• શનિવાર, 08 ઑગસ્ટ, 2026

નેપાળમાં સૈન્યને સુકાન : સુશીલા કાર્કી PM બનશે ?

મહિલા ચીફ જસ્ટિસને વચગાળાની સરકારના વડા બનાવવા ઋયક્ષ-ણનું સમર્થન

            અનેકની ધરપકડ, સુપ્રીમમાં 25000 ફાઈલો રાખ, નેપાળની યાત્રા ન કરવા ભારતની એડવાઈઝરી, હજારો ભારતીયો અટવાયા

કાઠમંડુ, તા.10 : નેપાળમાં જેન-ઝેડએ ઓલી સરકાર ઉથલાવી નાંખ્યા બાદ નવી સરકારની રચના ન થાય ત્યાં સુધી સૈન્યએ દેશનું સુકાન સંભાળી ઉપદ્રવીઓ પર ધોંસ બોલાવી છે. યુવાઓએ સરકાર વિરોધી આંદોલન છેડયા બાદ હવે ઉપદ્રવીઓએ દેશમાં ઉત્પાત મચાવ્યો છે, ઠેર ઠેર લૂંટફાટ અને આગજની કરવામાં આવી રહી છે. દરમિયાન સ્થાનિક મીડિયાએ દાવો કર્યો છે કે દેશના પ્રથમ મહિલા મુખ્ય ન્યાયાધીશ સુશીલા કાર્કી વચગાળાનાં વડાપ્રધાન બની શકે છે. તેમને જેન-ઝેડનો ટેકો મળ્યો છે. ઉપરાંત કાઠમંડુના મેયર બાલેન શાહ, રબિ લામિછાને, કુલમન ઘાસિંગ અને હરકા સંપાંગના નામ પણ પીએમ પદ માટે ચર્ચામાં છે.

નેપાળમાં 3 દિવસના હિંસક પ્રદર્શનોમાં સરકારી સંપત્તિઓને ભારે નુકસાન થયુ છે. સુપ્રીમ કોર્ટમાં મહત્ત્વની રપ000 જેટલી ફાઈલો સળગાવી નાંખવામાં આવી છે. સેનાએ 27 ઉપદ્રવીની ધરપકડ કરી છે. આંદોલનકારીઓએ માગ કરી છે કે દેશનું બંધારણ ફરી લખવામાં આવે અને છેલ્લા 3 દાયકામાં વિવિધ સરકારોએ મચાવેલી લૂંટની તપાસ કરવામાં આવે. ભારત સરકારે સાવચેતી માટે નેપાળ સાથેની સરહદ સીલ કરી છે અને ભારતીયો હજારોની સંખ્યામાં નેપાળમાં અરાજક્તા વચ્ચે ફસાઇ ગયા છે. બીજીબાજુ ભારત સરકારે હાલ નેપાળની યાત્રા ટાળવા સલાહ આપી છે. નેપાળમાં એરપોર્ટ બંધ છે અને રસ્તાઓ વેરાન બન્યા છે. હિંસક પ્રદર્શનો બાદ સેનાએ ઠેર ઠેર કફર્યૂ લાદ્યો છે. દિલ્હી-કાઠમંડુ બસ સેવા બંધ કરાઈ છે.  નેપાળમાં સોશિયલ મીડિયા પર પ્રતિબંધ અને ભ્રષ્ટાચાર    વિરુદ્ધ ચાલી રહેલા આંદોલનનો બુધવારે ત્રીજો દિવસ હતો. હિંસક વિરોધ પ્રદર્શનોને રોકવા માટે, સેનાએ મંગળવારે રાત્રે 10 વાગ્યાથી સમગ્ર દેશનો કબજો સંભાળી લીધો હતો અને ત્યાર પછી પણ ઘણા વિસ્તારોમાં હિંસા ચાલુ રહી હતી. દરમિયાન સીપીએન પ્રમુખ પુષ્પ કમલ દહલ પ્રચંડની પુત્રી ગંગા દહલના બળી ગયેલા ઘરમાંથી એક મૃતદેહ મળી આવ્યો હતો. લલિતપુરના એસએસપી શ્યામ કૃષ્ણ અધિકારીએ જણાવ્યું હતું કે ધોલાહિતી સ્થિત ગંગાના નિવાસસ્થાનમાંથી આ મૃતદેહ મળી આવ્યો હતો મૃતદેહની ઓળખ થઈ નથી.   

ઇ-પેપરના નવા શુલ્ક