7 જગ્યાએ જમીન ધસી,
યુદ્ધના ધોરણે રેસ્ક્યૂ, રાષ્ટ્રપતિ-વડાપ્રધાનનો
શોક સંદેશો
કોલકત્તા,
તા.પ : પ.બંગાળના દાર્જાલિંગમાં અચાનક ખાબકેલા ભારે વરસાદને કારણે શનિવારે રાત્રે ભૂસ્ખલન
અને પુલ તૂટી પડવાના બનાવમાં 20 સહિત પશ્ચિમ
બંગાળમાં કુલ 40 મૃત્યુ વરસાદી દુર્ઘટનાઓમાં થયા હોવાનું જાણવા મળે છે. મૃત્યુઆંક વધવાની
ભીતિ છે. ભારે વરસાદને કારણે 7 જગ્યાએ ભૂસ્ખલન થયું હતું દરમિયાન મિરિકમાં લોખંડનો
એક પુલ તૂટી પડયો હતો. રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મૂ, વડાપ્રધાન મોદી, ગૃહમંત્રી શાહ સહિતનાએ
આ કુદરતી આફતમાં થયેલી જાનહાની (જુઓ પાનું
10)
અંગે
સોશિયલ મીડિયાના માધ્યમથી દુ:ખ વ્યક્ત કરી શોક સંદેશો પાઠવ્યો હતો. મુખ્યમંત્રી મમતા
બેનર્જીએ નાગરિકોને અપીલ કરી કે જજ્યાં સુધી તમોને સુરક્ષિત રીતે બહાર કાઢી ન લેવાય
ત્યાં સુધી જ્યાં છો, ત્યાં જ રહો. દાર્જિલિંગમાં અનેક પર્યટકો ફસાયા છે.
મુશળધાર
વરસાદ અને ભૂસ્ખલનને કારણે અનેક ગામોનો સંપર્ક કપાઈ ગયો છે. રાહત અને બચાવ ટીમો ઘટનાસ્થળે
પહોંચી છે અને કાટમાળ દૂર કરી રહી છે. કાટમાળમાં અનેક લોકો દટાઈ ગયાની આશંકા છે. આકુદરતી
આફતને કારણે સિલિગુડી- સિક્કિમ સાથેનો સંપર્ક તૂટી ગયો છે. અહેવાલો દર્શાવે છે કે ધુડિયા
આયર્ન બ્રિજ તરીકે ઓળખાતો આ લોખંડનો પુલ મિરિક અને કુર્સિઓંગને જોડે છે. આ દુર્ઘટનામાં
9ના મૃત્યુ થયા હતા. ભારે વરસાદને કારણે રસ્તાઓ કાટમાળ અને કાદવથી ભરાઈ ગયા છે. હવામાન
વિભાગે દાર્જાલિંગ, કૂચ બિહાર, કાલિમપોંગ, જલપાઈગુડી અને અલીપુરદુઆરમાં ભારે વરસાદ
માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.
હવામાન
વિભાગે આગાહી કરી છે કે સોમવાર સુધી પશ્ચિમ બંગાળના ઉપ-હિમાલયી પ્રદેશોમાં ભારે વરસાદ
ચાલુ રહેશે. ભારે વરસાદને કારણે જલપાઈગુડીમાં માલબજાર પાણીમાં ડૂબી ગયું હતું. તીસ્તા,
માલ અને અન્ય પર્વતીય નદીઓ પૂરમાં છે. હવામાન વિભાગ કહે છે કે પશ્ચિમ ઝારખંડ પરનો નીચા
દબાણનો વિસ્તાર પૂર્વ-પશ્ચિમ, એટલે કે બિહાર તરફ આગળ વધી શકે છે. ભારે વરસાદને કારણે
કાલિમપોંગ જિલ્લામાં પણ પરિસ્થિતિ ગંભીર છે. પહાડી વિસ્તારોમાં ભૂસ્ખલનનું જોખમ વધી
ગયું છે. ભૂસ્ખલનને કારણે સિલિગુડી અને સિક્કિમને જોડતો વૈકલ્પિક માર્ગ રાષ્ટ્રીય ધોરીમાર્ગ
717ઈ બંધ થઈ ગયો છે અને વાહનવ્યવહાર ઠપ્પ છે. ભૂસ્ખલનને કારણે પેડોંગ અને ઋષિખોલા વચ્ચેનો
વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.
શક્તિ
ગંભીર ચક્રવાતમાં તબદીલ
દ્વારકાથી 400 કિ.મી. દૂર : નવા વેસ્ટર્ન
ડિસ્ટર્બન્સની અસરતળે ઉત્તર ભારતમાં પણ ભારે વરસાદની આગાહી
નવી
દિલ્હી, તા.પ: અરબી સમુદ્રમાં ભીષણ શક્તિશાળી ચક્રવાત ‘શક્તિ’ને પગલે હવામાનમાં હલચલ
વધી ગઈ છે. આ ચક્રવાતની ગતિ 100 કિ.મી. પ્રતિ કલાક છે. હવામાન વિભાગનાં જણાવ્યા અનુસાર
હવે આ વાવાઝોડું ગંભીર ચક્રવાતમાં તબદીલ થઈ ગયું છે અને અરબ સાગરમાં આગળ ધસમસી રહ્યું
છે. જે ગુજરાતમાં દ્વારકાથી આશરે 400 કિ.મી. દૂર કેન્દ્રિત છે. હવામાન વિભાગનાં જણાવ્યા
અનુસાર તે પશ્ચિમ-દક્ષિણ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. બીજીબાજુ ઓરિસ્સાનાં આંતરિક
હિસ્સાઓમાં હળવું દબાણ સર્જાયું છે. જેને પગલે ઝારખંડ, બિહાર, યુપી અને છત્તીસગઢમાં
વરસાદની સંભાવના છે. જેમાં બિહારમાં ભારે વરસાદ પડે તેવી શક્યતા છે. પશ્ચિમ બંગાળ અને
સિક્કિમમાં પણ ભારે વરસાદ પડી શકે છે.
શક્તિ
ચક્રવાતની વાત કરવામાં આવે તો સોમવારે સવારથી
તે પૂર્વ-ઉત્તર દિશામાં આગળ વધશે અને પછી ધીમેધીમે કમજોર પડશે. આ વાવાઝોડાંનાં
કારણે આજે ગુજરાત અને ઉત્તર મહારાષ્ટ્રનાં તટીય વિસ્તારોમાં દરિયામાં કરન્ટ વર્તાયો
હતો. માછીમારોને મંગળવાર સુધી દરિયો નહીં ખેડવાની ચેતવણી આપી દેવામાં આવેલી છે. આ ચક્રવાતની
અસરતળે 8 અને 9 ઓક્ટોબરે કોંકણ, ગોવા, સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતનાં અન્ય ભાગોમાં
પણ હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે.
ઉત્તર-પશ્ચિમ
ભારતમાં એક નવા વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર પણ વર્તાવા લાગી છે. અરબ સાગર અને બંગાળની
ખાડીમાં ભેજનાં પ્રવાહનાં કારણે 7 ઓક્ટબર સુધી ભારે વરસાદની આગાહી કરવામાં આવેલી છે.