ટ્રેક્ટરમાં
20-25 લોકો હતા સવાર : મૃતકોમાં આઠ બાળકીનો સમાવેશ
નવી
દિલ્હી, તા.2: મધ્યપ્રદેશનાં ખંડવા જિલ્લામાં એક મોટી દુર્ઘટનામાં નવરાત્રિ ઉત્સવ દરમિયાન
માતાની પ્રતિમાનાં વિસર્જન માટે જઈ રહેલું એક ટ્રેક્ટર-ટ્રોલી પુલિયું પાર કરતાં નદીમાં
ગબડી ગયું હતું અને તેમાં તેમાં 11 લોકોનાં મૃત્યુ નીપજ્યા હતાં.
આ અકસ્માત
પંધાનાનાં જામલી ગામમાં સર્જાયો હતો. મૃતદેહોને બહાર કાઢી લેવામાં આવ્યા છે અને તેમને
સ્થાનિક સ્વાસ્થ્ય કેન્દ્રમાં પહોંચાડવામાં આવ્યા હતાં. હજી પણ લાપતા લોકોની શોધખોળ
જારી છે.
જાણવા
મળતી પ્રાથમિક વિગતો અનુસાર ટ્રેક્ટરમાં સવાર થઈને 20થી 25 જેટલા લોકો તળાવ પાસે પહોંચ્યા
હતાં. જેમાં એક પુલિયા ઉપર ટ્રોલી ઉભી રાખવામાં આવી ત્યારે ટ્રેક્ટરનું સંતુલન ખોરવાયું
હતું અને તેની ટ્રોલી પલટીને તળાવમાં ગરક થઈ ગઈ હતી. આ દર્દનાક દુર્ઘટનાનાં મૃતકોમાં
8 બાળકીઓ પણ સામેલ હોવાનું જાણવા મળે છે. કુલ મળીને 20-25 લોકો આમાં ડૂબ્યા હોવાની
આશંકા છે. જેસીબીની મદદથી ટ્રોલી બહાર કાઢી લેવામાં આવી હતી.