નવા શુલ્ક