મધ્યપ્રદેશ
અને રાજસ્થાનમાં કથિત રીતે બાળકોના મૃત્યુ વચ્ચે સરકારની એડવાઈઝરી : સલામત દવાઓનો ઉપયોગ
કરવાની સલાહ
નવી
દિલ્હી, તા. 3 : મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કથિત રીતે કફ સિરપ પીવાથી થયેલા બાળકોના મૃત્યુના બનાવો બાદ હવે
કેન્દ્ર સરકાર દ્વારા દિશાનિર્દેશો જારી કર્યા છે. સરકારે કહ્યું છે કે, બે વર્ષથી
ઓછી વયના બાળકોને કફ અને સરદીનું સિરપ આપવું જોઈએ નહીં. ડીજીએચએસ (સ્વાસ્થ્ય સેવા મહાનિદેશાલય)એ
બાળ રોગીઓમાં કફ સિરપના ઉપયોગ કરવાની રીત ઉપર
એડવાઈઝરી જાહેર કરી છે. સરકારે એડવાઈઝરીમાં
કહ્યું છે કે બે વર્ષથી ઓછી વયના બાળકોને ઉધરસ અને સરદીની દવાઓ ન આપવી જોઈએ. આમ તો
પાંચ વર્ષથી ઓછી વયના બાળકોને આવી દવા આપવામાં આવતી નથી. આ માટે કોઈપણ દવાના ઉપયોગ
માટે સાવધાનીપૂર્વક મુલ્યાંકન, પુરતી દેખરેખ, યોગ્ય આહાર, લઘુતમ અવધિ અને અન્ય દવાઓના
સંયોજનથી બચવાનું પાલન કરવું જોઈએ. આ ઉપરાંત ડોક્ટરો દ્વારા નિર્ધારીત દવાઓના પાલન
અંગે જનતાને પણ જાગૃત કરવામાં આવી શકે છે.
એડવાઈઝરીમાં
તમામ સ્વાસ્થ્ય સંસ્થાન અને ક્લીનિક માત્ર ગુડ મેન્યુફેક્ચરિંગ પ્રેક્ટિસ (જીએમપી)
હેઠળ બનેલી અને સુરક્ષિત ફાર્માસ્યુટિકલ ગ્રેડ સામગ્રીથી તૈયાર દવાનો જ ઉપયોગ કરે તેમ
કહેવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય
છે કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં કથિત રીતે પ્રતિબંધિત કફ સિરફ પીવાના કારણે કુલ
11 બાળકોના મૃત્યુ થયા છે. જેમાં મધ્ય પ્રદેશના છીંદવાડામાં મૃતક બાળકોની સંખ્યા નવ
થઈ છે. જો કે શરૂઆતમાં સિરપના સેમ્પલમાં ડીઈજી કે ઈજીના અંશ મળી આવ્યા નથી. જે કિડની
ઉપર અસર કરે છે.
કફ
સિરપ અંગે સ્વાસ્થય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા કહેવામાં આવ્યું છે કે,એક ટીમ
મૃત્યુના સંભવિત કારણની તપાસ કરી રહી છે. જેમાં પાણી, કીટ વાહક અને શ્રસન નમુનાની તપાસ
થઈ રહી છે. સત્તાવાર નિવેદન અનુસાર રાષ્ટ્રીય રોગ નિયંત્રણ કેન્દ્ર (એનસીડીસી), રાષ્ટ્રીય
વિષાણુ વિજ્ઞાન સંસ્થાન (એનઆઈવી), કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંગઠન (સીડીએસસીઓ) અને
અન્ય પ્રતિનિધિ ધરાવતી એક સંયુક્ત ટીમ દ્વારા ઘટનાસ્થળની મુલાકાત લેવામાં આવી છે અને
રાજ્યના અધિકારીઓ સાથે સમન્વયમાં વિભિન્ન સેમ્પલ એકત્રિત કર્યા છે.
ખતરનાક
કેમિકલ ન મળ્યા : જીવલેણ સિરપ મુદ્દે સ્વાસ્થય મંત્રાલય
રાજસ્થાન
અને મધ્યપ્રદેશમાં બાળકોના મૃત્યુને લઈને કફ સિરપ ઉપર ઉઠેલા સવાલ વચ્ચે કેન્દ્રીય સ્વાસ્થય
મંત્રાલયે કહ્યું છે કે તપાસ દરમિયાન કોઈપણ સેમ્પલમાં ડાયથિલીન ગ્લાઈકોલ (ડીઈજી) કે
એથિલીન ગ્લાઈકોલ (ઈજી) જેવા ખતરનાક કેમિકલ મળ્યા નથી. દાવો છે કે મધ્ય પ્રદેશ અને રાજસ્થાનમાં
કફ સિરપ પીવાથી 11 બાળકોના મૃત્યુ થયા છે. તપાસ ટીમે કરેલી તપાસના રિપોર્ટમાં સાફ થયું
છે કે ડીઈજી કે ઈજી જેવા કેમિકલ મળી આવ્યા નથી જે કિડનીને ગંભીર નુકસાન કરી શકે છે.