• રવિવાર, 08 ફેબ્રુઆરી, 2026

દિલ્હીમાં 10 લાખ રખડતા શ્વાનોને લગાડાશે માઈક્રોચિપ

દિલ્હી એનિમલ વેલફેર બોર્ડે તૈયાર કર્યો એક્શન પ્લાન

નવી દિલ્હી, તા. 10 : રખળતા શ્વાનો ઉપર સુપ્રીમ કોર્ટના ચુકાદા બાદ દિલ્હી સરકારે હવે એક્શન પ્લાન તૈયાર કર્યો છે. દિલ્હી એનિમલ વેલફેર બોર્ડની એક બેઠક બોલાવવામાં આવી હતી. જેમાં દિલ્હીમાં રખડતા શ્વાનો મુદ્દે એક્શન પ્લાન રજૂ કરવામાં આવ્યો હતો. આ બેઠકમાં 10 લાખ શ્વાનોને માઈક્રોચિપ લગાડવાનો નિર્ણય થયો છે. તેમજ પાળેલા શ્વાનોનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે અને જાનવરોના રસીકરણ કાર્યક્રમનું ડિજીટલીકરણ થશે. દિલ્હી પશુપાલન વિભાગની બેઠકમાં રખડતા શ્વાનો ઉપરાંત પાળેલા શ્વાનોના રખરખાવને લઈને ચાલતા વિવાદો ઉપર પણ ચર્ચા થઈ હતી.

સુપ્રીમ કોર્ટે ગયા મહિને રખડતા શ્વાનોની વધતી આબાદી અને માણસો ઉપર થતા હુમલાને લઈને મહત્ત્વની સુનાવણી કરી હતી. ત્રણ જજની બેંચે ચૂકાદામાં સુધારો કરતા તમામ શ્વાનોને શેલ્ટર હોમ મોકલવાનો નિર્ણય પલટી નાખ્યો હતો અને શ્વાનોની નસબંધી અને રસીકરણ બાદ ફરીથી તેમના વિસ્તારમાં જ છોડી દેવાનો વચગાળાનો આદેશ આપ્યો હતો. સાથે રાજ્યોને રખડતા શ્વાનો મુદ્દે એક્શન પ્લાન બનાવવા નિર્દેશ આપ્યો હતો.

સુપ્રીમ કોર્ટે ચુકાદામા શ્વાનોને સાર્વજનિક સ્થળોએ ખાવાનું આપવા ઉપર રોક મૂકી હતી. તેમજ આદેશનું ઉલ્લંઘન કરનારા લોકો સામે કડક કાર્યવાહીનો આદેશ આપ્યો હતો. એજન્સીઓને શ્વાનોના ભોજન માટે વિશેષ સ્થળ નક્કી કરવા કહ્યું હતું. જ્યારે આક્રમક શ્વાનોને શેલ્ટર હોમમાં જ રાખવા આદેશ આપ્યો હતો.

ઇ-પેપરના નવા શુલ્ક