• સોમવાર, 18 મે, 2026

ક્રિકેટમાં ઓપરેશન સિંદૂર : પાક.નો કચ્ચરઘાણ શૌર્યભર્યા વિજય સાથે ભારતનો એશિયા કપના સુપર-4 રાઉન્ડમાં પ્રવેશ

ભારતના બોલિંગ તોપમારા અને બેટિંગ વિસ્ફોટ સામે પાક. ટીમ નતમસ્તક

128 રનનો વિજય લક્ષ્યાંક 15.5 ઓવરમાં 3 વિકેટે સર કર્યોં

દુબઇ તા.14: એશિયા કપમાં ભારતનો પાકિસ્તાન સામેના ક્રિકેટ જંગમાં 7 વિકેટે શૌર્યભર્યો વિજય થયો છે. ભારતના બહાદુર બોલરોના તોપમારા પછી બેટધરોની રન રફતારથી ભારતે 128 રનનો મામૂલી વિજય લક્ષ્યાંક 2પ દડા બાકી રાખીને હાંસલ કરી લીધો હતો. ભારતના 1પ.પ ઓવરમાં 3 વિકેટે 131 રન થયા હતા. કપ્તાન સૂર્યકુમાર યાદવે વિજયી છક્કો ફટકાર્યોં એ સાથે જ દેશભરમાં ભારતની જીતની ઉજવણી શરૂ થઇ હતી. જન્મદિને સૂર્યકુમાર કેપ્ટન ઇનિંગ રમીને 37 દડામાં પ ચોક્કા-1 છક્કાથી 47 રને અણનમ રહ્યો હતે. જયારે કુલદીપ યાદવે  3 વિકેટ લીધી હતી.

ભારત તરફથી અભિષેક શર્માએ રનની આતશબાજી કરીને 13 દડામાં 4 ચોક્કા-2 છક્કાથી 31 રન કર્યાં હતા. તિલક વર્માએ 31 અને શિવમ દૂબેએ અણનમ રહીને 10 રનનું યોગદાન આપ્યું હતું. ગિલ 10 રને આઉટ થયો હતો. પાક. તરફથી ત્રણેય વિકેટ સેમ અયૂબને મળી હતી.

 ગ્રુપ એના આજના મેચમાં પાક.ને કચડીને ભારતીય ટીમ સુપર-ફોર રાઉન્ડમાં પહોંચી છે. મેચ અગાઉ દેશભરમાં મેચનો બહિષ્કાર કરવાની છેલ્લે સુધી અપીલ થઇ હતી અને ઠેરઠેર વિરોધ પ્રદર્શનો થયા હતા. જો કે બાદમાં ટીમ ઇન્ડિયાની જુસ્સેદાર જીતને દેશવાસીઓને વધાવી લીધી હતી અને પાક. સામેના વિજયની ઉત્સાહભેર ઉજવણી થઇ હતી. કપ્તાન સૂર્યકુમાર યાદવના જન્મદિને ટીમ ઇન્ડિયાના લલાટે વિજય તિલક થયું હતું.

 

 

ઇ-પેપરના નવા શુલ્ક