• ગુરુવાર, 15 ઑક્ટોબર, 2026

સરકારી યોજનાઓના અમલમાં થતાં ભોપાળાથી અસરગ્રસ્ત લોકોને કોઈ લાભ થતો નથી

સરકારમાં પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળ 52.95 ટકા રકમ તો વપરાયા વિના જ પડી રહી

વિધાનસભાના ચોમાસું સત્રના આજે છેલ્લા દિવસે ગૃહમાં કેગનો અહેવાલ રજૂ કરાયો

અમદાવાદ,તા.10 : દેશ કે રાજ્યોમાં કાયદાઓ બને યોજનાઓ પણ તેના ઉપર અમલ ન થાય તો સ્વાભાવિક રીતે પરિણામ શૂન્ય મળતું હોય છે. ભારત સરકારે ખાણકામ સંબંધિત કામગીરીથી અસર પામેલા વિસ્તારો અને લોકોનું કલ્યાણ માટે પ્રધાનમંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ  યોજના શરૂ કરી હતી. ગુજરાત સરકારે 1લી, એપ્રિલ 2016ના રોજ ગુજરાત રાજ્યના 33માંથી 32 જિલ્લા ખનીજ નિધિઓની સ્થાપના કરી હતી. એમાં પણ એવું નક્કી કરાયું હતું કે, ગુજરાત ખનીજ સંશોધન અને વિકાસ સોસાયટીએ કેન્દ્રવર્તી સંસ્થા તરીકે રાજ્યના વિવિધ જિલ્લા ખનીજ નિધિ સાથે સંકલન કરશે. નિયમ મુજબ ભૂસ્તરશાસ્ત્રી-સહાયક ભૂસ્તરશાસ્ત્રીઓ જિલ્લા ખનીજ નિધિની આવકની આકારણી માગણી અને વસૂલાત કરવા માટે જવાબદાર છે. ગુજરાત જિલ્લા ખનીજ નિધિ નિયમોમાં જણાવાયું છે કે, જિલ્લા ખનીજ નિધિમાં ફાળા માટે ચૂકવણી સેયલ્ટીની ચુકવણી સાથે કરવામાં આવશે અને દરેક જિલ્લા ખનીજ નિધિને ચૂકવવાપાત્ર રકમ સરકાર દ્વારા નિર્દિષ્ટ રીતે તેના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. કેગ દ્વારા કરાયેલા ઓડિટમાં ગુજરાત રાજ્યમાં પ્રધાન મત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજનાના અમલીકરણની અસરકારકતાની સમીક્ષા માટે જિલ્લા ખનીજ નિધિ. એકલ કેન્દ્રવર્તી એકમ અને (1) ભાવનગર (2) મહેસાણા (3) દેવભૂમિ દ્વારકા (4) પોરબંદર અને (5) સુરતના પાંચ જિલ્લા ખનીજ નિધિના રેકર્ડની તપાસ કરવામાં આવી હતી.

કોમ્પટ્રોલર એન્ડ ઓડિટર જનરલ (કેગ) દ્વારા આ યોજનાની સમીક્ષા કરાયા બાદ જાહેર કર્યું છે, માર્ચ-2024 સુધીમાં ગુજરાતના 32 જિલ્લા ખનીજ નિધિઓને રૂ.1,608.08 કરોડનો જિલ્લા ખનીજ નિધિ ફાળો મળ્યો હતો. પ્રધાન મંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજના હેઠળની પરિયોજનાઓ માટેનો ખર્ચ રુ. 756.62 કરોડ (47.05 ટકા) હતો અને 851.46 કરોડ (52.95 ટકા)નો જિલ્લા ખનીજ નિધિ ફાળો વણવપરાયેલો રહ્યો હતો. ઓડિટ દરમ્યાન કેગના ધ્યાન પર આવ્યું હતું કે, પાંચ જિલ્લા ખનીજ નિધિઓમાં કુલ સૈદ્ધાંતિક રીતે મંજૂર થયેલી પરિયોજનાઓમાંથી 65.36 ટકાને વહીવટી મંજૂરી આપવામાં આવી હતી. જિલ્લા ખનીજ નિધિ મહેસાણાના કિસ્સામાં આ રૂપાંતર ગુણોત્તર સૌથી ઓછો 49.83 ટકા જેટલો અને જિલ્લા ખનીજ નિધિ સુરતના કિસ્સામાં સૌથી વધુ 92.01 ટકાનો હતો.  ઓડિટરે અવલોકન કર્યું હતું કે, ત્રણ મહિનાના નિયત સમય મર્યાદામાં લાઈન વિભાગો તરફથી તકનીકી વિગત વર્ણન ઉપલબ્ધ ન થવા કે રજૂ ન કરવાના કારણે અને અન્ય સરકારી યોજનાઓ દ્વારા પરિયોજનાઓ હાથ ધરવામાં આવી હોવાના કારણે સૈદ્ધાંતિક રીતે મંજૂર થયેલી પરિયોજનાઓ રદ કરવામાં આવી હતી. ગુજરાતમાં  84. 46 કરોડના કુલ ઉઘરાણામાંથી 83.61 કરોડનું પર્યાવરણીય વળતર ભંડોળ કે જેનો ઉપયોગ પ્રધાન મંત્રી ખનીજ ક્ષેત્ર કલ્યાણ યોજનાની પરિયોજનાઓ માટે થવાનો હતો, તે વણ-વપરાયેલું રહ્યું હતું.

કેગના અહેવાલ મુજબ 10 મોટી ગેરરીતિઓ 

            પાંચ જિલ્લા ખનીજ નિધિઓમાં જિલ્લા ખનીજ નિધિના નાળાની ચૂકવણી ન કરવાના, ઓછી કરવાના કિસ્સાઓ હતા, જેના પરિણામે મુખ્ય ખનિજના ભાડાપટ્ટાધારકો પાસેથી  22.74 કરોડ અને ગૌણ ખનિજના ભાડાપટ્ટાધારકો પાસેથી 11.45 કરોડનો જિલ્લા ખનીજ નિધિ ફાળો બાકી હતો. 

            ચાર જિલ્લા ખનીજ નિધિએ ભાડાપટ્ટાધારકોને બહાર પાડેલી નોટિસમાં નિયમો અનુસાર જિલ્લા ખનીજ નિધિ ફાળાની ચુકવણીમાં વિલંબ માટે વ્યાજની ગણતરી કરી ન હતી.

            કામ માટે એજન્સીની પસંદગીની પ્રક્રિયામાં ઉણપો હતી, ટેન્ડર મંગાવ્યા વિના નામાંકનના આધારે એજન્સીને 9.04 કરોડનું કામ સોંપાયું હતું, જે અનુચિત લાભમાં પરિણમ્યો હતો

            છોટાઉદેપુર ખાતે બ્લડ બેંકની પરિયોજના ચાર વર્ષથી વધુ વિલંબ પછી પણ પૂર્ણ થઇ ન હતી અને પરિયોજના માટે 39,53 લાખની હાલમાં થયેલી ચુકવણી નિષ્ફળ રહી હતી

            દેવભૂમિ દ્વારકા જિલ્લા ખનીજ નિધિમાં, એજન્સીને 155.79 લાખના ફરી વારના ઓર્ડરનો  - જિલ્લા ખનીજ નિધિ દેવભૂમિ દ્વારકા હેઠળની 42 શાળાઓમાં શૈક્ષણિક સિરામિક આલેખ સ્થાપિત કરવાના કામમાં 63 લાખની વધારાની ચુકવણી કરવામાં આવી હતી

- સુરતના જિલ્લા ખનીજ નિધિએ પરિયોજનાઓ હાથ ધરતા પહેલા ગ્રામ સભાની મંજૂરી મેળવી ન હતી અને સુરત જિલ્લાના અનુસૂચિત વિસ્તારોમાં પરિયોજનાઓના અમલીકરણ અંગે કોઈ અહેવાલ પૂરો પાડયો ન હતો

-  ચાર જિલ્લા ખનીજ નિધિઓએ નિયત રજિસ્ટર જાળવ્યા ન હતા, જિલ્લા સ્તરે જિલ્લા ખનીજ નિધિના વાર્ષિક ખાતા અને વાર્ષિક અહેવાલોની તૈયારી અને અંતિમકરણમાં નોંધપાત્ર વિલબ થયો હતો

-  કુલ 32 વાર્ષિક ખાતા અને 30 વાર્ષિક અહેવાલો તૈયાર કરવામાં આવ્યા ન હતા

- જિલ્લા ખનીજ નિધિઓની સ્થાપના પછી માર્ચ 2023 સુધી પાંચ પસંદ કરેલા જિલ્લા ખનીજ નિધિઓમાંથી કોઈપણ દ્વારા સામાજિક ઓડિટ કરવામાં આવ્યું નથી જેના પરિણામે જિલ્લા ખનીજ નિધિઓ દ્વારા ચલાવવામાં આવતા પરિયોજનાઓની સામાજિક અસરનું મૂલ્યાંકન કરવામાં આવ્યું ન હતુ. 

ઇ-પેપરના નવા શુલ્ક