• બુધવાર, 10 જૂન, 2026

ગુજરાત ભાજપને મળ્યા ત્રીજા OBC પ્રદેશ પ્રમુખ !

જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભરતાં પ્રદેશ પ્રમુખ તરીકે નિશ્ચિત, આજે સત્તાવાર જાહેરાત

અમદાવાદ, તા.3 : ગુજરાત ભાજપના પ્રમુખ તરીકે જગદીશ વિશ્વકર્માએ ઉમેદવારી નોંધાવતાં તેમનું નામ નિશ્ચિત થઈ ગયુ છે. અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય અને સહકાર રાજ્ય મંત્રી જગદીશ વિશ્વકર્માએ ફોર્મ ભરી દીધુ છે. અન્ય કોઈ ઉમેદવારે ઉમેદવારી કરી નહી હોવાથી પસંદગી થવાની પૂરેપૂરી શક્યતા છે. તેથી ગુજરાત ભાજપને 19 વર્ષ બાદ ઘઇઈ પ્રદેશ પ્રમુખ મળશે. ભાજપના 45 વર્ષના ઈતિહાસમાં ત્રીજા ઘઇઈ પ્રદેશ પ્રમુખ મળશે. ભાજપમાં સૌથી પહેલાં ઓબીસી પ્રમુખ કાશીરામ રાણા બન્યા હતા. ત્યારબાદ કારડિયા રાજપૂત સમાજમાંથી આવતા વજુભાઈ વાળા 1996 થી 1998 અને 2005 થી 2006 દરમિયાન પ્રદેશ પ્રમુખ બન્યા હતા. જગદીશ વિશ્વકર્મા અમદાવાદની નિકોલ વિધાનસભાના ધારાસભ્ય છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઘાટલોડિયાના ધારાસભ્ય છે. તેથી મુખ્યમંત્રી અને પ્રદેશ પ્રમુખ એક જ જિલ્લાના હોવાથી આગામી દિવસોમાં મુખ્યમંત્રી બદલાવાની કાર્યકરોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. જગદીશ વિશ્વકર્માએ ભાજપના સંગઠનની સંરચના ચૂંટણી અધિકારી ઉદય કાનગડને ફોર્મ સોંપ્યુ હતું. ત્યારબાદ હાજર નેતાઓએ જગદીશ વિશ્વકર્માને અભિનંદન પાઠવવાનું શરૂ કર્યુ હતું.

આગામી વર્ષે સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની હોવાથી ભાજપે ઓબીસી સમાજમાંથી પ્રદેશ પ્રમુખ બનાવીને જાતિ સમીકરણ સાચવવાનો પ્રયાસ કર્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પાટીદાર સમાજમાંથી આવે છે. જ્યારે ભાજપ પણ ઓબીસી મતદારો ગુમાવવા માગતુ નથી. ઓબીસી સમાજ ઉપર પ્રભુત્વ જાળવી રાખવા માટે ભાજપે ઓબીસી નેતાની પ્રદેશ પ્રમુખ તરીકે પસંદગી કરી છે. કોંગ્રેસે ઓબીસી નેતા અમિત ચાવડાને પ્રદેશ પ્રમુખ બનાવતાં ભાજપને જાતિ સમીકરણ ગોઠવવાની ફરજ પડી છે.

કોણ છે જગદીશ વિશ્વકર્મા ?

જગદીશ વિશ્વકર્મા ટેક્સટાઈલ મશીનરીના વેપાર સાથે સંકળાયેલા છે. તેમનો જન્મ 12 ઓગસ્ટ 1973ના રોજ અમદાવાદમાં થયો હતો. બી.એ. અને માર્કાટિંગમાં તેમણે એમ.બી.એ. સુધીનો અભ્યાસ કર્યો છે. તેઓ ગુજરાત ભાજપનો ઓબીસી ચહેરો ગણાય છે. તેમણે 1998 માં બુથ ઈન્ચાર્જ તરીકે રાજકીય સફર શરૂ કરી હતી. તેમણે અમદાવાદમાં શહેર પ્રમુખ તરીકે 2015 થી 2021 સુધી જવાબદારી નિભાવી છે. તેમના નેતૃત્વમાં વર્ષ 2021ની અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણીમાં 192 બેઠકોમાંથી 160 બેઠકો           તેઓ વર્ષ 2012માં અમદાવાદ શહેરના નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયા હતા. ત્યાર બાદ વર્ષ 2017માં ફરી તેઓ નિકોલ વિસ્તારમાંથી ધારાસભ્ય બન્યા હતા. જગદીશ પંચાલ અમદાવાદ શહેર ભાજપના પ્રમુખ તરીકે પણ કામગીરી કરી ચૂક્યા છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના રાજીનામા બાદ ભૂપેન્દ્ર પટેલની નવી સરકારમાં તેમણે 16 સપ્ટેમ્બર, 2021થી સહકાર રાજ્ય મંત્રી (રાજ્યકક્ષાનો હવાલો) તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે.

સમગ્ર દેશમાં પ્રથમ વખત ગુજરાતમાં ચૂંટણી પ્રક્રિયા

ભાજપમા દર ત્રણ વર્ષે સંગઠનની ચૂંટણી યોજાય છે. સૌથી પહેલાં બૂથ, મંડળ, જિલ્લા અને બાદમાં રાજ્ય કક્ષાએ ચૂંટણી થાય છે. મોટાભાગના રાજ્યોમાં ચૂંટણી પૂર્ણ થયા બાદ રાષ્ટ્રીય અધ્યક્ષની ચૂંટણી શરૂ થાય છે. અત્યાર સુધીમાં 29 રાજ્યોમાં ચૂંટણી પ્રકિયા થઈ છે. ગુજરાતમાં 30મા નંબરે પ્રદેશ પ્રમુખની ચૂંટણી યોજાઈ રહી છે. સમગ્ર ભારતમાં પ્રથમ વખત ગુજરાતમાં ચૂંટણી પ્રકિયા થઈ રહી છે 

ઇ-પેપરના નવા શુલ્ક