દશેરાના
અવસરે સંબોધનમાં વૈશ્વિક ચિંતાઓ, જેન-જી આંદોલન વિશે બોલ્યા સંઘ વડા
નાગપુર,
તા.ર : વિજયાદશમી નિમિત્તે યોજાયેલા કાર્યક્રમમાં આરએસએસના વડા મોહન ભાગવતે ભારતના
પડોશી દેશોમાં અશાંતિ વિશે વાત કરતાં કહ્યું કે જ્યારે સરકાર લોકો અને તેમની સમસ્યાઓ
પ્રત્યે ઉદાસીન હોય છે ત્યારે તેની સામે વિરોધ પ્રદર્શનો ફાટી નીકળે છે. તેમણે સશક્ત
અને સંગઠિત હિંદુ સમાજ જ દેશની સુરક્ષા અને અખંડતાની ગેરેન્ટી હોવાનું જણાવ્યું હતું.
તેમણે કહ્યંy કે નિર્ભરતા મજબૂરી ન બનવી જોઈએ, પહલગામ બનાવથી મિત્રો અને શત્રુઓને ખુલાસો
થયો છે. મિત્રતા બધા સાથે રાખીશું પરંતુ સુરક્ષા માટે આપણે સતર્ક અને મજબૂત રહેવું
પડશે.
વિજયાદશમી
ઉત્સવના અવસરે ભાગવતે શત્ર પૂજા કરી હતી. આ વર્ષે આરએસએસ પોતાની સ્થાપનાનું શતાબ્દિ
વર્ષ મનાવી રહ્યંy છે ત્યારે દશેરાના આ વર્ષના સંબોધનમાં તેમણે નાગપુર મુખ્યાલય ખાતે
કહ્યું કે વૈશ્વિક ચિંતાઓના સમાધાન માટે વિશ્વ ભારત તરફ જોઈ રહ્યંy છે. બ્રહ્માંડ ઈચ્છે
છે કે ભારત ઉદાહરણ પ્રસ્તુત કરીને વિશ્વને રસ્તો બતાવે. જેન-જી આંદોલન વિશે બોલતાં
કહયુ કે શ્રીલંકામાં, પછી બાંગ્લાદેશમાં પછી નેપાળમાં. આપણે આપણા પડોશી દેશોમાં આનો
અનુભવ કર્યો છે. ક્યારેક આવું થાય છે. વહીવટ લોકોની નજીક નથી, સંવેદનશીલ નથી. તેમના
લોકોની સ્થિતિને ધ્યાનમાં રાખીને નીતિઓ બનાવવામાં આવતી નથી તેથી અસંતોષ ઉત્પન્ન થાય
છે. પરંતુ આ રીતે અસંતોષ વ્યક્ત કરવાથી કોઈને ફાયદો થતો નથી. તેમણે ઉમેર્યું કે જો
આપણે અત્યાર સુધીના ઇતિહાસ પર નજર કરીએ, કારણ કે કહેવાતી ક્રાંતિઓએ અશાંતિ લાવી છે,
તેમાંથી કોઈએ પણ તેમના ઉદ્દેશ્યો પ્રાપ્ત કર્યા નથી. રાજા વિરુદ્ધ ફ્રેન્ચ ક્રાંતિનું
પરિણામ શું આવ્યું ? નેપોલિયન રાજા બન્યો. સરકારની એ જ વ્યવસ્થા રહે છે. ઘણી કહેવાતી
સામ્યવાદી ક્રાંતિઓ થઈ છે અને હવે બધા સામ્યવાદી દેશો મૂડીવાદી વ્યવસ્થા હેઠળ કાર્યરત
છે.
સંઘ વડાએ કહ્યું કે જો દેશમાં પરિસ્થિતિ બગડે છે, તો બાહ્ય શક્તિઓ પ્રભુત્વ મેળવવાનો પ્રયાસ કરે છે. આવા હિંસક વિરોધ પ્રદર્શનો તેમના ઉદ્દેશ્યને પ્રાપ્ત કરી શક્યા નથી તેના બદલે, અરાજકતાની સ્થિતિ બાહ્ય શક્તિઓને તેમની રમત રમવાની તક મળે છે. નાગપુર ખાતે કાર્યક્રમમાં પૂર્વ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, કેન્દ્રીય મંત્રી ગડકરી અને મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ફડણવીસ ઉપસિથત રહ્યા હતા.