• મંગળવાર, 12 મે, 2026

કેનેડામાં ભારતીય ફિલ્મો નિશાના પર

થિએટરને આગચંપી, પ્રવેશ દ્વાર પર ગોળીબાર કરાયો

ઓન્ટારિયો, તા.3 : કેનેડામાં હવે ભારતીય ફિલ્મોને નિશાન બનાવવામાં આવી રહી છે. ઓન્ટારિયોના ઓકવિલેમાં એક મૂવી થિયેટરમાં આગ લગાવવામાં આવી હતી. અન્ય એક ઘટનામાં થિયેટરના પ્રવેશદ્વાર પર ગોળીબાર કરવામાં આવ્યો હતો. સદ્નસીબ બન્ને ઘટનામાં કોઈને નુકસાન થયું નથી.

જે થિયેટરો પર હુમલો કરવામાં આવ્યો હતો તે ભારતીય ફિલ્મોનું પ્રદર્શન કરી રહ્યા હતા. તેથી આશંકા છે કે આ પૂર્વનિયોજીત હુમલા કેનેડામાં ભારતીય ફિલ્મોના પ્રદર્શનને અવરોધવા માટે કરવામાં આવી રહ્યા છે. આ ઘટનાઓ પાછળ ખાલિસ્તાનીઓનો હાથ હોવાની શંકા વ્યકત કરાઈ છે.

મીડિયા રિપોર્ટ અનુસાર, 25 સપ્ટેમ્બરના રોજ ઓકવિલે થિયેટરમાં આગ લાગી હતી. બે માસ્કધારી શખસે થિયેટરના મુખ્ય પ્રવેશદ્વાર પર પેટ્રોલ છાંટીને આગ ચાંપી હતી. ઘટના મોડી રાત્રે બની હતી અને સીસીટીવીમાં કેદ થઈ હતી. હુમલા સમયે થિયેટરની અંદર કોઈ નહોતું. તેના એક અઠવાડિયા પછી 2 ઓક્ટોબરના રોજ એક શંકાસ્પદે મૂવી થિયેટરના ગેટ પર ગોળીબાર કર્યો હતો. પોલીસ માને છે કે બન્ને ઘટનાઓને લક્ષ્ય બનાવવામાં આવી હતી અને તે તપાસ કરી રહી છે. અગાઉ બ્રિટિશ કોલંબિયા અને કટોરોન્ટોમાં ભારતીય ફિલ્મો પ્રદર્શિત કરતા થિયેટરોને નિશાન બનાવવામાં આવ્યા હતા.

 

ઇ-પેપરના નવા શુલ્ક