ભારતના
પાંચ વિમાન તોડી પાડયાના દાવા કરતા પાકિસ્તાનને વાયુસેના પ્રમુખનો જવાબ : પાકિસ્તાનને
યુદ્ધવિરામ માગવા મજબૂર કર્યું
નવી
દિલ્હી, તા. 3 : ભારતીય વાયુસેનાના 93મા સ્થાપના દિવસ ઉપર આયોજીત પ્રેસ કોન્ફરન્સમાં
એર ચીફ માર્શલ એપી સિંહે પાકિસ્તાનને ઓપરેશન સિંદૂર દરમિયાન થયેલા નુકસાન ઉપર ખુલીને
વાત કરી હતી. એપી સિંહે કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન પાકિસ્તાની એરપોર્ટ
અને ઈન્સ્ટોલેશનો ઉપર ભારે હુમલા કર્યા હતા. આ હુમલાથી પાકિસ્તાનને જમીન અને હવાઈ ક્ષેત્રમાં
મોટો ઝટકો લાગ્યો હતો. આ ઉપરાંત એફ-16, જેએફ-17 સહિત 10 પાકિસ્તાની વિમાનને નુકસાન
પહોંચ્યું હતું.
એર
ચીફ માર્શલે કહ્યું હતું કે ચાર જગ્યાએ પાકિસ્તાની રડાર નષ્ટ થયા હતા અને બે જગ્યાએ
કમાન્ડ એન્ડ કન્ટ્રોલ સેન્ટર તબાહ કરાયા હતા. બે એરપોર્ટના રનવેને ભારે નુકસાન થયું
હતું અને એરપોર્ટે રહેલા વિમાન સુરક્ષીત રહ્યા નહોતા. આ ઉપરાંત એક સી-130 ક્લાસ ટ્રાન્સપોર્ટ
વિમાન, એક એડબલ્યુએસી ક્લાસ વિમાન અને ઓછામાં ઓછા 4-5 ફાઈટર વિમાન નષ્ટ થવાના નિશાન
મળ્યા છે. તેમજ એક એસએએમ સિસ્ટમ નષ્ટ થઈ હતી.
એર ચીફ
માર્શલે મહત્વનું નિવેદન આપતા કહ્યું હતું કે, ઓપરેશન સિંદૂર દરમિયાન ભારતે તમામ રણનીતિક
લક્ષ્ય પુરા કર્યા હતા અને પાકિસ્તાને યુદ્ધવિરામની માગણી કરી હતી. આ દરમિયાન દુનિયાને
જોયું કે ભારતીય સેનાઓની સંયુક્ત કાર્યવાહીએ કેવી રીતે દુશ્મનને નમવા મજબૂર કરી દીધો
છે. ટ્રમ્પના દાવાઓને નકારતા એપી સિંહે કહ્યું હતું કે યુદ્ધવિરામ પાકિસ્તાનની માગણી
ઉપર થયું છે, કોઈ ત્રીજા પક્ષના દબાણમાં કરવામાં આવ્યું નથી. એપી સિંહે કહ્યું હતું
કે ઓપરેશનમાં 9-10 પાકિસ્તાની વિમાનો તબાહ થયા હતા. જો કે ભારતીય વિમાનોને લઈને પાકિસ્તાન
જે મનોહર કહાની ચલાવતું હતું તેને ચાલવા દેવાઈ હતી.