ભારત અને પાકિસ્તાન વચ્ચે આઈસીસી મહિલા ક્રિકેટ વિશ્વકપ 2025નો છઠ્ઠો લીગ મેચ રમાયો હતો. આ મુકાબલામાં ભારત સામે પાકિસ્તાનની મહિલા ટીમની કેપ્ટન ફાતિમા સનાએ ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય કર્યો હતો. બીજી તરફ ભારતીય મહિલા ટીમે પણ પુરુષ ટીમની જેમ પાકિસ્તાનીઓ સાથે હાથ ન મિલાવવાની રણનીતિ જાળવી રાખી હતી. રવિવારે જ્યારે ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌર ટોસ કરવા આવી ત્યારે પાકિસ્તાની કેપ્ટન સાથે હાથ મિલાવ્યો નહોતો. ટોસ બાદ પણ હેંડશેક થયો નહોતો. આવી રીતે પાકિસ્તાનીઓ સાથે હાથ ન મિલાવવાની નીતિ જાળવી રાખી છે. એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે કુલ ત્રણ મુકાબલા રમાયા હતા. જેમાં ભારતીય ટીમે પાકિસ્તાની ટીમને પૂરી રીતે નજરઅંદાજ કરી હતી અને વિવાદ પણ થયો હતો.